પ્રતિ શ્રી,
પોલીસ મહાનિદેશક જેલ
પોલીસ મહાનિદેશક જેલ અને સુઘારાત્મક વહીવટની કચેરી,
(જેલ ભવન) સુભાસબ્રીજ સર્કલ પાસે, અમદાવાદ, ગુજરાત.
વિષય- સુરત જિલ્લા મધ્યસ્થ જેલ લાજપોરમાં સુરતમાં બનેલ બનાવના મુસ્લિમ આરોપીઓ સાથે બનેલ બનાવ બાબતે.
સાહેબ શ્રી, આપના ધ્યાનમાં લાવવું છે કે સુરત લાલગેટ પોલીસ સ્ટેશન એ -પાર્ટ 11210061240447 / 2024 BNS 109 115 વિગેરેના ગુંહાનકામમાં અટક કરી કોર્ટમાં રજૂ કરેલ અને કોર્ટે તારીખ 12/9/2024 ના રોજ સુરત જિલ્લા મધ્યસ્થ જેલ લાજપોર મુકામે મોકલેલ છે. જેમાં એક આરોપી શેખ ઈમામુલ ઈસ્માઈલ ઓસ્તાકની પત્ની મુનવરા ખાતૂન દ્વારા ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ને પત્ર લખી ને લાજપોર જેલના જેલર દ્વારા માર મારીને જાય શ્રી રામ બોલાવી ચંપલ મારવા મજબૂર કર્યાના આરોપ લગાવ્યા છે. પત્રમાં ઉલ્લેખ છે કે આ કેસ ના અન્ય આરોપીઓના કપડાં નિકાળી લઈ ને નગ્ન અવસ્થા માં પરેડ કરાવેલી અને અન્ય અત્યાચાર પણ થયી રહ્યું છે.
બીજા આરોપી ફિરોજ મુખતારશાહના ભાઈ જ્યારે જેલ મુલાકાત લેવા માટે સુરત જિલ્લા મધ્યસ્થ જેલ લાજપુર સુરત મુકામે ગયેલો ત્યાં આરોપી ફિરોજ મુખતારશાહ ભાઈને કહ્યું કે મારી સાથે જેલ માં પોલીસ અને પાકા કામ ના કેદી ઓએ જેલમાં અમાનુશી અત્યાચાર કરેલ અને જેલમાં પાકા કામના ૬ કેદીઓએ મારા ભાઈ ઉપર ગરમ ચા કપ વડે ફેંકેલ અને જય શ્રી રામના નારાઓ લગાવડાવેલ. ત્યારબાદ ત્યાં હાજર પોલીસે મારા ભાઈ તથા તેની સાથેના 23 આરોપીઓને 100 કરતાં વધારે ઉઠક બેઠક કરાવેલ અને વાળ પકડીને મારેલ ગાળો આપેલ અને ગમે તેમ બોલી અમાનુસી અત્યાચાર કરેલ.
સાહેબ આપ શ્રીની તાબા હેઠડ જેલમાં લોકો સુરક્ષિત નથી, એવી રીતે માનવ અધિકારોનું ભંગ થયી રહ્યું છે, જેથી આમરી આપ શ્રી થી નમ્ર અરજ છે કે આપ તાત્કાલિક લાજપોર જેલની વિઝિટ કરો અને ત્યાં ના લોકો સાથે વાત કરી જે કોઈ અધિકારી, કર્મચારી આ ગેરકાયદાકીય પ્રવૃત્તિ આચરી હોય કે સાથ આપતા હોય તેઓને કક્ડ માં કડક સજા થાય તે દાખલો બેસાડવું જોઇયે, જેથી લોકોના કાયદાકીય સંસ્થાઓ ઉપર વિસવાસ કાયમ રહે.
ન્યાય ની આશા સાથે...
---
*કન્વીનર, માયનોરીટી કોર્ડીનેશન કમેટી (MCC), ગુજરાત
Comments