सीधे मुख्य सामग्री पर जाएं

આ હૉસ્ટેલમાં ગુજરાત સરકારની અકાર્યક્ષમતાને કારણે અત્યારે એક પણ વિદ્યાર્થિની રહી શકતી નથી

- સંજય સ્વાતિ ભાવે 

કૉલેજોનું પહેલું સત્ર શરૂ થયે દોઢ મહિનો વીતી ગયો છે,ઘણી વિદ્યાશાખાઓના પહેલાં વર્ષ સહિતના બધા વર્ષોના વર્ગો શરૂ થઈ ચૂક્યા છે.પણ અમદાવાદની ગુજરાત કૉલેજ નજીક આવેલી સરકારી કન્યા છાત્રાલય હજુ સુધી ખૂલી નથી.
ગુજરાત સરકારની આ હૉસ્ટેલ ચાર માળની છ ઇમારતોમાં સાડા ત્રણસો જેટલી વિદ્યાર્થિનીઓના નિવાસની ક્ષમતા ધરાવે છે.અહીં એક સત્રની ફી એક હજાર રૂપિયા જેટલી છે (અનામત વર્ગ માટે ફી મુક્તિ છે).
ફીની રકમમાં અહીં સાતેય દિવસ બે ટંક ધોરણસરનું જમવાનું પણ આવી જાય છે. મધ્યમ કદના અને હવા-ઉજાસવાળા બે/ત્રણ વિદ્યાર્થિનીઓ માટેના ઓરડા છે. તેમાં દરેક વિદ્યાર્થિનીને એક પલંગ,એક કબાટ અને એક-એક ટેબલ-ખુરશી મળે છે.હૉસ્ટેલની સ્વચ્છતા અને સુરક્ષાવ્યવસ્થા ધોરણસરની છે.
આટલી વ્યવસ્થાવાળી હૉસ્ટેલમાં ગુજરાત સરકારની અકાર્યક્ષમતાને કારણે અત્યારે એક પણ વિદ્યાર્થિની રહી શકતી નથી.ગયા શૈક્ષણિક વર્ષના અંતથી એટલે કે મે મહિનાથી અહીં સમારકામ જ ચાલુ છે !

તો આ છાત્રાલયની વિદ્યાર્થિનીઓ ક્યાં રહે છે ?

કેટલીક વિદ્યાર્થીનીઓ પી.જી.(પેઇન્ગ ગેસ્ટ)નિવાસ વ્યવસ્થામાં,કેટલીક શહેરમાં વસતાં સગાંને ત્યાં રહે છે.કેટલીક છોકરીઓ ઘરે જ રહે છે અને અભ્યાસમાં નુકસાન વેઠે છે.
પી.જી.મોંઘી વ્યવસ્થા છે.તેમાં દર મહિને છ થી દસ હજાર રૂપિયા ભાડું હોય છે, એક રૂમમાં ચાર-પાંચ જણ રહે છે.વૉશરૂમ યુનિટ મોટે ભાગે એક કે બે જ હોય છે.રહેનારાંની સંખ્યા જેટલી ઓછી,જેટલી સગવડ,જેવો વિસ્તાર,જેટલું બસ સ્ટૅન્ડ અને જીવનજરૂરિયાતનું બજાર નજીક તેટલું ભાડું વધારે.
યુવતીઓ માટેનાં પી.જી. ઓછાં અને કંઈક વધુ મોંઘાં છે.તેનું પહેલું કારણ આપણા સમાજના મોટા હિસ્સાનો સ્ત્રીઓ તરફ જોવાનો નજરિયો જે સ્ત્રી-વિરોધી,કે સ્ત્રીને સાથ કે ટેકો ન આપનારો અને પુરુષ-પ્રધાન છે.
સમાજના આવા નજરિયાને કારણે સોસાયટી/એપાર્ટમેન્ટ્સમાં યુવતીઓને પી.જી. મળવામાં ઘણી મુશ્કેલી પડે છે. પી.જી,નો વ્યવસાય કરનારા રોકાણકારો મહિલા પી.જી.માં ઓછા પડે છે.એટલે યુવતીઓના પી.જી. સરખામણીએ ઓછાં છે.માગ વધુ,પુરવઠો ઓછો,એટલે ભાવ વધુ.
કૉલેજમાં ભણતી યુવાન વ્યક્તિને સગાંને ત્યાં - એમાંય અમદાવાદ જેવાં શહેરમાં - રહીને ભણવું એ સામાજિક-આર્થિક-વ્યવહારુ રીતે અનુકૂળ વિકલ્પ બંને પક્ષે ભાગ્યે જ બને(સંયુક્ત કુટુંબનો મહિમા આમાં ઓછો કામ કરે છે). એમાંય આ તો છોકરીને પોતાને ત્યાં રાખવાની વાત(આમ ભલે આપણે ‘દીકરી.. દીકરી’ ની દુહાઈ દેતા હોઈએ)!
જે વિદ્યાર્થિનીઓ માટે આ બંને વિકલ્પ બંધ છે તેઓ અભ્યાસમાં નુકસાન વેઠી રહી છે. કૉલેજમાં વર્ગની હાજરીના નિયમને કારણે તેમને મુશ્કેલી પડે તેમ પણ બને.
સમર્પિત સંગઠન ડેમોક્રેટિક સ્ટુડન્ટસ ઑર્ગેનાઇઝેશન (ડી.એસ.ઓ.) પાસેથી એમ પણ જાણવા મળે છે કે ઉપરોક્ત છાત્રાલયનો એકાદ બ્લૉક તો ઘણાં સમયથી બંધ જ છે,અને હવે ખંડિયેર થતો જાય છે.
અન્ય ત્રણ સરકારી કન્યા છાત્રાલયો(અને કુમાર છાત્રાલયો પણ) સુદ્ધાં વર્ષોથી મોડાં શરૂ થાય છે.આ અંગે સંગઠનની રજૂઆતો પછી તેમાં નજીવો ફેર પડ્યો છે. કાર્યકર્તાઓએ આ હૉસ્ટેલની અનેક પ્રકારની અગવડોને લગતી રજૂઆતો તરફ પણ તંત્રએ ભાગ્યે જ ધ્યાન આપ્યું છે.
ધ્યાનમાં લેવા જેવો મુદ્દો એ પણ છે કે અમદાવાદની સરકારી હૉસ્ટેલોમાં રહેતાં યુવક-યુવતીઓમાંથી મોટાભાગના મધ્યમ વર્ગના,ગરીબ કે શ્રમજીવી વર્ગના છે.
તેમાંથી ઘણાં એવા અંતરિયાળ ગામોમાં રહે છે કે જ્યાં દિવસમાં એક-બે બસો જ જતી હોય.સરકારી હૉસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટે મેરિટ,અનામત અને અનુદાનિત કૉલેજોમાં અભ્યાસ એ પૂર્વશરતો છે.
અમદાવાદ,વડોદરા અને સૂરત જેવા શહેરોમાં કૉલેજ શિક્ષણ માટે ગુજરાતભરમાંથી ધસારો રહે છે.જે યુવાઓને સરકારી, પોતાની કૉલેજની કે જ્ઞાતિની હૉસ્ટેલ્સમાં પ્રવેશ મળતો નથી તેમાંથી થોડાંક રૂમ ભાડે રાખીને રહે છે.
બાકીનાં મોટા ભાગના હવે પી.જી.માં રહે છે,જે બધાં મા-બાપને પોષાતો હોતું નથી.પી.જી. એ શહેરોમાં ધીખતો ધંધો છે.

ગુજરાતમાં શિક્ષણમાં ડ્રૉપ-આઉટ રેટ :

પ્રખર અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ આ અંગે માહિતી આપે છે.સરકારી આંકડા ટાંકીને તેઓ કહે છે કે 2012માં ગુજરાતમાં પહેલાં ધોરણમાં 17 લાખ જેટલા વિદ્યાર્થીઓ દાખલ થયા હતા.
તેમાંથી 2024 માં બારમાની બોર્ડની પરીક્ષા સુધી માત્ર 4 લાખ 77 હજાર વિદ્યાર્થીઓ પહોંચ્યા.તેમાંથી આખા ગુજરાતમાં બધી શાખાઓમાં થઈને 3 લાખ 10 હજાર વિદ્યાર્થીઓએ કૉલેજોમાં પ્રવેશ લીધો.
તેઓ ઉમેરે છે કે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના આંકડા પ્રમાણે કૉલેજમાં આભ્યાસમાં જોડાનારા દેશના વિદ્યાર્થીઓનો આંકડો 100 માંથી 26 છે, જ્યારે ગુજરાતમાં તે 100 માંથી 22 છે.
ભણતર છોડી દેવાની (કે આપવા ખાતર શિક્ષણ આપવાની) આ પ્રક્રિયામાં કન્યાઓનો પહેલો ભોગ લેવાય છે એ વાત તો જાણીતી છે.ગુજરાતમાં કન્યાશિક્ષણનો તાજેતરનો ડ્રૉપ આઉટ રેટ સેકન્ડરી કક્ષાએ 15.9% છે એવી માહિતી 13 ફેબ્રુઆરી 2023 તારીખે લોક સભામાં શિક્ષણ વિભાગે પૂરી પાડી હતી એ વિગત ડી.એસ.ઓ. એ પૂરી પાડી છે.
સંગઠને એમ પણ માહિતી આપી છે કે રાષ્ટ્રીય કક્ષાએ હાઇસ્કૂલ લેવલે કન્યાશિક્ષણમાં સરેરાશ ડ્રૉપઆઉટ 14.6% છે,જે ગુજરાતમાં 23.3% છે. આ આંકડા Journal for Reattach Therapy and Developmental Diversities માં 2021 માં ગુજરાત વિદ્યાપીઠના ડૉ. હિતેશ જાગાણીએ નોંધી છે.
ગુજરાતમાં ગયાં છવ્વીસ વર્ષથી ભારતીય જનતા પક્ષ સિવાય કોઈ પક્ષની સરકાર નથી.અત્યારે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ-ચાન્સલર એક મહિલા છે. ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ ભાજપ સરકારનું જ સૂત્ર છે.આ બધાં છતાંય ગુજરાતમાં સ્ત્રી શિક્ષણની અવદશાનો ઉપરોક્ત કન્યા છાત્રાલય માત્ર એક દાખલો છે.
નેતા આવવાના હોય ત્યારે ઊભા મોલ વાઢીને પણ હેલિપેડ રાતોરાત બની જાય છે. વાઇબ્રન્ટ સમિટના દેશવિદેશના માલેતુજારો માટે ઝટકામાં ઝાડ કાપીને ચકચકાટ રસ્તા ઝડપભેર બની જાય છે.
પણ આપણા નિંભર શાસક વર્ગને સામાન્ય માણસની કિંમત નથી, તેમાં મહિલાઓની તો ખાસ નહીં.
અન્યથા મુઝફ્ફરનગર, ઉન્નાઓ કે હાથરસની પીડિતાઓ કે બિલ્કીસ બાનુ કે જાતીય સતામણી સામે મોરચો માંડનાર વીનેશ અને તેમનાં સાથીઓ ન્યાય માટે રઝળે ?
આ સરકારી છાત્રાલયની વિદ્યાર્થિનીઓ હોસ્ટેલ-વિહોણી રહે ?

टिप्पणियाँ

ट्रेंडिंग

સીતારામ યેચુરી માટે રાષ્ટ્ર અને તેના લોકોની જરૂરિયાતો વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓથી ઉપર હતી

- રમેશ સવાણી  જીવંત, નમ્ર, સમાજ સાથે જોડાયેલા CPI(M)ના નેતા સીતારામ યેચુરી (12 ઓગસ્ટ 1952/ 12 સપ્ટેમ્બર 2024) 72મા વર્ષે આપણને છોડી ગયા છે. અત્યંત પ્રતિભાશાળી નેતા તરીકે, તેમણે ભારતીય રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું અને માર્ક્સવાદી વિચારધારાનું ચમકતું પ્રતીક બની ગયા. વિચારો પ્રત્યેની પ્રતિબદ્ધતા, સત્યતા અને પ્રમાણિકતા માટે તેમણે લોકોને પ્રભાવિત કર્યા હતા. આપણે તેજસ્વી પ્રતિનિધિ ગુમાવ્યા છે. 

आरएसएस को लगता है चुनाव में भाजपा की सीटों में गिरावट का मुख्य कारण है दलित वोटों का इंडिया गठबंधन की ओर खिसक जाना

- राम पुनियानी*  भाजपा के लिए सन 2024 के लोकसभा चुनाव के नतीजे निराशाजनक रहे. लोकसभा में उसके सदस्यों की संख्या 303 से घट कर 240 रह गई. नतीजा यह कि पिछली बार जहाँ केवल नाम की गठबंधन (एनडीए) सरकार थी वहीं इस बार सरकार वास्तव में एक पार्टी की न होकर गठबंधन की नज़र आ रही है. पिछली और उसकी पिछली सरकारों में गठबंधन दलों की सुनने वाला कोई नहीं था. मगर अब इस बात की काफी अधिक संभावना है कि गठबंधन के साथी दलों की राय ओर मांगों को सरकार सुनेगी और उन पर विचार करेगी. इसके चलते भाजपा अपना हिन्दू राष्ट्रवादी एजेंडा उतनी आसानी से लागू नहीं कर पाएगी, जितना पहले कर लेती थी. इसके अलावा, इंडिया गठबंधन की ताकत में भी इजाफा हुआ है और राहुल गाँधी की लोकप्रियता में भी बढ़ोत्तरी हुई है. विपक्ष अब अपनी बात ज्यादा दमख़म से कह पा रहा है. 

संथाल परगना के बांग्ला-भाषी मुसलमान भारतीय हैं और न कि बांग्लादेशी घुसपैठिये

- झारखंड जनाधिकार महासभा*  हाल के दिनों में भाजपा लगातार प्रचार कर रही है कि संथाल परगना में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठिए आ रहे हैं जो  आदिवासियों की ज़मीन हथिया रहे है, आदीवासी महिलाओं  से शादी कर रहे हैं और आदिवासियों की जनसंख्या कम हो रही है. क्षेत्र में हाल की कई हिंसा की घटनाओं को जोड़ते हुए इन दावों पर सामाजिक व राजनैतिक माहौल बनाया जा रहा है. ज़मीनी सच्चाई समझने के लिए झारखंड जनाधिकार महासभा व लोकतंत्र बचाओ अभियान के एक प्रतिनिधिमंडल ने संथाल परगना जाकर हर सम्बंधित मामले का तथ्यान्वेषण किया. पाए गए तथ्यों को प्रेस क्लब, रांची में प्रेस वार्ता में साझा किया गया. 

भारत में मुसलमानों और ईसाईयों के बारे में गलत धारणाएं ही उनके खिलाफ हिंसा की मुख्य वजह

- राम पुनियानी*  जुलाई 2024 में इंग्लैड के कई शहरों में दंगे और उपद्रव हुए. इनकी मुख्य वजह थीं झूठी खबरें और लोगों में अप्रवासी विरोधी भावनाएं. अधिकांश दंगा पीड़ित मुसलमान थे. मस्जिदों और उन स्थानों पर हमले हुए जहां अप्रवासी रह रहे थे. इन घटनाओं के बाद यूके के ‘सर्वदलीय संसदीय समूह’ ने भविष्य में ऐसी हिंसा न हो, इस उद्देश्य से एक रपट जारी की. रपट में कहा गया कि “मुसलमान तलवार की नोंक पर इस्लाम फैलाते हैं” कहने पर पाबंदी लगा दी जाए. इस्लामोफोबिया की जड़ में जो बातें हैं, उनमें से एक यह मान्यता भी है.

झारखंड उच्च न्यायलय में केंद्र ने माना, संथाल परगना में ज़मीन विवाद में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव नहीं

- झारखंड जनाधिकार महासभा  संथाल परगना में बांग्लादेशी घुसपैठ मामले में झारखंड उच्च न्यायलय में केंद्र सरकार ने 12 सितम्बर 2024 को दर्ज हलफ़नामा में माना है कि हाल के ज़मीन विवाद के मामलों में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव स्थापित नहीं हुआ है. उच्च न्यायलय में भाजपा कार्यकर्ता द्वारा दर्ज PIL में दावा किया गया था कि बांग्लादेशी घुसपैठियों द्वारा आदिवासियों से  शादी कर ज़मीन लूटी जा रही है व घुसपैठ हो रही है.  

डबल बुलडोज़र भाजपा राज नहीं चाहिए, हेमंत सरकार जन वादे निभाए: ग्रामीणों की आवाज़

- झारखंड जनाधिकार महासभा  आज राज्य के विभिन्न जिलों से 2000 से अधिक लोग राजधानी रांची पहुंचे और हेमंत सोरेन सरकार को अपूर्ण वादों और झारखंड से भाजपा को भगाने की ज़रूरत को याद दिलाए. झारखंड जनाधिकार महासभा ने राज भवन के समक्ष धरने का आयोजन किया. धरने में आये लोगों के नारे “भाजपा हटाओ, झारखंड बचाओ” और “हेमंत सोरेन सरकार, जन मुद्दों पर वादा निभाओ” क्षेत्र में गूँज रहा था.

जाति जनगणना पर दुष्प्रचार का उद्देश्य: जाति को ऐसी सकारात्मक संस्था बताना, जो हिन्दू राष्ट्र की रक्षा करती आई है

- राम पुनियानी*  पिछले आम चुनाव (अप्रैल-मई 2024) में जाति जनगणना एक महत्वपूर्ण मुद्दा थी. इंडिया गठबंधन ने जाति जनगणना की आवश्यकता पर जोर दिया जबकि भाजपा ने इसकी खिलाफत की. जाति जनगणना के संबंध में विपक्षी पार्टियों की सोच एकदम साफ़ और स्पष्ट है.