सीधे मुख्य सामग्री पर जाएं

કાંડે દોરાધાગા અને આંગળીઓમાં નંગોની વીંટીઓ આ કાયદાના આત્માને હણશે નહીં? [પાર્ટ-2]

- રમેશ સવાણી 

કેટલાંક મિત્રો કહે છે કે ‘અંધશ્રદ્ધા વિરોધી કાયદો ખરેખર ઉપયોગી થશે?’ આ સવાલ ઉચિત છે કેમકે જ્યારે સત્તાપક્ષના મિનિસ્ટર ભૂવાનું જાહેરમાં સન્માન કરતા હોય;  સત્તાપક્ષના એક મંત્રી ધૂણતા ધૂણતા પેતાની પીઠ પર લોખંડની સાંકળ ફટકારતા હોય; સત્તાપક્ષના નેતાઓ બાગેશ્વર બાબામાં દિવ્યશક્તિ છે તેમ માની તેમના દરબારો યોજતા હોય ! ત્યારે આ કાયદાનો અમલ માત્ર કાગળ પર જ રહે ! 
અંધશ્રદ્ધા વિરોધી કાયદાને સમજવા માટે આ પ્રશ્નો જોઈએ : [1] શું આ કાયદો જ્યોતિષીઓને લાગુ પડશે? [2] શું આ કાયદો ગુપ્તધન/ વશીકરણ/ મૂઠચોટ/ દિવ્યશક્તિનો દાવો કરતી જ્યોતિષીઓની જાહેરખબરને/ તેને પ્રસિદ્ધ કરનાર મીડિયાને લાગુ પડશે? [3] શું આ કાયદો પલ્લીમાં શુદ્ધ/ કિંમતી ઘી ધૂળમાં મળે છે તેને અટકાવશે? [4] શું આ કાયદો પશુબલિ અટકાવશે? [5] શું આ કાયદો દિવ્યશક્તિનો દાવો કરનાર બાબાઓને લાગુ પડશે? [6] શું આ કાયદો અંગ્રેજો સામે એક શબ્દ નહીં બોલનાર સહજાનંદને; કૃષ્ણ, શંકર કરતા ચડિયાતા દર્શાવતા સ્વામિનારાયણ સાહિત્યને લાગુ પડશે? [7] શું આ કાયદો તાવીજ/ દોરાધાગાને લાગુ પડશે? [8] શું આ કાયદો અંધશ્રદ્ધા માટે ઘુવડ/ સાપનો ઉપયોગ કરવો/ તેને હાનિ પહોંચાડનારને લાગુ પડશે? [9] શું આ કાયદો કોઈ વ્યક્તિ પોતાના પગ ધોવડાવી બીજાને પાણી પીવડાવે તો તેને લાગુ પડે? [10] શું આ કાયદો સ્ત્રી નરકની ખાણ એમ કહી તેમનું મોં નહીં જોવાની વાત કરનારને લાગુ પડે? [11] શું આ કાયદો સગીરને સાધુ બનાવનારને/ સગીરને દીક્ષા આપનારને લાગુ પડે? [12] શું આ કાયદામાં કોઈપણ ધર્મના ઉત્સવો/ સરઘસો વેળાએ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે, તેનો ખર્ચ જે તે આયોજકો ઉઠાવે તેવી જોગવાઈ છે? [13] શું આ કાયદો બંધારણના આર્ટિકલ- 51A (h) મુજબ વૈજ્ઞાનિક અભિગમની વિરુદ્ધ હોય; જે વાત માની ન શકાય કે જે સાબિત ન થઈ શકે તેવી જાહેરખબર/ પુસ્તક પ્રકાશન/ પ્રચાર કરનારને લાગુ પડે? [14] કોઈ વ્યક્તિ પોતાને નોન-બાયોલોજિકલ/ અવતારી તરીકે ઘોષણા કરે તો આ કાયદો લાગુ પડે? 
આ કાયદાનું નામ છે : ‘The Gujarat Prevention and Eradication of Human Sacrifice and Other Inhuman, Evil and Aghori Practices and Black Magic Act-2024 ગુજરાત માનવ બલિદાન, અમાનુષી, અનિષ્ટ, અઘોરી પ્રથા, કાળા જાદુને અટકાવવા અને તેના નિર્મૂલન કરવાનો કાયદો-2024’ આ કાયદામાં માત્ર 13 કલમો છે અને એક અનુસૂચિ છે, જેમાં 1 થી 12 કૃત્યો દર્શાવેલ છે જે આ કાયદા મુજબ ગુનો બને છે. આ કાયદામાં ખૂબ જરુરી પણ અર્થહીન જોગવાઈ પણ છે. કલમ-10 (1) મુજબ આ કાયદા હેઠળ જેને સજા થાય તેની વિગત સ્થાનિક અખબારમાં કોર્ટ પોલીસ દ્વારા આપશે, જેથી બીજા ચેતે ! પરંતુ પેટા કલમ-(2)માં ઠરાવેલ છે કે ચૂકાદા સામે અપીલ કરી હોય તો તેનો નિકાલ ન આવે ત્યાં સુધી ગુનેગારની માહિતી સ્થાનિક અખબારમાં આપી શકાશે નહીં ! કોઈ પણ અપીલનના નિકાલમાં 15-20 વરસ લાગે ત્યાં સુધીમાં તો ગુનેગાર અનેક લોકોને શીશામાં ઊતારે !
કલમ-12માં દર્શાવેલ છે કે આ કાયદો કોને લાગુ નહીં પડે? (A) કોઈ પણ ધાર્મિક/ આધ્યાત્મિક સ્થળોએ થતી પ્રદક્ષિણા, યાત્રા, પરિક્રમા, પૂજા. (B) કીર્તન, ભજન, પ્રવચન, પરંપરાગત જ્ઞાન, કળા, અભ્યાસ, પ્રચાર, પ્રસાર. (C) મૃત સંતના ચમત્કારો વિશે પ્રચાર, પ્રસિદ્ધ, ધાર્મિક ઉપદેશકોના ચમત્કારો વિશેના સાહિત્યનો પ્રચાર, પ્રસિદ્ધિ, વહેંચણી. (D) કોઈ પણ ધર્મના સ્થળે ધાર્મિક વિધિઓ કરવી. [E] તમામ ધાર્મિક ઊજવણી, શોભાયાત્રા. કોઈ પણ કૃત્ય. [F] ધાર્મિક વિધિ અનુસાર બાળકોના નાક/કાન વીંધવા. કેશલોચન. [G] વાસ્તુશાસ્ત્રીની/ જ્યોતિષીની સલાહ. ભૂગર્ભજળની સલાહ. (H) રાજ્ય સરકાર ઠરાવે તેવી બીજી ધાર્મિક વિધિઓ.
હવે પ્રશ્ન અનુસાર સ્પષ્ટતા કરીએ : [1] આ કાયદો જ્યોતિષીઓની સલાહને લાગુ પડતો નથી. [2] પરંતુ આ કાયદો ગુપ્તધન/ વશીકરણ/ મૂઠચોટ/ દિવ્યશક્તિનો દાવો કરતા જ્યોતિષીઓને, તેમની જાહેરખબરને/ તેને પ્રસિદ્ધ કરનાર મીડિયાને લાગુ પડે છે. [3] પલ્લીમાં શુદ્ધ/ કિંમતી ઘી ધૂળમાં મળે છે તે પ્રવૃતિ આ કાયદો અટકાવી ન શકે, કેમકે તે ધાર્મિક વિધિમાં આવશે. [4] આ કાયદો Aghori Practices/ Black Magic ના સંદર્ભમાં પશુબલિ અટકાવશે. [5] આ કાયદો દિવ્યશક્તિનો દાવો કરનાર બાબાઓને આ કાયદો લાગુ પડશે. [6] આ કાયદો સહજાનંદને; તેમના સર્વોપરી ભગવાનના દાવાને, તેમના સાહિત્યને લાગુ નહીં પડે. કેમકે મૃત સંતના ચમત્કારોની વાત કરી શકાશે. [7] તાવીજ/ દોરાધાગાને આ કાયદો લાગુ નહીં પડે કેમકે તેને ધાર્મિક વિધિ ગણી છે. પરંતુ તેના કારણે શારીરિક હાનિ થાય તો કાયદો લાગુ પડે. [8] અંધશ્રદ્ધા માટે ઘુવડ/ સાપનો ઉપયોગ કરવો/ તેને હાનિ પહોંચાડનારને આ કાયદો લાગુ પડે, તે અઘોરી પ્રવૃતિમાં આવે. [9] પોતાના પગ ધોવડાવી બીજાને પાણી પીવડાવે તો તે અનિષ્ટ પ્રવૃતિ કહેવાય, તેથી આ કાયદો લાગુ પડે. [10] આ કાયદો સ્ત્રી સંબંધી ધાર્મિક ઉપદેશોને લાગુ ન પડે. [11] આ કાયદો સગીરને સાધુ બનાવનારને/ સગીરને દીક્ષા આપનારને લાગુ ન પડે; કેમકે તે ધાર્મિક પ્રવૃતિમાં આવે. [12] આ કાયદો ધાર્મિક ઉત્સવોને રોકતો નથી. પોલીસને કાયદો-વ્યવસ્થા જાળવવાની હોય છે. [13] બંધારણના આર્ટિકલ- 51A (h) મુજબ વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની દરેક નાગરિકની ફરજ છે. ધાર્મિક સાહિત્ય પર આ કાયદો પ્રતિબંધ મૂકતો નથી. પરંતુ  ‘માનવ બલિદાન, અમાનુષી, અનિષ્ટ, અઘોરી પ્રથા, કાળા જાદુ’ના પ્રચાર કરતું સાહિત્યને આ કાયદો રોકે છે. [14] કલમ-2(1)(A) અનુસૂચિ ક્રમાંક-11 મુજબ કોઈ વ્યક્તિ પોતાને નોન-બાયોલોજિકલ/ અવતારી/ અલૌકિક શક્તિ તરીકે ઘોષણા કરે તો તેને આ કાયદો લાગુ પડશે !
ટૂંકમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદામાં કલમ-12 હેઠળ ધર્મ અને પરંપરાના બહાને અનેક છટકબારીઓ રાખી છે. ગુજરાત સરકારને હાઈકોર્ટના આદેશના કરણે આ કાયદો ત્વરિત બનાવવો પડ્યો છે. આ કાયદાની પ્રસ્તાવનામાં લખેલ છે : “સમાજમાં અજ્ઞાનતાને કારણે ફૂલતી-ફાલતી અનિષ્ટ અને દુષ્ટ પ્રથાની સામે લોકોને રક્ષણ આપવાના હેતુથી; સમાજમાં સામાજિક જાગૃતિ અને સભાનતા લાવવા અને સ્વસ્થ અને સુરક્ષિત સામાજિક પર્યાવરણનું નિર્માણ કરવા અને લેભાગુઓ દ્વારા લોકોનું શોષણ અટકાવા અને સમાજના મૂળ સામાજિક માળખાનો વિચ્છેદ કરવાના દુષ્ટ ઉદ્દેશથી, કાળા જાદુ તરીકે કહેવાતી અલૌકિક અથવા જાદુઈ  શક્તિ અથવા પ્રેતાત્માના નામે પ્રચાર કરવામાં  આવતા માનવ બલિદાન અને બીજી અમાનુષી-અમાનવીય, અનિષ્ટ, દુષ્ટ અને અઘોરી પ્રથાનો પ્રતિકાર કરવા અને તેનું નિર્મૂલન કરવા માટેની જોગવાઈ કરતો કાયદો.” આ ભાવના ચરિતાર્થ તેવી આશા તો છે પણ આ કાયદા હેઠળના ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારીઓ અને ન્યાય તોળનાર જજોના કાંડે દોરાધાગા અને આંગળીઓમાં નંગોની વીંટીઓ આ કાયદાના આત્માને હણશે નહીં?

टिप्पणियाँ

ट्रेंडिंग

સીતારામ યેચુરી માટે રાષ્ટ્ર અને તેના લોકોની જરૂરિયાતો વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓથી ઉપર હતી

- રમેશ સવાણી  જીવંત, નમ્ર, સમાજ સાથે જોડાયેલા CPI(M)ના નેતા સીતારામ યેચુરી (12 ઓગસ્ટ 1952/ 12 સપ્ટેમ્બર 2024) 72મા વર્ષે આપણને છોડી ગયા છે. અત્યંત પ્રતિભાશાળી નેતા તરીકે, તેમણે ભારતીય રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું અને માર્ક્સવાદી વિચારધારાનું ચમકતું પ્રતીક બની ગયા. વિચારો પ્રત્યેની પ્રતિબદ્ધતા, સત્યતા અને પ્રમાણિકતા માટે તેમણે લોકોને પ્રભાવિત કર્યા હતા. આપણે તેજસ્વી પ્રતિનિધિ ગુમાવ્યા છે. 

आरएसएस को लगता है चुनाव में भाजपा की सीटों में गिरावट का मुख्य कारण है दलित वोटों का इंडिया गठबंधन की ओर खिसक जाना

- राम पुनियानी*  भाजपा के लिए सन 2024 के लोकसभा चुनाव के नतीजे निराशाजनक रहे. लोकसभा में उसके सदस्यों की संख्या 303 से घट कर 240 रह गई. नतीजा यह कि पिछली बार जहाँ केवल नाम की गठबंधन (एनडीए) सरकार थी वहीं इस बार सरकार वास्तव में एक पार्टी की न होकर गठबंधन की नज़र आ रही है. पिछली और उसकी पिछली सरकारों में गठबंधन दलों की सुनने वाला कोई नहीं था. मगर अब इस बात की काफी अधिक संभावना है कि गठबंधन के साथी दलों की राय ओर मांगों को सरकार सुनेगी और उन पर विचार करेगी. इसके चलते भाजपा अपना हिन्दू राष्ट्रवादी एजेंडा उतनी आसानी से लागू नहीं कर पाएगी, जितना पहले कर लेती थी. इसके अलावा, इंडिया गठबंधन की ताकत में भी इजाफा हुआ है और राहुल गाँधी की लोकप्रियता में भी बढ़ोत्तरी हुई है. विपक्ष अब अपनी बात ज्यादा दमख़म से कह पा रहा है. 

संथाल परगना के बांग्ला-भाषी मुसलमान भारतीय हैं और न कि बांग्लादेशी घुसपैठिये

- झारखंड जनाधिकार महासभा*  हाल के दिनों में भाजपा लगातार प्रचार कर रही है कि संथाल परगना में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठिए आ रहे हैं जो  आदिवासियों की ज़मीन हथिया रहे है, आदीवासी महिलाओं  से शादी कर रहे हैं और आदिवासियों की जनसंख्या कम हो रही है. क्षेत्र में हाल की कई हिंसा की घटनाओं को जोड़ते हुए इन दावों पर सामाजिक व राजनैतिक माहौल बनाया जा रहा है. ज़मीनी सच्चाई समझने के लिए झारखंड जनाधिकार महासभा व लोकतंत्र बचाओ अभियान के एक प्रतिनिधिमंडल ने संथाल परगना जाकर हर सम्बंधित मामले का तथ्यान्वेषण किया. पाए गए तथ्यों को प्रेस क्लब, रांची में प्रेस वार्ता में साझा किया गया. 

भारत में मुसलमानों और ईसाईयों के बारे में गलत धारणाएं ही उनके खिलाफ हिंसा की मुख्य वजह

- राम पुनियानी*  जुलाई 2024 में इंग्लैड के कई शहरों में दंगे और उपद्रव हुए. इनकी मुख्य वजह थीं झूठी खबरें और लोगों में अप्रवासी विरोधी भावनाएं. अधिकांश दंगा पीड़ित मुसलमान थे. मस्जिदों और उन स्थानों पर हमले हुए जहां अप्रवासी रह रहे थे. इन घटनाओं के बाद यूके के ‘सर्वदलीय संसदीय समूह’ ने भविष्य में ऐसी हिंसा न हो, इस उद्देश्य से एक रपट जारी की. रपट में कहा गया कि “मुसलमान तलवार की नोंक पर इस्लाम फैलाते हैं” कहने पर पाबंदी लगा दी जाए. इस्लामोफोबिया की जड़ में जो बातें हैं, उनमें से एक यह मान्यता भी है.

झारखंड उच्च न्यायलय में केंद्र ने माना, संथाल परगना में ज़मीन विवाद में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव नहीं

- झारखंड जनाधिकार महासभा  संथाल परगना में बांग्लादेशी घुसपैठ मामले में झारखंड उच्च न्यायलय में केंद्र सरकार ने 12 सितम्बर 2024 को दर्ज हलफ़नामा में माना है कि हाल के ज़मीन विवाद के मामलों में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव स्थापित नहीं हुआ है. उच्च न्यायलय में भाजपा कार्यकर्ता द्वारा दर्ज PIL में दावा किया गया था कि बांग्लादेशी घुसपैठियों द्वारा आदिवासियों से  शादी कर ज़मीन लूटी जा रही है व घुसपैठ हो रही है.  

डबल बुलडोज़र भाजपा राज नहीं चाहिए, हेमंत सरकार जन वादे निभाए: ग्रामीणों की आवाज़

- झारखंड जनाधिकार महासभा  आज राज्य के विभिन्न जिलों से 2000 से अधिक लोग राजधानी रांची पहुंचे और हेमंत सोरेन सरकार को अपूर्ण वादों और झारखंड से भाजपा को भगाने की ज़रूरत को याद दिलाए. झारखंड जनाधिकार महासभा ने राज भवन के समक्ष धरने का आयोजन किया. धरने में आये लोगों के नारे “भाजपा हटाओ, झारखंड बचाओ” और “हेमंत सोरेन सरकार, जन मुद्दों पर वादा निभाओ” क्षेत्र में गूँज रहा था.

जाति जनगणना पर दुष्प्रचार का उद्देश्य: जाति को ऐसी सकारात्मक संस्था बताना, जो हिन्दू राष्ट्र की रक्षा करती आई है

- राम पुनियानी*  पिछले आम चुनाव (अप्रैल-मई 2024) में जाति जनगणना एक महत्वपूर्ण मुद्दा थी. इंडिया गठबंधन ने जाति जनगणना की आवश्यकता पर जोर दिया जबकि भाजपा ने इसकी खिलाफत की. जाति जनगणना के संबंध में विपक्षी पार्टियों की सोच एकदम साफ़ और स्पष्ट है.