બેટ દ્વારકામાં મુસ્લિમ સમુદાયના ઘરો અને ધાર્મિક સ્થળો પર તંત્ર દ્વારા થયેલી બુલડોઝર કાર્યવાહી સામે સામાજિક આગેવાનો અને નાગરિકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોમાંથી કેટલાક દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં આ કાર્યવાહી તાત્કાલિક રોકવાની માંગ ઉઠાવવામાં આવી છે.
રજૂઆત અનુસાર, બેટ દ્વારકામાં વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ સમુદાય શાંતિપૂર્ણ રીતે વસવાટ કરે છે. 24 ડિસેમ્બર, 2024ના રોજ તંત્ર દ્વારા મુસ્લિમ ઘરો અને ધાર્મિક સ્થળોને દબાણ હાંસલ કરવાં નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસને પગલે 9 જાન્યુઆરી, 2025ના રોજ લોક સુનાવણી યોજાઇ, જેમાં પીડિતોએ તમામ જરૂરી દસ્તાવેજ રજૂ કર્યા હતા.
ત્યાં છતાં, સુનાવણીના બીજા જ દિવસે કોઈ પણ પ્રકારની આગાહી કે સમય આપ્યા વગર તંત્રે ઘરો તોડવાનું શરૂ કર્યું. આ દરમિયાન સમુદાયના નેતાઓએ આ પ્રકારની એકતરફી કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે, કારણ કે બેટ દ્વારકાના અન્ય સર્વે નંબરો જેમ કે 532, 537, 520 અને 449માં હિન્દુ મંદિરો અથવા વ્યાવસાયિક દબાણોને તંત્ર દ્વારા નોતર્યા જ નથી.
હાઇકોર્ટનું સ્ટે અને ગેરકાયદેસર અટકાયતો
મુસ્લિમ સમુદાયના આગેવાનોએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે, જેના આધારે હાઇકોર્ટ દ્વારા તાત્કાલિક સ્ટે આપવામાં આવ્યો છે. તે છતાં, પિટિશનકર્તાઓના જણાવ્યા અનુસાર, હાઇકોર્ટના આદેશના વપરાશકારોને ગેરકાયદેસર રીતે અટકાવવામાં આવ્યા છે.
રજુઆતમાં ઉઠાવેલી મુખ્ય માંગણીઓ:
1. બુલડોઝર કાર્યવાહી તાત્કાલિક અસરથી રોકવી.
2. દબાણ દૂર કરવાનું કાયદેસરની યોગ્ય પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ભેદભાવ વગર કરવામાં આવે.
3. હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં ન આવે.
4. ગેરકાયદેસર રીતે અટકાયતમાં લેવાયેલા નાગરિકોને તાત્કાલિક મુક્ત કરવું.
5. જેમણે આ કાયદેસર પ્રક્રિયાને અવગણીને માત્ર મુસ્લિમ સમુદાયના ઘરોને નિશાન બનાવ્યું છે, એવા અધિકારીઓ સામે કાયદેસર પગલાં લેવા.
ભવિષ્યમાં કાયદેસર અને સમાન વ્યવહારની અપેક્ષા
આ મામલે રાજ્ય સરકારના મુખ્ય સચિવ, પોલીસ મહાનિદેશક, કલેક્ટર અને પોલીસ અધિક્ષક સુધી નકલ રવાના કરવામાં આવી છે. આ રજૂઆતમાં સાફ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે તંત્ર દ્વારા ભેદભાવપૂર્ણ પ્રક્રિયા ન થવી જોઈએ અને ધર્મના આધારે કોઈને હેરાનગતિ ન થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.
સામાજિક શાંતિ જાળવવા માટે નાગરિકોએ આ મામલે તટસ્થ અને ન્યાયસંગત નિર્ણય લેવાની સરકાર પાસેથી અપેક્ષા વ્યક્ત કરી છે.
Comments