RSS/વડાપ્રધાન/ અદાણી/અંબાણી એવું માને છે કે ઉચ્ચ હોદા પર માત્ર ઉપલા ત્રણ વર્ણના લોકો જ લાયક હોય છે. SC/ST/OBC સમુદાયના લોકોમાં લાયકાત હોતી નથી. એટલે જ ભારત સરકારના સચિવોમાં SC/ST/OBCનું પ્રમાણ તેમની વસ્તીના પ્રમાણમાં નહિવત છે. એવું જ અદાણી/ અંબાણીની કંપનીઓમાં પણ ટોચના સ્થાને SC/ST/OBCનું પ્રમાણ નહિવત છે. સરકાર પાસેથી જમીનો/ જંગલો / સવલતો/ ટેક્સ માફી/ લોન / પર્યાવરણની મંજૂરીઓ વગેરે લેવી છે પણ પોતાની કંપનીના દરવાજા SC/ST/OBC માટે બંધ રાખે છે. આ વ્યવસ્થાને ‘મનુસ્મૃતિ મોડેલ’/ ‘ગુજરાત મોડેલ’ કહી શકાય.
UPSCએ, 18 ઓગસ્ટ 2024ના રોજ lateral entry દ્વારા 45 joint secretaries, directors, deputy secretariesની ભરતી કરવાની જાહેરખબર આપી છે. જેથી દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે.
લેટરલ એન્ટ્રી શું છે? લેટરલ એન્ટ્રી એટલે સીધી ભરતી, સીધી નિયુક્તિ. તેની શરુઆત 2018માં થઈ હતી. સરકાર (વડાપ્રધાન) માને છે કે ખાનગી ક્ષેત્રના અનુભવી અધિકારીઓને સરકારી ઉચ્ચ હોદ્દા પર બેસાડવાથી બ્યુરોક્રસીને ગતિ મળે.
બંધારણના આર્ટિકલ- 16માં જાહેર નોકરીમાં તકની સમાનતાની; આર્ટિકલ-16 (4) હેઠળ વંચિત વર્ગોની ભાગીદારી જળવાય તેની; આર્ટિકલ- 315માં કેન્દ્ર તથા રાજ્યોના પબ્લિક સર્વિસ કમિશન અંગેની જોગવાઈ છે. બંધારણની જોગવાઈ મુજબ સરકારના ઉચ્ચ અધિકારીઓની પસંદગી UPSC કરે છે; જેને આપણે IAS/IPS વગેરે કેડરથી ઓળખીએ છીએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોમાં તેઓ ચીફ સેક્રેટરી સુધીના હોદ્દા સંભાળતા હોય છે. એક IAS-Indian Administrative Service ને 17-18 વરસની નોકરી થાય ત્યારે તે જોઈન્ટ સેક્રેટરી બને છે. આ જોઈન્ટ સેક્રેટરીના હોદ્દા ઉપર સરકાર IAS ન હોય તેવી વ્યક્તિની પણ નિમણૂંક કરી શકે, તે સીસ્ટમને ‘લેટરલ એન્ટ્રી’ કહે છે. દેશમાં જોઈન્ટ સેક્રેટરીની 341 જગ્યાઓ છે, તેમાં 249 હોદ્દા ઉપર IAS અધિકારીઓ જ હોય છે. લેટરલ એન્ટ્રીથી સર્વિસ કરતા IAS અધિકારીઓ/ભવિષ્યમાં IAS અધિકારી બનવાની ઝંખના રાખતા યુવાનો/ પછાત વર્ગોને ચિંતા બેઠી છે ! શું Lateral Entry -લેટરલ એન્ટ્રી, અનામત ભૂંસવાની યુક્તિ છે? શું લેટરલ એન્ટ્રી એ ‘નોકરશાહીનું ખાનગીકરણ’ છે?
સરકાર ઈચ્છે કે ‘લોકોની સેવા માટે, talented /motivated /રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી કરવા ઈચ્છતા હોય તેવા અધિકારી હોવા જોઈએ.’ વૈશ્વીકરણે સરકારનું કામ જટિલ કરી દીધું છે. એટલે આ ક્ષેત્રમાં વિશેષજ્ઞતા/કૌશલની જરુર ઊભી થઈ છે. અર્થવ્યવસ્થા/ ટેકનોલોજી/ અંતરિક્ષ /બાયોટેકનોલોજી/ ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોમાં થિંક-ટેન્કની જરુરિયાત ઊભી થઈ છે. વિશિષ્ટ પ્રકારની સેવાની જરુર હોય ત્યાં નિષ્ણાંત વ્યક્તિની નિમણૂંક કરવી આવશ્યક છે. વિષયમાં નિષ્ણાત વ્યક્તિ IAS ન હોય તો પણ શ્રેષ્ઠ હોઈ શકે છે; જેમકે મનમોહનસિંહ/ સામ પિત્રોડા/ વર્ગીજ કુરિયન/ યોગેન્દ્ર અલઘ/ રઘુરામ રાજન/ ઉર્જિત પટેલ વગેરે. લેટરલ એન્ટ્રી કોઈ નવી બાબત નથી, અમેરિકામાં છે જ. ટેકનોલોજી ક્ષેત્રમાં UK/ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં પણ લેટરલ એન્ટ્રી છે જ. તજજ્ઞ તરીકે ઉચિચ હોદ્દા પર સરકાર કોઈની સેવા લે તેવી સામે વાંધો ન હોય; પરંતુ સચિવ તરીકે ‘સામૂહિક ભરતી’ લેટરલ એન્ટ્રીથી કરે તે વાંધાજનક કહેવાય. DoPT-Department of Personnel and Training ની માહિતી મુજબ ઉચ્ચ હોદ્દાઓ ઉપર વંચિત વર્ગોનું પ્રતિનિધિત્વ સાવ ઓછું છે. 2019માં; સેક્રેટરીની કુલ જગ્યા 89 હતી; તેમાં SC-1/ ST-3 હતા; જે 13 અને 7 હોવા જોઈએ. એડિશ્નલ સેક્રેટરીની કુલ જગ્યા 93 હતી; તેમાં SC-6/ ST-5 હતા; જે 14 અને 7 હોવા જોઈએ. જોઈન્ટ સેક્રેટરીની કુલ જગ્યા 275 હતી; તેમાં SC-13/ ST-9 હતા; જે 41 અને 21 હોવા જોઈએ. આ સ્થિતિમાં વંચિત વર્ગોને શંકા ઉદ્દભવે તે સ્વાભાવિક છે. UPSCની તૈયારી કરતા પ્રતિભાશાળી યુવાનોના હક્ક પર આ તરાપ છે. આ વહિવટી ઢાંચા અને સામાજિક ન્યાય વિરુદ્ધનું પગલું છે.
બ્યુરોક્રસી સહિત દેશના મહત્વના પદો પર વંચિતોનું પ્રતિનિધિત્વ નથી; તેમાં સુધારો કરવાની જગ્યાએ લેટરલ એન્ટ્રી દ્વારા ‘IASનું ખાનગીકરણ’ કરી, ઉચ્ચ પદોથી SC/ST/OBC ને દૂર કરવાની અને ગોડસેવાદીઓ મારફતે વહિવટ કરવાની વડાપ્રધાન દાનત છે. અદાણીના હિતો સાચવવા જ SEBI-Securities and Exchange Board of India ના અધ્યક્ષ તરીકે નોન-IAS Madhabi Puri Buchની નિમણૂંક વડાપ્રધાને કરી છે, જે સખત વાંધાજનક કહી શકાય. વડાપ્રધાનને પણ સચિવ તરીકે બ્રાહ્મણ/ ગોડસે જોઈએ છે. એટલે UPSC મારફતે સચિવ તરીકે ગોડસેની ભરતી કરી રહ્યા છે. આ બંધારણ વિરુદ્ધનું કૃત્ય છે. કેન્દ્ર સરકારે જુદાં જુદાં ખાતાઓમાં મહત્વના પદો માટે ‘લેટરલ એન્ટ્રી’ મારફતે ગોડસેની ભરતી કરી SC/ST/OBCની અનામત છીનવી લીધી છે !
Comments