હાલમાં જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી ભાદર અને ઉબેણ નદીમાં છોડવામાં આવે છે.
આ કેમિકલયુક્ત પાણી નદીના પ્રવાહમાં ભળી જમીનની તળમાં ઉતરે છે. તેના કારણે જેતપુર, ધોરાજી, ઉપલેટા અને વિસાવદર તાલુકાના નદીકાંઠાના ગામડાઓમાં જમીનના તળમાં ભરાયેલું પાણી કેમિકલયુક્ત બની ગયું છે.
આ કેમિકલયુક્ત પાણી મારફત સિંચાઈ થવાના કારણે જમીનનું સ્તર સંપૂર્ણ બગડી ગયું છે. ઘણા કિસ્સાઓમાં જમીન ખેતીલાયક પણ રહી નથી, જે એક ગંભીર હકીકત છે.
સરકારના પાઇલોટ પ્રોજેક્ટ પર પ્રશ્ન:
સરકાર હાલમાં એક પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ આ સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણીને પાઇપલાઇન મારફત દરિયામાં છોડવાનું આયોજન કરી રહી છે. જો કે, આ પ્રસ્તાવ થકી એક સમસ્યાના નિરાકરણ માટે બીજી મોટી સમસ્યાને આમંત્રણ મળે તેવું લાગે છે. કેમિકલયુક્ત પાણી દરિયાઈ જીવન, મચ્છીમારોની રોજગારી અને દરિયાકાંઠાની પ્રકૃતિને ભારે નુકસાન પહોંચાડશે.
ખેતરો અને ખેડુતો માટે જોખમ:
દોઢસો કિલોમીટર લાંબી પાઇપલાઇન જ્યાં જ્યાં ખેતરોમાંથી પસાર થશે, ત્યાં લીકેજ થવાના કારણે ખેતરો બંજર બની જશે. પાઇપલાઇનમાં એરવાલના લીકેજથી પાકને નુકસાન થશે. આવા નુકસાન માટે વળતર કોણ આપશે તે પણ નક્કી થવું જોઈએ.
વિશાળ દરિયાકાંઠાના વિસ્તારોને જોખમ:
ભવિષ્યમાં ગુજરાતના અન્ય ઉદ્યોગોનું ઝેરીલું કેમિકલયુક્ત પાણી અરબ સાગરમાં છોડવાનું આયોજન પણ ભરપૂર જોખમકારક છે. આ પાણી ખંભાતના અખાત અને અરબ સાગરમાં વસતા કિંમતી માછલીઓ અને દરિયાઈ જીવનનો વિનાશ કરશે.
મચ્છીમારોના જીવન અને રોજગારી પર અસર:
ગુજરાતના 1800 કિમી લાંબા દરિયાકાંઠાના 14 જિલ્લાઓમાં વસતા મચ્છીમારોની રોજગારી પર માઠી અસર થશે. OBC, SC, ખારવા, કોળી અને મુસ્લિમ મચ્છીમારોની આજીવિકા જોખમમાં મૂકાશે.
અમારા મજબૂત સુચન:
1. GIDCના તમામ કારખાનાં માટે ફરજિયાત ફિલ્ટર પ્લાન બનાવવો.
2. ફિલ્ટર અને રિસાયકલ કરેલું પાણી કારખાનાઓમાં ફરીથી ઉપયોગ કરવું.
3. રિસાયકલ કરેલું પાણી આસપાસના ખેડુતોને સિંચાઈ માટે પુરવઠો કરવો.
આ અમારી લાગણી અને માંગણી છે.
Comments