सीधे मुख्य सामग्री पर जाएं

રોમેલ સુતરિયાએ આદિવાસીઓને બોલતાં કર્યા, મુદ્દાની સમજ આપી અને આંખથી આંખ મિલાવીને વાત કરતા શીખવ્યું

- સંજય સ્વાતિ ભાવે 

એક દાયકાથી વધુ સમય આદિવાસી સમુદાયોના પ્રશ્નોના ઉકેલ માટે મથનારા યુવા રાજકીય કર્મશીલ રોમેલ સુતરિયા(1989-2024)નું 35 વર્ષની ઉંમરે 01 ઑગસ્ટના ગુરુવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું.
તેમની સ્મૃતિસભા ‘રોમેલની વાતો,રોમેલની યાદો’ નામે 4 ઑગસ્ટના રવિવારની સાંજે અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્મારક ભવનમાં યોજવામાં આવી હતી.
રોમેલના મિત્રો, સાથીઓ અને નાગરિક સમાજે યોજેલા આ કાર્યક્રમમાં સભાગૃહ ખીચોખીચ ભરેલું હતું.કેટલાંકને ભોંય કે મંચ પરની ખાલી જગ્યામાં તો કેટલાંકને ભોંય પર બેસવું પડ્યું.
રોમેલને ત્વરિત અંજલિ આપતો ધોરણસરનો લેખ નવજીવન ન્યૂઝ પોર્ટલ પર જાણીતા ગાંધી-સંશોધક અને કૉલમિસ્ટ કિરણ કાપૂરેએ લખ્યો છે. તે મુજબ જમીની સ્તરે મથામણ કરીને આદિવાસીઓ માટે સરકાર સામે અવાજ ઊઠાવે તેવા જૂજ શહેરી યુવાનોમાં રોમેલ હતો.તેમના ફેસબુક અકાઉન્ટ પર આજે પણ તેમની ઓળખરૂપી જે શબ્દો : “खुदको बदलते हुए एक बहेतर समाज की दिशा मे थोडा जले के अंधेरा बहुत है”.
કિરણ જણાવે છે કે 2014ના અરસામાં થયેલું વ્યારા આદિવાસી આંદોલનનું નેતૃત્વ રોમેલે કર્યું હતું. રોમેલની તે વખતે ઉંમર 25 વર્ષની હતી.આ આંદોલનની શરૂઆત વ્યારા સ્થિત આદિવાસી ખેડૂતો દ્વારા થઈ હતું.
આંદોલનનું કારણ એ હતું ખેડૂતો પાસેથી ખરીદેલી 93 હજાર ટન શેરડીનું પિલાણ થયું,પણ તેનાં નાણાં 1300 આદિવાસીભાઈઓને ન મળ્યા. પહેલાં તો તેની રજૂઆતો થઈ,સભાઓ ભરવામાં આવી.પરંતુ નાણાં મળ્યા નહીં.
આખરે આદિવાસી ખેડૂત સંઘની સ્થાપના થઈ અને તેનું નેતૃત્વ રોમેલને ભાગે આવ્યું. અમદાવાદ શહેરમાં રહેતા રોમેલ વ્યારાના આદિવાસીઓના સંઘના આગેવાન હતા. આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદિત કર્યા વિના આ શક્ય ન બને.
રોમેલના નેતૃત્વમાં રોમેલ અને આદિવાસી ખેડૂત સંઘના પ્રતિનિધિઓ પહેલા રાજ્યપાલને મળ્યા, મુખ્યમંત્રીને મળ્યા અને તે પછી વિધાનસભા ખાતે વિરોધ પ્રદર્શન કર્યા,તેમ છતાં તેમાં આદિવાસી ખેડૂતભાઈનો અવાજ કોઈએ ન સાંભળ્યો આખરે અહિંસક આંદોલન શરૂ કર્યું,પોલીસે તેમાં દોઢસો લોકોની ધરપકડ કરી.તે પછી આમરણાંત ઉપવાસ કર્યાં અને મુખ્યમંત્રીએ જાહેરાત કરવી પડી કે આદિવાસી ખેડૂતોને 50 ટકા નાણાં ચૂકવવામાં આવશે.ખેડૂતોને અડધા નાણાં ચૂકવવામાં આવ્યા. જોકે,આ આંદોલનથી આદિવાસી સમાજ એક થઈને લડી શકે છે તે જોવા મળ્યું. રોમેલ આ પૂરા આંદોલનનું નેતૃત્ત્વ સફળતાપૂર્વક કર્યું હતું.
રોમેલ જળ,જમીન અને જંગલ મુદ્દે આદિવાસી સમાજ જાગ્રતતા લાવી શકાય તે માટે કાર્યક્રમો કર્યા. આદિવાસી યુવાનો મુખ્યધારામાં આવે અને પોતાના પ્રશ્નોનો અવાજ પોતે ઉઠાવી શકે તે માટે તેમનું નેતૃત્વ ઘડતરનું કાર્ય કર્યું.
તેઓને બોલતાં કર્યા, મુદ્દાની સમજ આપી અને આંખથી આંખ મિલાવીને વાત કરતા શીખવ્યું. આદિવાસી સમાજની સ્થિતિ અને વ્યથા જાણવા માટે રોમેલ પત્રકારો માટે અને શહેરી કર્મશીલો માટે કડીરૂપ હતા. રોમેલની વિદાયથી એ કડી તૂટી ગઈ છે.
રોમેલની સ્મરણ-સભામાં મંચ પર એવી વ્યક્તિઓ હતી કે જેમણે રોમેલના ઘડતરમાં ફાળો આપ્યો હોય. તેમણે રોમેલની ફનાગીરી અને નિસબતનું ગૌરવ કર્યું.
મંચ પરના વક્તાઓમાં યુવા કાર્યકર ઋષાલી પણ હતાં.રોમેલને ‘માતા-પિતા-ભાઈ’ ગણનારાં ઋષાલીએ તેમને ‘ખુલ્લા મિજાજથી જીવનારા, સ્વમાની, સહુની ખુશી ઇચ્છનારા’, ‘મારું જીવન આદિવાસીઓનું છે’ એમ કહેનારા રોમેલને યાદ કર્યા.
સાત વર્ષથી રોમેલ સાથે રહેનારાં ઋષાલીએ જણાવ્યું કે લોકોના કામની ધગશમાં તેમણે પોતાની તબિયતનું પણ ધ્યાન ન રાખ્યું.
વરિષ્ઠ દલિત કર્મશીલ રાજુ સોલંકીએ રોમેલને જેમને ‘કૉમરેડ કહેવાનું મન થાય એવા કૉમરેડ’ કહ્યા. તેમણે એ મતલબની વાત કરી કે રોમેલ ઘર અને વતન છોડીને ખભે થેલો લટકાવીને લોહીઉકાળાના માર્ગે નીકળી ગયો,પોતે જ પોતાનું ઘડતર કર્યું, પ્રવાહથી વિરુદ્ધ શહેરમાંથી આદિવાસી વિસ્તારમાં ગયો.પૉન્ઝી કૌભાંડનો પર્દાફાશ કરવા ઉપરાંત અનેક મહત્વનાં કામ કર્યાં.
રાજુભાઈએ રોમેલમાં ‘કર્દમ ભટ્ટ અને અશ્વિન દેસાઈ જેવો ડાબેરી’ જોયો. ‘ખુવાર થવાની ખુમારી હોય’ તેવા, રોમેલ અને જયેશ (સોલંકી) જેવા યુવાનો હવે નહીં મળે એવો રંજ પણ રાજુભાઈએ વ્યક્ત કર્યો.
સાંસ્કૃતિક કર્મશીલ સરૂપબહેન ધ્રુવે એ મતલબની વાત કરી કે અત્યારના યુવાનો સુખાળવા જીવન માટેના વિકલ્પો પસંદ કરતા હોય છે,પણ રોમેલે કમ્ફર્ટ ઝોન છોડીને સામાજિક પ્રતિબદ્ધતાનો ખડતલ માર્ગ પસંદ કર્યો. એ જ્યાં ગયો ત્યાં એણે છેવાડાના લોકોની પીડા પોતાની કરી લીધી.
ઝુજારુ રોમેલના પહેરવેશની સુઘડતા ગમતી, અને એની ચિત્રકળા સરૂપબહેનને ગમતી. તેમણે આખરે કહ્યું કે ‘એના જેવા આગિયાઓએ ઘરદીવડા બનીને છેવટે મશાલ બનવાનું હોય છે’.
‘સંવેદન’ સંગઠનના રંગકર્મી હિરેન ગાંધીએ માહિતી આપી કે તેમણે ગુજરાતના ધરતીકંપ અને 2002ના માનવસંહાર બાદ સંવેદન સાંસ્કૃતિક કાર્યક્રમ નામનો ઉપક્રમ હાથ ધર્યો હતો.તેમાં શિક્ષણ છૂટી ગયું હોય તેવાં યુવક-યુવતીઓને નાટ્યતાલીમ આપીને તેમની રેપર્ટરિ(નાટ્યમંડળી)દ્વારા ગુજરાતભરમાં જનવાદી નાટકો-ગીતો રજૂ કર્યાં હતાં. તેમાં રોમેલ જોડાયો હતો.
હિરેનભાઈની યાદમાં ‘રોમેલની પહેલી ઓળખ ઘર છોડનાર માણસ’ તરીકેની હતી.તે ઘણો સમય સંવેદનની ઑફિસમાં પણ રહ્યો હતો.તે ખૂબ તરવરાટભર્યો યુવાન હતો જે દિશા શોધતો હતો. હિરેનભાઈના મતે ‘એના જેવું કામ બહુ ઓછાએ કર્યું છે’.
કોમવાદી રાજકીય અન્યાયનો ભોગ બનનારાને ન્યાય અપાવવા માટે લડનારા વકીલ શમશાદ પઠાને રોમેલ અને જિજ્ઞેશ મેવાણી સાથે મુકુલ સિન્હાના જન સંઘર્ષ મંચની ઑફિસમાં ભૂમિહિન ખેડૂતોને જમીનની સોંપણીની કાનૂની કોશિશોમાં કામ કરવાના દિવસોને યાદ કર્યા.
તદુપરાંત રોમેલ તેની પર થયેલી ચાર એફ.આઈ.આર. અંગે પણ એમની સાથે વ્યારાથી વાત કરતો એમ પણ શમશાદભાઈએ સંભાર્યું. એમણે એમ પણ કહ્યું કે ‘રોમેલ જબ થા તબ હમ ઇતના ઇકઠ્ઠે હોતે તો ઉસે બહુત અચ્છા લગતા.... હમ ઉસે ભૂલ જાયેંગે. જયેશ(સોલંકી)કો હમ કિતના યાદ કરતે હૈ?’
જાણીતા પ્રતિબદ્ધ કવિ ઉમેશ સોલંકી,ગુજરાત લોક સમિતિના નીતબહેન વિદ્રોહી અને માહિતી અધિકાર એક્ટિવિસ્ટ ભરતસિંહ ઝાલાએ રોમેલને પોતાના અનુભવો દ્વારા યાદ કર્યા, ત્યાં સુધી આ લખનારની હાજરી હતી.
જનવાદી ગીતો કાર્યક્રમનો નોંધપાત્ર હિસ્સો હતા.‘લોકનાદ’ ના વિનયભાઈએ ‘હમ જુલ્મતો સે દેશ કો આઝાદ કરાયેંગે’ ગીત ગાયું અને ગવડાવ્યું.
પરિવર્તનના ગીતો બુલંદ અવાજમાં ગાવા માટે જાણીતા મહેન્દ્ર સોલંકીએ અને સાથીઓ (હોઝેફા,ચિરાગ અને અશ્વિનભાઈ)એ બે વક્તાઓની વચ્ચે ડફલીના તાલે જોસ્સાદાર ગીતો રજૂ કરીને રોમેલના કાર્યને અનુરૂપ માહોલ ઊભો કર્યો. વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફીની જવાબદારી પિયૂષભાઈ,મનોજભાઈ અને લંકેશભાઈએ નિભાવી હતી.
કાર્યક્રમનું સુપેરે સંચાલન અમદાવાદમાં દલિત સમૂદાયો માટે કામ કરતી સંસ્થા ‘સમર્પણ’ના દીપકભાઈએ કર્યું. રોમેલને યાદ કરવા માટે વ્યારા અને વડોદરાથી સાથીઓ આવ્યા હતા.તદુપરાંત અલ્પસંખ્યક અધિકાર મંચ,એક અવાજ એક મોરચા, એસ.સી. એકતા મંચ, અ‍ૅક્શન એઇડ અને હ્યુમન ડેવલપમન્ટ અ‍ૅન્ડ રિસર્ચ સેન્ટર જેવાં સંઘટનો/સંસ્થાઓના કાર્યકર્તાઓ/પ્રતિનિધિઓ અને કેટલાક કર્મશીલો પણ રોમેલ સુતરિયાની સ્મરણ સભામાં સામેલ થયા હતા.
‌‌‌‌---
માહિતી માટે આભાર : કિરણ કાપૂરે, હોઝેફા ઉજ્જૈની અને ઉમેશ સોલંકી

टिप्पणियाँ

ट्रेंडिंग

आरएसएस को लगता है चुनाव में भाजपा की सीटों में गिरावट का मुख्य कारण है दलित वोटों का इंडिया गठबंधन की ओर खिसक जाना

- राम पुनियानी*  भाजपा के लिए सन 2024 के लोकसभा चुनाव के नतीजे निराशाजनक रहे. लोकसभा में उसके सदस्यों की संख्या 303 से घट कर 240 रह गई. नतीजा यह कि पिछली बार जहाँ केवल नाम की गठबंधन (एनडीए) सरकार थी वहीं इस बार सरकार वास्तव में एक पार्टी की न होकर गठबंधन की नज़र आ रही है. पिछली और उसकी पिछली सरकारों में गठबंधन दलों की सुनने वाला कोई नहीं था. मगर अब इस बात की काफी अधिक संभावना है कि गठबंधन के साथी दलों की राय ओर मांगों को सरकार सुनेगी और उन पर विचार करेगी. इसके चलते भाजपा अपना हिन्दू राष्ट्रवादी एजेंडा उतनी आसानी से लागू नहीं कर पाएगी, जितना पहले कर लेती थी. इसके अलावा, इंडिया गठबंधन की ताकत में भी इजाफा हुआ है और राहुल गाँधी की लोकप्रियता में भी बढ़ोत्तरी हुई है. विपक्ष अब अपनी बात ज्यादा दमख़म से कह पा रहा है. 

संथाल परगना के बांग्ला-भाषी मुसलमान भारतीय हैं और न कि बांग्लादेशी घुसपैठिये

- झारखंड जनाधिकार महासभा*  हाल के दिनों में भाजपा लगातार प्रचार कर रही है कि संथाल परगना में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठिए आ रहे हैं जो  आदिवासियों की ज़मीन हथिया रहे है, आदीवासी महिलाओं  से शादी कर रहे हैं और आदिवासियों की जनसंख्या कम हो रही है. क्षेत्र में हाल की कई हिंसा की घटनाओं को जोड़ते हुए इन दावों पर सामाजिक व राजनैतिक माहौल बनाया जा रहा है. ज़मीनी सच्चाई समझने के लिए झारखंड जनाधिकार महासभा व लोकतंत्र बचाओ अभियान के एक प्रतिनिधिमंडल ने संथाल परगना जाकर हर सम्बंधित मामले का तथ्यान्वेषण किया. पाए गए तथ्यों को प्रेस क्लब, रांची में प्रेस वार्ता में साझा किया गया. 

ક્રિમિનલ કોમવાદી પ્રતિભામાં ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ દેખાતો હોય તેવા લોકોને સામ્યવાદી બિરાદરો મૂર્ખ લાગે એ સ્વાભાવિક છે

- ઉત્તમ પરમાર  ગુજરાતી મધ્યમ વર્ગીય માનસિકતાના મહાન ચિંતક ગુણવંત શાહ કહે છે કે "ભારતના સામ્યવાદી બિરાદરો મને મૂર્ખ લાગે છે, તેમને લેફ્ટ લીબરલ કહેવા એ તો હિટલરને શાંતિ પ્રિય નેતા અને અહિંસક ગણવા બરાબર છે". ગુણવંતભાઈની વાત ખૂબ સાચી છે.

भारत में मुसलमानों और ईसाईयों के बारे में गलत धारणाएं ही उनके खिलाफ हिंसा की मुख्य वजह

- राम पुनियानी*  जुलाई 2024 में इंग्लैड के कई शहरों में दंगे और उपद्रव हुए. इनकी मुख्य वजह थीं झूठी खबरें और लोगों में अप्रवासी विरोधी भावनाएं. अधिकांश दंगा पीड़ित मुसलमान थे. मस्जिदों और उन स्थानों पर हमले हुए जहां अप्रवासी रह रहे थे. इन घटनाओं के बाद यूके के ‘सर्वदलीय संसदीय समूह’ ने भविष्य में ऐसी हिंसा न हो, इस उद्देश्य से एक रपट जारी की. रपट में कहा गया कि “मुसलमान तलवार की नोंक पर इस्लाम फैलाते हैं” कहने पर पाबंदी लगा दी जाए. इस्लामोफोबिया की जड़ में जो बातें हैं, उनमें से एक यह मान्यता भी है.

झारखंड उच्च न्यायलय में केंद्र ने माना, संथाल परगना में ज़मीन विवाद में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव नहीं

- झारखंड जनाधिकार महासभा  संथाल परगना में बांग्लादेशी घुसपैठ मामले में झारखंड उच्च न्यायलय में केंद्र सरकार ने 12 सितम्बर 2024 को दर्ज हलफ़नामा में माना है कि हाल के ज़मीन विवाद के मामलों में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव स्थापित नहीं हुआ है. उच्च न्यायलय में भाजपा कार्यकर्ता द्वारा दर्ज PIL में दावा किया गया था कि बांग्लादेशी घुसपैठियों द्वारा आदिवासियों से  शादी कर ज़मीन लूटी जा रही है व घुसपैठ हो रही है.  

डबल बुलडोज़र भाजपा राज नहीं चाहिए, हेमंत सरकार जन वादे निभाए: ग्रामीणों की आवाज़

- झारखंड जनाधिकार महासभा  आज राज्य के विभिन्न जिलों से 2000 से अधिक लोग राजधानी रांची पहुंचे और हेमंत सोरेन सरकार को अपूर्ण वादों और झारखंड से भाजपा को भगाने की ज़रूरत को याद दिलाए. झारखंड जनाधिकार महासभा ने राज भवन के समक्ष धरने का आयोजन किया. धरने में आये लोगों के नारे “भाजपा हटाओ, झारखंड बचाओ” और “हेमंत सोरेन सरकार, जन मुद्दों पर वादा निभाओ” क्षेत्र में गूँज रहा था.

सूरत में भीड़ ने कैसे राज्य प्रशासन को मुस्लिम विरोधी कार्यवाहियों के लिए मजबूर किया

- फ़ैक्ट फ़ाइंडिंग रिपोर्ट  सूरत शहर के वरियावी बाज़ार मेन रोड पर वारियावी बाज़ार पुलिस चौकी है, इसी चौकी से 50 से 100 मीटर पर के पास गणेश पंडाल लगा हुआ था| गणेश पंडाल पर कथित रूप से 5-6 मुस्लिम बच्चे जिनकी उम्र 8 से 10 साल की है, एक ऑटो में आए, जिसका ड्राईवर हिन्दू था और उन्होने गणेश पंडाल पर पत्थर मारे, जो वहाँ रखे हुए ढ़ोल पर लगे| लोगों ने उन बच्चों को पकड़ कर पुलिस को सौंप दिया| पुलिस उन बच्चों को लेकर घटना स्थल के करीब वारियावी बाजार पुलिस चौकी ले जाने के बदले लगभग 250-300 मीटर दूर सय्यदपुरा पुलिस चौकी लेकर आई| इस घटना की FIR नंबर 11210061240446 तारीख 9-9-24 की दर्ज की गयी है, जिसमे बच्चो को आरोपी बनाया गया है ओर धारा BNS की धारा 189(1), 189(2),190,298,299 के तहत दर्ज की गयी है।