सीधे मुख्य सामग्री पर जाएं

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી* 

લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  
નડિયાદના રેશનાલિસ્ટ ડો. જેરામ દેસાઈએ 2006માં એક ક્રાંતિકારી પુસ્તક લખ્યું છે : ‘વહેમ-અંધશ્રદ્ધા નિષેધ’ આ પુસ્તક દરેક ઘરમાં/ દરેક લાઈબ્રેરીમા હોવું જોઈએ. તેની કિંમત રુપિયા 175 છે. આ પુસ્તક ‘બાસ્કેટબોલ’, 9 ઉમેદનગર સોસાયટી, નાના કુંભનાથ રોડ, નડિયાદ- 387001નો સંપર્ક કરવાથી મળી શકશે. (ફોન સંપર્ક : +91 878-0385795/ +91 99259 24816/ 0268 2526499) આ પુસ્તકની pdf પણ ઉપલબ્ધ છે. 
કેનેડાના Mississaugaથી ‘ગુજરાત વીક્લી’ સાપ્તાહિક પ્રકાશિત થાય છે. આ સાપ્તાહિકના 19 જુલાઈ 2024ના અંકમાં રાશિભવિષ્ય છે. ટૂંકસાર જોઈએ : “મેષ : ઓછી મહેનતે વધુ નાણાં કમાઈ શકશો. જીવનસાથી ઉપયોગી રહેશે. સંતાનોથી સંતોષ જણાય. વૃષભ : આર્થિક ચુકવણીની ચિંતા રહેશે. તંદુરસ્તીની ખાસ કાળજી રાખવી. મિથુન : નાણાકીય બાબતોને પહોંચી વળવા વધુ મહેનત કરવી પડે. સામાજિક જવાબદારીઓમાં વધારો થાય. નોકરિયાતોને કામનો બોજો વધે. કર્ક : વાહન દ્વારા લાભ મળે. ઘરના અંગત કાર્યો પાર પાડવામાં સમય ફાળવવો પડે. મિત્રો મદદરુપ રહેશે. નોકરિયાત માટે સારો સમય. ધન : આર્થિક મૂંઝવણો વધશે. કામનો બોજો વધારે રહેશે. લોકોને આપવાના નાણાંની ચિંતા વધશે. મકર : પ્રતિષ્ઠા અને કીર્તિ વધારવા તરફ આપનું વલણ રહેશે. કુંભ : આવકનું પ્રમાણ વધારી શકશો, છતાં અણધાર્યા ખર્ચાઓ આવશે. પોતાની જાત અંગે વધુ કાળજી લેવાની જરુર પડે. મીન : આપ વધુ વ્યસ્ત રહેશો. નાણાં મોટા પ્રમાણમાં આવશે તેમ જ તેનો વ્યય પણ મોટા પ્રમાણમાં થશે. નાણાંનો બિનજરુરી વ્યય તકલીફો ઊભી કરી શકે. મોભો સાચવવા ખર્ચ વધે.”
આ ભવિષ્ય છે કે હ્યુમન સાયકોલોજી?  જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું ! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે ! એટલું જ નહીં જ્યોતિષીઓ મનગમતા અર્થો કાઢી શકાય તેવી ગોળગોળ/ છેતરામણું ભવિષ્ય ભાખે છે જ્યારે આપણે જ્યોતિષશાસ્ત્રના કોઈપણ ગોલ્ડ મેડલ વિના સચોટ/ ધારદાર ભવિષ્યવાણી કરી શકીએ ! 
ઉદાહરણ તરીકે: 
- વડાપ્રધાન મોં ખોલશે તરત જ જૂઠાણાંનો પરિચય થશે! અદાણી/અંબાણીની આવકમાં સતત વધારો જોવા મળશે અને ઉપલો મધ્યમવર્ગ નીચલા મધ્યમવર્ગમાં આવશે, નીચલો મધ્યમવર્ગ ગરીબ બનશે, ગરીબ સરકારી અનાજના આશરે આવશે ! સડક તૂટશે, પૂલ તૂટશે, શાળા તૂટશે, હોસ્પિટલ તૂટશે, પરંતુ ‘કમલમ’માં વાળ જેટલી પણ તિરાડ નહીં પડે ! 
- પોલીસ ચોર પકડશે, લૂંટારા પકડશે, વ્યભિચારી-ભ્રષ્ટાચારી પકડશે પણ સત્તાપક્ષ સાથે જોડાયેલ આરોપીઓની લાજ કાઢશે ! પોલીસ ગરીબ/ લાચાર/ દલિત/ આદિવાસીને ઢોરમાર મારશે પણ સત્તાપક્ષના નેતાનો બર્થ ડે ઊજવશે ! યુવાનો રાતદિવસ મહેનત કરશે, ઊજાગરા કરશે, સ્પર્ધાત્મક પરીક્ષા આપશે પણ પેપર અચૂક ફૂટશે ! 
- ખેડૂતોની ડબલ આવકની વાતો થશે પણ આત્મહત્યાનું પ્રમાણ ડબલ થશે ! સરકારી કચેરીના કામે જશો તો લાંચની માંગણી અચૂક થશે, લાંચ નહીં આપો તો કામમાં વિલંબ ચોક્કસ થશે ! ધાર્મિક સ્થળોમાં દાન કરશો તો પુજારીઓમાં પ્રદૂષણ વધશે ! કોઈ નેતા જો ચૂંટણીમાં રામનું નામ લઈ મત માંગે તો તે ચૂંટાયા બાદ રાવણને શરમાવે તેવા કામો કરશે ! 
- ડોલરના મુકાબલે રુપિયો સતત ગગડશે ! તમને સરકારી નોકરી મળે તો કાયમ રાહત થઈ જશે ! ગરીબો પર કામનો બોજો વધારે રહેશે. લોકોને આપવાના નાણાંની ચિંતા સતત વધશે ! ગરીબોને અણધાર્યા ખર્ચાઓ આવશે અને ધનવાનોને ખર્ચ ક્યાં કરવો તેની ચિતા રહેશે ! ગરીબો સમૂહલગ્નમાં જોડાશે અને ધનવાનો 6 મહિના સુધી પ્રિવેડિંગથી લગ્નની ઊજવણી કરશે ! 
- ગરીબો/ મધ્યમવર્ગ માટે નાણાંનો બિનજરુરી વ્યય તકલીફો ઊભી કરી શકે પણ ધનવાનો માટે વડાપ્રધાન/ કોર્પોરેટ કથાકારો/ શંકરાચાર્ય/ ફિલ્મ અભિનેતાઓના આશીર્વાદ મેળવવાનો અવસર બની જશે ! ‘મંગળસૂત્ર/ ભેંસ લઈ જશે’ તેવો ડર બતાવનાર વડાપ્રધાન લોકોના અધિકારો જરુર છીનવી લેશે ! 
- ‘એક અકેલા ભારી’ અને ‘વિપક્ષો મારું ગળું દબાવી રહ્યા છે’ એવું વિરોધાભાસી વડાપ્રધાન બોલશે તો પણ લોકો તાળિઓ પાડશે ! ગોદી મીડિયા ચમત્કાર કરશે જેથી વિપક્ષ કંઈ બોલે તો તેને દેશદ્રોહીનું લેબલ મારવાનું અને વડાપ્રધાન કંઈ પણ બોલે તો તાળીઓ પાડવાનું લોકોને વ્યસન થઈ જશે ! 
- બળાત્કારી પોતાના પક્ષના MLA/ MP હશે તો બહુબોલકા વડાપ્રધાનના ગળામાંથી અવાજ નિકળતો બંધ થઈ જશે !  તમારી સાથે અદાણી/અંબાણી જેવા સુટ-બુટવાળા મિત્રો હોય તો આવડત/ ડીગ્રી વિના પણ આવડત/ડીગ્રીવાળાને ધૂળ ચાટતાં કરી શકશો ! ગરીબ લોકો મોભો સાચવવા થીંગડા મારશે અને વડાપ્રધાન મોભો સાચવવા રોજે રોજ કરોડો રુપિયા ખર્ચ કરશે !
---
*સ્રોત: ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

આવેદન પત્ર - આરોગ્યના ક્ષેત્રે ગુજરાત જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે: ઓછામાં ઓછો 5% કરવામાં આવે

- મીનાક્ષી જોષી*  મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર વિષય: આરોગ્યના ક્ષેત્રે ગુજરાત રાજય જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે તેમાં વધારો કરીને ઓછામાં ઓછો 5% કરવામાં આવે માનનીયશ્રી,