આપણે ૫ સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે કેમ ઉજવીએ છીએ એ સમજવું હોય તો રાધાકૃષ્ણનની અધ્યાપન સફર જોવી પડે
જુદા જુદા દિવસોની ઉજવણીમાં આપણે ઉત્સાહપૂર્વક ભાગ લઇએ છીએ અને હવે તો સોશિયલ મીડિયામાં ઉછીની લીધેલી તસવીરો ,લખાણો દ્વારા આ ઉજવણીનો આનંદ પ્રાપ્ત કરીએ છીએ .સવાલ એ છે કે ઉજવાતા દિવસો સાથે સંબંધિત વ્યક્તિઓના જીવનને આખું વર્ષ કદી યાદ કરીએ છીએ ? દેશને ઉન્નત માર્ગે લઈ જનાર મહાન વ્યક્તિઓની યાદ એક કર્મકાંડ બનીને રહી જાય છે .પાંચમી સપ્ટેમ્બર અર્થાત્ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ અને એટલે શિક્ષક દિવસ પણ ! ભારતની શાળાઓ અને કોલેજોમાં ભણાવતા શિક્ષકો માટેનો પણ દિવસ.એમ હોવા છતાં આ મહાન વિભૂતિ વિશે પાંચ સપ્ટેમ્બર સિવાય આપણે ક્યારે કોઈ ચર્ચા કરીએ છીએ .તેમની તસવીર પણ ભાગ્યેજ કોઈ શાળામાં આપણને એમના પ્રદાનની યાદ અપાવતી શોભે છે .ભારતના આ પૂર્વે રાષ્ટ્રપતિ ( ૧૮૮૮ - ૧૯૭૫ ) ના પ્રદાનની આજે વાત માંડીએ .
વર્ષ ૧૯૮૮ ની પાંચમી સપ્ટેમ્બરે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ રાજ્યની સીમા પાસેના ગામ તિરૂતની માં એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.તેમના પિતાની ઈચ્છા સંતાનને ભણાવવાની નહિ પણ મંદિરના પૂજારી બનાવવાની હતી પણ ભારતને નસીબમાં એક પૂજારી નહિ પણ એક વિદ્યાપુરુષ હતા .આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ શિષ્યવૃત્તિ લઈને ભણ્યા.પ્રારંભિક શિક્ષણ પછી તેઓ તિરુપતિની મિશન હાઈસ્કૂલમાં ભણ્યા અને પહેલાં વેલોરની કોલેજમાં અને પછી મદ્રાસની ક્રીશ્ચિયન કોલેજમાં ફિલોસોફી વિષય સાથે બી એ અને એમ એ થયા .અનુસ્નાતક ડિગ્રી પછી તેઓ વર્ષ ૧૯૦૯ માં મદ્રાસ પ્રેસીડન્સી કોલેજમાં આસિસ્ટન્ટ લેક્ચરર તરીકે શિક્ષણ કારકિર્દી શરૂ કરી.હિન્દુ તત્વજ્ઞાન ખાસ કરીને ઉપનિષદ ,ભગવદ્ ગીતા બ્રહ્મસૂત્ર તેમજ શંકરાચાર્ય અને રામાનુજ વિશેનો તેમનો ગહન અભ્યાસ વિદ્યાર્થીઓ સાથેની વર્ગખંડ ચર્ચાઓમાં પડઘાવા માંડ્યો. હિન્દુ તત્વજ્ઞાન ઉપરાંત યુવાન રાધાકૃષ્ણને બૌધ્ધ અને જૈન તત્વજ્ઞાન તેમજ પશ્ચિમના વિચારકો પ્લેટો , કાન્ટ અને બ્રેડલીના ચિંતન વિશેના અભ્યાસ પર પ્રભુત્વ મેળવ્યું.
આપણે ૫ સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે કેમ ઉજવીએ છીએ એ સમજવું હોય તો રાધાકૃષ્ણનની અધ્યાપન સફર જોવી પડે. વર્ષ ૧૯૧૮ માં યુનિવર્સિટી ઓફ મૈસૂરમાં ફિલોસોફીના પ્રોફેસર તરીકે પસંદગી પામ્યા .ત્રણ વર્ષ બસ ૧૯૨૧ માં કલકત્તા યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર તરીકે નિમાયા .અહી એક નોંધપાત્ર ઘટના બની હતી.મૈસુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોતાના આ વિદ્વાન પ્રોફેસરને અદભૂત વિદાય આપી.ફૂલોથી સજાવેલા એક રથમાં તેઓને રેલવે સ્ટેશન લઈ ગયા અને હા આ રથને વિદ્યાર્થીઓએ પોતે ચલાવ્યો . Indian Philosophy નામનું તેમનું પુસ્તક ૧૯૨૩ માં પ્રકાશિત થયું અને જગપ્રસિદ્ધ બન્યું માં.તેને પગલે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ હિન્દુ તત્વજ્ઞાન પર વ્યાખ્યાનો આપવા નિમંત્ર્યા .આ પ્રોફેસરે ત્યાં માત્ર વ્યાખ્યાનો જ ન આપ્યા પણ સાથે ભારતની સ્વતંત્રતાની હિમાયત પણ કરતા રહ્યા .૧૯૩૧ માં બ્રિટનના રાજા પંચમ જ્યોર્જના હસ્તે તેઓના ઉત્તમ શિક્ષણ પ્રદાન માટે નાઈટહૂડથી સન્માનિત થયા.ઇંગ્લેન્ડમાં તેઓના વ્યાખ્યાનો સાંભળી વિશ્વ પ્રસિદ્ધ અંગ્રેજ વિદ્વાન એચ એન સ્પેલડિંગ એટલા પ્રભાવિત થયા કે તેઓએ ઓક્સફર્ડ યુનવર્સિટીમાં ' Eastern Religions and Ethics નામે ચેર સ્થાપિત કરી.
માત્ર ૪૨ વર્ષની ઉમ્મરે સર્વપલ્લી રાધાકૃષ્ણન્ આંધ્ર યુનિવર્સિટીના કુલપતિ બન્યા હતા.અને ૧૯૩૯ માં બનારસ હિન્દુ યુનિવર્સિટીના કુલપતિપદે પ્રતિષ્ઠા પામ્યા . વર્ષ ૧૯૪૬ માં તેઓ યુનેસ્કોમાં એમ્બેસેડર તરીકે નિમાયા.આઝાદી બાદ ભારત સરકારે તેઓની સેવા' યુનિવર્સિટી એજ્યુકેશન કમિટી' ના અધ્યક્ષ તરીકે લીધી અને પરિણામે ભારતના શિક્ષણ સુધારાની દિશામાં રાધાકૃષ્ણન કમિટીની ઉત્તમ ભલામણો દેશને પ્રાપ્ત થઈ .તત્વજ્ઞાનના એક પ્રોફેસરનું પ્રદાન માત્ર વર્ગખંડોમાં ન રહેતાં ભારતને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત કરવા સુધી વિસ્તરે એવા ઉદાહરણો બહુ ઓછાં છે અને તેમાં સર્વપલ્લી રાધાકૃષ્ણન્ શિરમોર હતા.વર્ષ ૧૮૪૮ માં તેઓ સોવિયેત યુનિયનમાં ભારતીય રાજદૂત બન્યા .તેમની રાજદ્વારી ભૂમિકાને કારણે ભારત અને સોવિયેત રશિયા વચ્ચેના સંબંધોનો મજબૂત પાયો નંખાયો .૧૯૫૨ માં તેઓ ભારતના ઉપ રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા.પંડિત નેહરુ રાધાૃષ્ણનની બહુમુખી પ્રતિભાના પ્રશંસક હતા.બે સત્ર સુધી ઉપ પ્રમુખ રહીને વર્ષ ૧૯૬૨ માં ભારતના સર્વોચ્ચ પદે અર્થાત્ રાષ્ટ્રપતિ બન્યા.૧૯૫૪ માં તેઓ ' ભારત રત્ન ' થી સન્માનિત થયા હતા.તેમના રાષ્ટ્રપતિના સમયકાળ દરમિયાન ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધનો કપરો કાળ હતો પણ તેઓની ભૂમિકા દેશને સુરક્ષિત રાખવામાં મહત્વની રહી હતી.૧૯૬૭ માં તેઓ રાષ્ટ્રપતિ પદે નિવૃત્ત થયા .મહાત્મા ગાંધીથી પ્રભાવિત સાદગીભર્યા આ શિક્ષકે ગાંધી વિશે ઉત્તમ પુસ્તક લખ્યું છે.૧૭ એપ્રિલ ,૧૯૭૫ ના.દિવસે ચેન્નાઇમાં તેઓનું અવસાન થયું.
Comments
Post a Comment
NOTE: While there is no bar on viewpoint, comments containing hateful or abusive language will not be published and will be marked spam. -- Editor