सीधे मुख्य सामग्री पर जाएं

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ* 
પ્રતિ શ્રી,
પોલિસ મહાનિદેશક શ્રી
ગુજરાત રાજ્ય
ગાંધીનગર, ગુજરાત
વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.
સાહેબ શ્રી: 
આપના ધ્યાનમાં લાવવું છે કે તા.૨૮/૦૬/૨૦૨૪ ના રોજ અફવાન સાકીરભાઈ કુરેશી ઉ.૧૭ વર્ષ ત્રણ મિત્રો સાથે  સિધ્ધપુર નગર પાલીકા સંચાલીત જય અંબે ચોક નજીક આવેલ સપોર્ટસ કોમ્લેક્ષ સંકુલમાં આવેલ સ્વિમિંગ પુલમાં નાહવા જવાનુ આયોજન કરી સાંજના ચારેક વાગે નાહવા માટે ગયેલ હતા અને ત્યાં જઈ કાઉન્ટર ઉપર હાજર માહિલા પાસેથી એક વ્યકિતદીઠ રૂ.૧૦૦ લેખે ચાર મિત્રોના રૂ.૪૦૦ ચુકવી તેનુ ટોકન લઇ કપડા બદલી સ્વિમિંગ પુલમા નાહવા માટે ગયેલા અને સ્વિમિંગ પુલમાં નાહતા હતા તે દરમ્યાન અફવાન પાણીમાં અચાનક ડુબવા લાગતા મિત્રોએ બચાવો બચાવોની બુમો પાડેલ પરંતુ કોઇ આવેલ નહી અફવાન પાણીમાં ડુબી ગયેલ જેથી મિત્રોએ વધુ બુમાબુમ કરતાં કોઈક ભાઈ આવેલ અને અફવાનને સ્વીમીંગ પુલમાંથી બહાર કાઢેલો અને તે દરમિયાન કોઈએ ફાયર બ્રિગેડને જાણ કરેલ હોઇ જેથી ફાયર બ્રિગેડની ગાડી આવી જતાં અફવાનને ગાડીમાં બેસાડી ભાર્ગવ સાહેબના દવાખાને સારવાર સારૂ લઈ ગયેલા અને ત્યાં ડોક્ટર સાહેબે અફવાનની તપાસ કરી તે મરણ ગયેલ હોવાનુ જાહેર કરેલ હતુ.
સાહેબ શ્રી સિધ્ધપુર નગરપાલીકા દ્વારા સ્વિમિંગ પુલના સંચાલકને સ્વિમિંગપુલમાં જગ્યા ઉપર માણસ પાણીમાં ડુબે તો તે લગત બચાવના સાધનો નહી રાખેલ હોઈ સ્વિમિંગ પુલના સંચાલક દ્રારા પાણી ઉડુ હોવા છતાં કોઇ સ્વિમર કોચ કે લાઇફ જેકેટ તેમજ હવા ભરેલ રબરની ટયુબ સ્વિમિંગ ટ્યુબ રાખેલ નહી અને પાણીમાં ડુબવાથી કોઈ પણ માણસનુ મૃત્યુ થઈ શકે છે તેવુ જાણવા છતાં પ્રવર્તમાન નિયમો અનુસાર સાધન સામગ્રી ન રાખી તથા પ્રવર્તમાન નિયમોનું ઉલઘન કરી પોતાના આર્થિક ફાયદા સારૂ સ્વિમિંગ પુલ ચાલુ રાખી બેદરકારી ભર્યું કૃત્ય કરેલ છે, જેમાં નાગર પાલિકાના ચીફ ઓફિસર, ફાયર ઓફિસર અન્ય અધિકારીઓની સંડોવણી સ્પષ્ટ થાય છે. આ કેસમાં પોલિસએ એક એફઆઇઆર 11217030240715 પણ કરી છે જેમાં માત્ર 304 આઇપીસી છે અને માત્ર સ્વિમિંગ પૂલના સંચાલક આરોપી છે.
સાહેબ શ્રી એવીજ બેદરકારી થી વડોદરાના હરણી તળાવમાં શાળાના બાળકો સાથે દુર્ઘટના થયી હતી જેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે અને પછી રાજકોટના ગેમિંગ જોન અગ્નિકાંડમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા છે. સિદ્ધપુરનો આ બનાવ પણ તેવોજ છે. આ ઘટનામાં સરકારી અધિકારીઓની સંડોવણી હોવાથી એમાં વિશેષ તપાસની જરૂર છે, જેથી સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચાર બહાર આવે અને ભ્વિષ્યમાં આવી ગુનાહિત દુર્ઘટનાઑ થતી અટકે.
જેથી અમારી માંગ છે કે
1-આ બાબતે IG રેન્ક ના અધિકારીના તબા હેઠળ SIT ની રચના કરીને આગળની તપાસ કરવામાં આવે.
2-તપાસમાં નગરપાલિકા ના પ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર, ફાયર ઓફિસર અને પાલિકાના દસ્તવેજોની પણ તપાસ થવી જોઇયે.
3-એફઆઇઆર માં IPC 302, 120(B) જેવી યોગ્ય કલમો ઉમેરવામાં આવે અને નિરીક્ષણ માટે જવાબદાર, ટેન્ડર આપનાર અધિકારીઓનાં નામો પણ ઉમેરવામા આવે.
4-સંચાલકના ફોનની તપાસ થવી જોઇયે, ઘટનાના દિવસે કોને-કોને ફોન, મેસેજ કરવામાં આવેલ છે તેની કોલ ડીટેલ કાઢવીને વધુ તપાસ હાથ ધરવી જોઇયે.  
5-આની કોઈ પણ બાબત જે આપના ધ્યાને આવતી હોય તેમજ આવી તપાસ દિન 30 માં કરી લેવા વિનંતી.
સાહેબ શ્રી ઉપરોક્ત મંગોને ધ્યાનમાં લઈને આ બાબતે જડપી કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં હરણીબોટ કે રાજકોટ ગેમ જોન જેવી દુર્ઘટના ના ઘટે ને મૃતક અફવાન ને ન્યાય મળે.  
---
*કન્વીનર, માઈનોરિટી કોઓર્ડીનેશન કમિટી 

टिप्पणियाँ

ट्रेंडिंग

આપણે ૫ સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે કેમ ઉજવીએ છીએ એ સમજવું હોય તો રાધાકૃષ્ણનની અધ્યાપન સફર જોવી પડે

- ગૌરાંગ જાની  જુદા જુદા દિવસોની ઉજવણીમાં આપણે ઉત્સાહપૂર્વક ભાગ લઇએ છીએ અને હવે તો સોશિયલ મીડિયામાં ઉછીની લીધેલી તસવીરો ,લખાણો દ્વારા આ ઉજવણીનો આનંદ પ્રાપ્ત કરીએ છીએ .સવાલ એ છે કે ઉજવાતા દિવસો સાથે સંબંધિત વ્યક્તિઓના જીવનને આખું વર્ષ કદી યાદ કરીએ છીએ ? દેશને ઉન્નત માર્ગે લઈ જનાર મહાન વ્યક્તિઓની યાદ એક કર્મકાંડ બનીને રહી જાય છે .પાંચમી સપ્ટેમ્બર અર્થાત્ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ અને એટલે શિક્ષક દિવસ પણ !

ધોરણ 09 અને 11માં પરીક્ષાની પેટર્ન બદલવામાં આવે એવું પગલું લેવાનું કોઈ દેખીતું કારણ નથી જણાતું

- ડો. કનુભાઈ ખડદિયા*  અખબારોમાંથી માહિતી મળી કે છે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 09 અને 11માં પરીક્ષાની પેટર્ન બદલવામાં આવશે. અને 20 માર્કના વસ્તુલક્ષી અને મલ્ટીપલ ચોઈસ પ્રશ્નોને બદલે 30 માર્કના પૂછવામાં આવશે. તેમજ વર્ણનાત્મક પ્રશ્નોમાં પાઠમાંથી આંતરિક વિકલ્પો આપવાને બદલે બધા પાઠો વચ્ચે સામાન્ય વિકલ્પો પૂછાશે.

સીતારામ યેચુરી માટે રાષ્ટ્ર અને તેના લોકોની જરૂરિયાતો વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓથી ઉપર હતી

- રમેશ સવાણી  જીવંત, નમ્ર, સમાજ સાથે જોડાયેલા CPI(M)ના નેતા સીતારામ યેચુરી (12 ઓગસ્ટ 1952/ 12 સપ્ટેમ્બર 2024) 72મા વર્ષે આપણને છોડી ગયા છે. અત્યંત પ્રતિભાશાળી નેતા તરીકે, તેમણે ભારતીય રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું અને માર્ક્સવાદી વિચારધારાનું ચમકતું પ્રતીક બની ગયા. વિચારો પ્રત્યેની પ્રતિબદ્ધતા, સત્યતા અને પ્રમાણિકતા માટે તેમણે લોકોને પ્રભાવિત કર્યા હતા. આપણે તેજસ્વી પ્રતિનિધિ ગુમાવ્યા છે. 

સુરત શહેરમાં ઢોરમાર મારવામાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવા કેમ જરૂરી છે?

- મુજાહિદ નફીસ*  પ્રતિ, માનનીય અધ્યક્ષ, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC), નવી દિલ્હી વિષય: ગુજરાતના સુરત શહેરમાં ઢોરમાર મારવામાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની વિનંતી આદરણીય સાહેબ, હું તમારા ધ્યાન પર સુરત શહેરમાં પોલીસ અધિકારીઓ દ્વારા વ્યક્તિઓને નિર્દયતાથી માર મારતી એક ચિંતાજનક ઘટના લાવવા ઈચ્છું છું. સુરત સિટી પોલીસના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર સુરતના વરિયાવી માર્કેટ શ્રીજીની પ્રતિમા પર કાન્કરી ચાળો કરી શહેરની શાંતિ ભંગ કરનારને ઝડપી કાયદાનું ભાન વર્તન કર્યું લખ્યું હતું. "સુરતના વરિયાવી બજારમાં શ્રીજીની મૂર્તિ પર પથ્થર ફેંકીને શહેરની શાંતિને ખલેલ પહોંચાડનારાઓને પોલીસ દ્વારા કાયદાની જાણ કરવામાં આવી હતી." દલીલ ખાતર, એમ ધારી લઈએ કે, 7મી સપ્ટેમ્બરની રાત્રે મુસ્લિમ સગીરો દ્વારા પથ્થરમારો કરતી નોંધાયેલી ઘટના, કથિત રીતે, કથિત રીતે પોલીસ કર્મચારીઓ દ્વારા કરાયેલી ક્રૂર મારપીટને વાજબી ઠેરવતી નથી. શહેરમાં બહુમતી વસ્તી. પથ્થરમારાની ઘટના બાદ પોલીસે સગીરોને ઝડપી લેવા કાર્યવાહી કરી હતી. ત્યારબાદ, એક મોટું ટોળું એકઠું થયું અને આરોપીઓ સામે કડક સજાની માંગણી કરી, જેના કારણે સાંપ્રદાયિ

आरएसएस को लगता है चुनाव में भाजपा की सीटों में गिरावट का मुख्य कारण है दलित वोटों का इंडिया गठबंधन की ओर खिसक जाना

- राम पुनियानी*  भाजपा के लिए सन 2024 के लोकसभा चुनाव के नतीजे निराशाजनक रहे. लोकसभा में उसके सदस्यों की संख्या 303 से घट कर 240 रह गई. नतीजा यह कि पिछली बार जहाँ केवल नाम की गठबंधन (एनडीए) सरकार थी वहीं इस बार सरकार वास्तव में एक पार्टी की न होकर गठबंधन की नज़र आ रही है. पिछली और उसकी पिछली सरकारों में गठबंधन दलों की सुनने वाला कोई नहीं था. मगर अब इस बात की काफी अधिक संभावना है कि गठबंधन के साथी दलों की राय ओर मांगों को सरकार सुनेगी और उन पर विचार करेगी. इसके चलते भाजपा अपना हिन्दू राष्ट्रवादी एजेंडा उतनी आसानी से लागू नहीं कर पाएगी, जितना पहले कर लेती थी. इसके अलावा, इंडिया गठबंधन की ताकत में भी इजाफा हुआ है और राहुल गाँधी की लोकप्रियता में भी बढ़ोत्तरी हुई है. विपक्ष अब अपनी बात ज्यादा दमख़म से कह पा रहा है. 

संथाल परगना के बांग्ला-भाषी मुसलमान भारतीय हैं और न कि बांग्लादेशी घुसपैठिये

- झारखंड जनाधिकार महासभा*  हाल के दिनों में भाजपा लगातार प्रचार कर रही है कि संथाल परगना में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठिए आ रहे हैं जो  आदिवासियों की ज़मीन हथिया रहे है, आदीवासी महिलाओं  से शादी कर रहे हैं और आदिवासियों की जनसंख्या कम हो रही है. क्षेत्र में हाल की कई हिंसा की घटनाओं को जोड़ते हुए इन दावों पर सामाजिक व राजनैतिक माहौल बनाया जा रहा है. ज़मीनी सच्चाई समझने के लिए झारखंड जनाधिकार महासभा व लोकतंत्र बचाओ अभियान के एक प्रतिनिधिमंडल ने संथाल परगना जाकर हर सम्बंधित मामले का तथ्यान्वेषण किया. पाए गए तथ्यों को प्रेस क्लब, रांची में प्रेस वार्ता में साझा किया गया. 

झारखंड उच्च न्यायलय में केंद्र ने माना, संथाल परगना में ज़मीन विवाद में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव नहीं

- झारखंड जनाधिकार महासभा  संथाल परगना में बांग्लादेशी घुसपैठ मामले में झारखंड उच्च न्यायलय में केंद्र सरकार ने 12 सितम्बर 2024 को दर्ज हलफ़नामा में माना है कि हाल के ज़मीन विवाद के मामलों में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव स्थापित नहीं हुआ है. उच्च न्यायलय में भाजपा कार्यकर्ता द्वारा दर्ज PIL में दावा किया गया था कि बांग्लादेशी घुसपैठियों द्वारा आदिवासियों से  शादी कर ज़मीन लूटी जा रही है व घुसपैठ हो रही है.