ભારતીય આઝાદીનું વિશ્વભરમાં સૌથી મોટું કોઈ પ્રદાન હોય તો તે એ છે કે ભારતીય આઝાદી સૈનિકશક્તિ નિર્માણ કરીને નહીં પરંતુ નાગરિક ચેતનાનું નિર્માણ કરીને મેળવેલી આઝાદી છે.
ભારતીય આઝાદી પહેલા વિશ્વભરમાં જેટલા પણ આઝાદીના સંગ્રામ ખેલાયા છે તે બધા જ સૈનિકશક્તિ પર નિર્ભર હતા , જ્યારે માત્ર ભારતીય સ્વાતંત્ર સંગ્રામ એ પોતાની ગુલામ રૈયત પ્રજાનું નાગરિક ચેતનામાં રૂપાંતર કરાતા ઉપલબ્ધ થયેલી આઝાદી છે.
મહાત્માગાંધીને દક્ષિણઆફ્રિકામાં પીટર મેરીટ્સબર્ગના સ્ટેશન પર પોતાના અપમાનના થયેલા સાક્ષાત્કારને જોયા પછી સમજાયું હતું કે કોઈપણ વ્યક્તિ અને કોઈ પણ સમાજ કે કોઈપણ દેશ પોતાની જાતે જ ગુલામ બને છે. એની બીજી કોઈપણ સત્તા ગુલામ બનાવી શકતું નથી.
મહાત્મા ગાંધીએ ભારતમાં આવ્યા પછી એક વર્ષ સુધી મુગે મોઢે કરેલા ભારત દર્શન પછી સમજાયું હતું કે આપણા દેશમાં
૧. સ્ત્રી પુરુષ સહજીવનનો અભાવ જોવા મળે છે
૨. બધી જાતિઓ વચ્ચેના સહજીવનનો અભાવ જોવા મળે છે.
૩. બધા ધર્મો વચ્ચેના સહજીવન નો અભાવ જોવા મળે છે.
મહાત્મા ગાંધીએ જોયું કે ભારતના સમાજ જીવનમાં 50% સ્ત્રીઓની કોઈ ભાગીદારી કે કોઈ અધિકાર જોવા મળતા નથી... ભારતના સમાજ જીવનમાં 85% બહુજન વર્ગોની કોઈ સામાજિક ભાગીદારી કે અધિકાર જોવા મળતા નથી... ભારતના સમાજ જીવનમાં ધાર્મિક અલ્પસંખ્યક સમાજની કોઈ ભાગીદારી કે અધિકાર જોવા મળતા નથી...
મહાત્મા ગાંધીને સમજાયું કે 50% સ્ત્રીઓની ભાગીદારી ન હોય, 85% બહુજન વર્ગોની કોઈ ભાગીદારી ન હોય અને 15% ધાર્મિક અલ્પસંખ્યકોની કોઈ ભાગીદારી ન હોય તે સમાજ આપોઆપ ગરીબી ગુલામી અને પછાત પણામાં સરી પડે તેમાં કોઈ નવાઈ નથી.
મહાત્મા ગાંધીને સમજાયું કે જ્યાં બહુજન વર્ગો સામાજિક અને રાજકીય ભાગીદારી તથા અધિકારોથી વંચિત છે એવા સમાજમાં માત્ર અને માત્ર અહિંસક પ્રેમ મય નાગરિક સહજીવન શક્તિ નિર્માણ કરવાથી જ આઝાદી પ્રાપ્ત કરી શકાય.
મહાત્મા ગાંધીએ પોતાના સાક્ષાત્કાર અને પોતાની સમજણનો દાર્શનિક પ્રયોગ કરવા માટે સાબરમતી આશ્રમ અમદાવાદ ગુજરાતની પસંદગી કરી...
મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમમાં
1.સ્ત્રીપુરુષના ભેદભાવ વગરનું પ્રેમમય સહજીવન નિર્માણ કરવાનું શરૂ કર્યું.
2. દલિતથી લઈને બ્રાહ્મણ સુધીની વિવિધ પ્રાંતની વિવિધ ભાષાની વિવિધ દેશની જાતિઓનું પ્રેમમય સહજીવન નિર્માણ કરવાનું શરૂ કર્યું.
3. ભારત અને વિશ્વભરના વિવિધ સાંપ્રદાયિક ધર્મના પ્રતિનિધિઓનું પ્રેમમય સહજીવન નિર્માણ કરવાનું શરુ કર્યું.
મહાત્માગાંધીના આ ત્રિસુત્રી અહિંસક પ્રેમમય સહજીવનના પ્રયોગે કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી આસામ સુધી સમગ્ર રાષ્ટ્રમાં લોકો વચ્ચે " અહિંસક પ્રેમમય સહજીવન"ની સામાજિક આબોહવાનું સર્જન કર્યું અને આખો ભારતીય સમાજ પ્રેમમય સહજીવન માટે આંદોલિત થઈ ઉઠ્યો.
મનુસ્મૃતિની ચતુરવર્ણ વ્યવસ્થાને કારણે જે ભારતીય સમાજ ધાર્મિક, સામાજિક ,આર્થિક ,શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે ખંડ ખંડમાં વિભાજીત થઈને ગરીબ ગુલામ રૈયત તરીકે હજારો ટુકડામાં ખતવાઇ ગયો હતો તે સમાજ નાગરિક ચેતના પ્રાપ્ત કરીને પોતાના નાગરિક અધિકારો અને નાગરિક સ્વતંત્રતા માટે તત્પર થઈ ઊઠ્યો.
મહાત્મા ગાંધીએ હજારો વર્ષથી ગરીબ ગુલામ અને નિર્માલ્ય થયેલી ભારતીય રૈયતને નિષ્ફળ કહેવાતા હિંસક ક્રાંતિકારીઓની જેમ સશસ્ત્ર યુદ્ધને રવાડે નથી ચડાવ્યા પરંતુ એ જ કરોડો રૈયતી માનસિકતા ધરાવતા ગરીબ ગુલામ અને નિલામાલ્ય લોકોમાં નાગરિક શક્તિ જગાડી અને તેઓને એકમેક સાથે અહિંસક પ્રેમમય સહજીવન જીવતા કર્યા.
હજારો વર્ષથી મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થાને કારણે અનેક જાતિ પેટા જાતિઓમાં માઈક્રોલેવલ સુધી વિભાજીત વિઘટિત અને એકમેકના દુશ્મન બની બેઠેલા લોકો મહાત્મા ગાંધીની ક્રાંતિકારી અહિંસક પ્રેમમય સહજીવનની ત્રિસુત્રી ઉત્ક્રાંતિને કારણે અહિંસક પ્રેમમય સહજીવન જીવતી નાગરિક પ્રજામાં રૂપાંતર થઈ ગયા અને જેની ફળશ્રુતિ રૂપે આપણે આઝાદ થઈ ગયા.
આજે આપણે સમાન મતાધિકાર, સમાન અધિકાર અને સમાન ભાગીદારી સાથે જનવાદી આઝાદીનો ભોગવટો છેલ્લા 75 વર્ષથી કરી રહ્યા છે તે મહાત્મા ગાંધીની અહિંસક પ્રેમમય સહજીવનની ત્રિસુત્રી ઉત્ક્રાંતિનું પરિણામ છે.
મહાત્મા ગાંધીના આજના જન્મદિવસે મહાત્મા ગાંધીના હૃદય સન્મુખ કોટી કોટી વંદન.
---
*કોંગ્રેસપુત્ર
Comments