પ્રતિ,
શ્રી ડો. મોહસીન લોખંડવાલા, ઇકબાલ સય્યદ શ્રી
અધ્યક્ષ શ્રી, ગુજરાત રાજ્ય વકફ બોર્ડ, હજ કમેટી, ગુજરાત, ગાંધીનગર.
સ્નેહીશ્રી,
દેશમાં અને રાજ્યોમાં વકફનો કાયદો જે હાલમાં છે આ કાયદો કેન્દ્રની ભાજપ સરકાર જળમૂળ થી બદલાવ માંગે છે જેનાં માટે ભાજપ સરકાર દ્વારા સંસદમાં "વકફ એમેડમેન્ટ બીલ" રજુ કરવામાં આવેલ છે પરંતુ વિપક્ષ પાર્ટીનાં સાંસદશ્રીઓનાં ઉગ્ર વિરોધનાં કારણે સરકારને સદર "વકફ એમેડમેન્ટ બીલ" સાંસદશ્રી જગદંબિકા પાલનાં નેતૃત્વમાં બનાવવામાં આવેલ લોકસભા/રાજ્યસભાનાં સાંસદશ્રીઓની જેપીસી (સંયુક્ત સંસદીય સમિતિ) સમક્ષ વધુ વિચારણા માટે મોકલવાની ફરજ પડેલ. જેપીસી દ્વારા દેશનાં નાગરિકો પાસે "વકફ એમેડમેન્ટ બીલ" સંદર્ભે વાંધા/સૂચનો માંગવામાં આવેલ જે બાબતે સમગ્ર દેશ માંથી કરોડો લોકો એ એમનાં વાંધા/સૂચનો રૂબરૂ/ ઈમેલ મારફત રજુ કર્યા છે.
નવા "વકફ એમેડમેન્ટ બીલ" ઇસ્લામની મૂળ ભાવના ની વિરુધ્ધ છે, અને હાલ ની કેન્દ્ર સરકાર આ એમેન્ડમેંટ કરીને મેસ્લિમો દ્વારા વકફ કરવામાં આવેલી સંપત્તિ અને જમીનો ને પોતાના હસ્તક લેવા માંગે છે જે બાબતે ગુજરાત સહિત સમગ્ર દેશનાં મુસ્લિમ સમાજમાં ઉગ્ર વિરોધ છે જેનાથી આપ વિદિત છો.
આપશ્રી ને અનુરોધ છે કે ,"વકફ એમેડમેન્ટ બીલ" બાબતે આવતીકાલે તા. ૨૭/૯/૨૦૨૪ નાં રોજ અમદાવાદ ખાતે જેપીસી રૂબરૂ પધારવાની હોય ત્યારે આપશ્રી ગુજરાત રાજ્ય વકફ બોર્ડનાં અધ્યક્ષ પદે અને હજ કમેટી તરફ થી સંપૂર્ણ જવાબદારી પૂર્વક આપ જેપીસી સમક્ષ સમગ્ર ગુજરાતનાં મુસલમાનો તરફથી રજૂઆત કરશો કે જેથી આ એમેંડમેંટના મધ્યમથી સરકાર ખોટી રીતે વકફ સંપત્તિ પર કબ્જો જમાવી શકે નહીં અને વકફ માટે "ઈસ્લામ ધર્મ" નાં નીતિ નિયમને અનુસરી લેખિત રજુઆત કરશો આવી બાબતમાં કોઈ રાજકીય દબાણમાં ભાજપનાં નીતિ નિયમને નહીં અનુસરો એવી વિનંતી છે.
---
*કન્વીનર, માયનોરીટી કોર્ડીનેશન કમેટી (MCC), ગુજરાત
Comments
Post a Comment
NOTE: While there is no bar on viewpoint, comments containing hateful or abusive language will not be published and will be marked spam. -- Editor