આવેદન પત્ર - આરોગ્યના ક્ષેત્રે ગુજરાત જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે: ઓછામાં ઓછો 5% કરવામાં આવે
મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
વિષય: આરોગ્યના ક્ષેત્રે ગુજરાત રાજય જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે
છે તેમાં વધારો કરીને ઓછામાં ઓછો 5% કરવામાં આવે
માનનીયશ્રી,
અખબારી અહેવાલો મુજબ આરોગ્ય ક્ષેત્રે દેશનાં મોટાં રાજ્યોમાં જીએસડીપી (GSDP)ની ટકાવારીમાં ખર્ચનું પ્રમાણ જે ધોરણનું છે તે કરતાં ગુજરાતમાં સૌથી ઓછો ખર્ચ છે. જે અત્યંત શરમજનક અને નીંદનીય કહી શકાય.
આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત કુપોષણમાં આગળ છે અને જાહેર સ્વાસ્થ્યમાં ખૂબ પાછળ છે. બિહાર, છત્તીસગઢ, ઉતરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા ગરીબ ગણાતા રાજ્યોમાં પણ આરોગ્ય ક્ષેત્રે ઊંચા ખર્ચની ટકાવારી છે. જ્યારે ગુજરાત મોડેલ ની વાહવાહી કરતી સરકાર આરોગ્ય ક્ષેત્રે માત્ર એક ટકો ખર્ચ કરી રહી છે!
તાજેતરમાં બીજા અહેવાલો જે બહાર આવ્યા છે તેમાં સાધારણ માણસને સારવાર માટે જે ખર્ચ કરવો પડે છે એમાં 23 ટકા જેટલા ખર્ચ માટે મોટેભાગે એને દેવું કરવું પડે છે.
આવી પરિસ્થિતિમાં સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કોમ્યુનિસ્ટ) (SUCI(C)) ગુજરાત સરકારને આગ્રહ કરે છે કે આરોગ્ય ક્ષેત્રે જીએસડીપીના ઓછામાં ઓછા પાંચ ટકા ખર્ચ કરે અને રાજ્યમાં આરોગ્યની બધી સારી સગવડો પૂરી પાડવામાં આવે.
---
*સેક્રેટરી, ગુજરાત રાજ્ય સાંગઠનિક કમિટી, SUCI(C)
Comments