सीधे मुख्य सामग्री पर जाएं

ગુજરાતમાં એક વર્ષમાં 1300 થી 1400 ગુનાઓ એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાય છે, પણ સજાનું પ્રમાણ નહિવત છે

- કાંતિલાલ યુ. પરમાર* 
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989, સુધારા અધિનિયમ 2015 (એટ્રોસિટી એક્ટ) હેઠળ રાજ્યના પોલીસ સ્ટેશનોમા આ ખાસ કાયદા હેઠળ નોંધવામાં આવતા ગુનાઓમાં આરોપીઓને ટેબલ જામીન પર પોલીસ સ્ટેશનમાથી ન છોડવા બાબતે રાજ્યના ડીજીપી સમક્ષ રજુઆત કરવામા આવી.
તા. 30/07/2024 ના રોજ ડી.જી.પી. કચેરી ખાતે ગુજરાત રાજયના જુદાજુદા જીલ્લામાથી આવેલ કર્મશીલો આગેવાનો, દલિત સંસ્થા સંગઠનના પ્રતિનિધીઓએ ભેગા થઇ રજુઆત કરેલ હતી.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ (અત્યાચાર અટકાવ)અધિનિયમ 1989, સુધારા અધિનિયમ 2015 (એટ્રોસિટી એક્ટ) એ ભારતની સંસદ દ્વારા વર્ષ 1989મા પસાર કરી દેશમાં 1 જાન્યુઆરી 1990 થી લાગુ કરવામાં આવેલ કેન્દ્રીય કાયદો છે, જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિઓ પર થતા અત્યાચારોને રોકવા માટેનો ખાસ કાયદો છે. આ કાયદાની કલમ 20 મુજબની જોગવાઈ હેઠળ અન્ય કાયદાઓથી આ કાયદો સર્વોપરી છે. 
ગુજરાતમા સરેરાશ એક વર્ષમાં 1300 થી 1400 ગુનાઓ એટ્રોસિટી એક્ટ હેઠળ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે, અને આ ગુન્હાઓમાં સજાનું પ્રમાણ નહિવત છે. મોટાભાગે અત્યાચાર ધારા હેઠળ નોંધાયેલા ગંભીર કેસોમાં રાજ્ય સરકાર દ્વારા નીચલી કોર્ટમાં છૂટી ગયેલા આરોપીઓ સામેના કેસોમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવતી નથી. જેથી અત્યાચારોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે. 
સુપ્રીમ કોર્ટ દ્વારા 2, July, 2014 ના રોજ આપેલ અર્નિશકુમાર વર્સીસ બિહાર સરકાર (Case No Criminal Appeal No. 1277 of 2014)ના ચુકાદો આપવામા આવેલ છે.જે એટ્રોસીટીના ખાસ કાયદાને લાગુ પાડી ના શકાય અને પોલીસ સ્ટેસનમાથી જામીન ન આપી શકાય તેના અનેક કારણો છે. 
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989, સુધારા અધિનિયમ 2015 (એટ્રોસિટી એક્ટ) હેઠળ રાજ્યના પોલીસ સ્ટેશનોમા આ ખાસ કાયદા હેઠળ નોંધવામાં આવતા ગુનાઓમાં આરોપીઓને ટેબલ જામીન પર પોલીસ સ્ટેશનમાથી જ નોટિસ આપીને હાજર કરી અરણેશકુમાર વર્સીસ બિહાર સરકારના ચુકાદાનું ખોટું અર્થઘટન કરી છોડવામા આવે છે. જેના કારણે આરોપીઓ બેફામ બન્યા છે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989, એમેન્ડમેન્ટ એક્ટ 2015 ની કલમ 15A મુજબ આરોપીની ધરપકડ કરી કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરી ભોગ બનનાર પીડિતને નોટિસ આપી, આરોપીએ કરેલ જામીન અરજીમાં પીડિતને સાંભળી જામીન આપવા કે ન આપવાનો નિર્ણય જજ દ્વારા પોતાની વિવેક બુદ્ધિ પર નિર્ણય કરવાનો હોય છે. આ ગુનામાં સંડોવાય આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દેવાથી કલમ 15 Aનું હનન થાય છે અને પીડિતના અધિકારોનું પણ હનન થાય છે.
એટ્રોસિટીના ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપક્ડ કરી નામદાર કોર્ટ સમક્ષ રજુ કરવો ફરજીયાત છે આરોપી જામીન અરજી મુકે ત્યારે અત્યાચારના ભોગ બનેલ પિડિતને નોટીસ આપી અરોપીને જામીન આપતા પહેલા ભોગ બનનારને સાંભળવા અને પછી નિર્ણય કરવો તેવી કાયદકિય જોગવાઇનો ભંગ થાય છે  અને પોલીસ સ્ટેશનમાં જ ટેબલ જામીન આપી છોડી દેવામાં આવે તો કાયદાનો હેતુ જ માર્યો જાય છે. જે કાયદાકીય રીતે યોગ્ય નથી અને અત્યાચાર ધારાની જોગવાઈઓની વિરુદ્ધમા છે. અત્યાચારનો ભોગ બનેલ પીડિતોના હકોનું ઉલ્લંઘન થાય છે.
અત્યાચાર ધારા હેઠળ નોંધાયેલા ગુનાઓમા રાજ્યના અમુક જિલ્લાઓમા જ સુપ્રિમ કોર્ટના ચુકાદાનુ ખોટુ અર્થઘટન કરી આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી જ નોટિસ આપી ટેબલજામીન પર છોડી દેવામા આવે છે અને અમુક જિલ્લાઓમા આ ખાસ કાયદાનુ ચુસ્ત પાલન કરી આરોપીઓને કોર્ટમા જ રજુ કરવામા આવે છે અને જેલ હવાલે કરવામા આવે છે. એક જ કાયદો હોવા છતાય રાજ્યના  જિલ્લાઓમા અલગ અલગ રીતે આ કાયદાની અમલવારી કેમ કરવામા આવે છે? તેવો સવાલ પેદા થયેલો છે.
અત્યાચાર ધારા હેઠળ નોંધાયેલ ગુનાઓના આરોપીઓને પોલીસ સ્ટેશનમાં જ નોટિસ આપી ટેબલજામીન પર છોડી દેનારા આવા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ જાણીબુજીને પોતાની ફરજમાં બેદરકારી દાખવવા બદલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989ની કલમ-4 હેઠળ ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ હેઠળ આવતા ડી. જી. પી. કચેરી, ગાંધીનગર દ્વારા દરેક જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં સૂચના આપી સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાનું ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામા આવેલ સર્ક્યુલરનુ પાલન કરવા જણાવેલ છે. જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989 સંસદ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ વર્ગના રક્ષણ માટે ખાસ કાયદો બનાવવામા આવેલ હોય જે આ કાયદા હેથળ નોંધાયેલા ગુનાઓમા લાગુ પડતુ નથી. 
જેથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989 અને સુધારા અધિનિયમ 2015 (એટ્રોસિટી એક્ટ) હેઠળ રાજ્યના પોલીસ સ્ટેશનોમા આ ખાસ કાયદા હેઠળ નોંધવામાં આવતા ગુનાઓમાં આરોપીઓને ટેબલ જામીન પર પોલીસ સ્ટેશનમાથી ન છોડવા બાબતે સબંધિત કચેરીના અધિકારીઓને સુચના આપવા જરૂરી કાર્યવાહિ કરવા આજ રોજ ગુજરાત ના અનુસુચિત જાતિ વર્ગના જુદાજુદા દલિત સંસ્થા, સંગઠનો અને અત્યચારના ભોગ બનેલ પીડીતો ભેગા થઇ ડી.જી.પી.કચેરી ખાતે ડી.જી.પી. સમક્ષ રજુઆત કરવામા આવેલ હતી. જેમા ડી.જી.પી. દ્વારા સાનુકુળ પ્રતિસાદ મળેલ છે અને આ બાબતે તેઓને મળવા ગયેલ પ્રતિનિધિ મંડળને જરૂરી કાર્યવાહી કરી પરીપત્ર કરવા કરવાની ખાતરી આપી હતી.
---
*સામાજિક કાર્યકર, અમદાવાદ 

टिप्पणियाँ

ट्रेंडिंग

સીતારામ યેચુરી માટે રાષ્ટ્ર અને તેના લોકોની જરૂરિયાતો વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓથી ઉપર હતી

- રમેશ સવાણી  જીવંત, નમ્ર, સમાજ સાથે જોડાયેલા CPI(M)ના નેતા સીતારામ યેચુરી (12 ઓગસ્ટ 1952/ 12 સપ્ટેમ્બર 2024) 72મા વર્ષે આપણને છોડી ગયા છે. અત્યંત પ્રતિભાશાળી નેતા તરીકે, તેમણે ભારતીય રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું અને માર્ક્સવાદી વિચારધારાનું ચમકતું પ્રતીક બની ગયા. વિચારો પ્રત્યેની પ્રતિબદ્ધતા, સત્યતા અને પ્રમાણિકતા માટે તેમણે લોકોને પ્રભાવિત કર્યા હતા. આપણે તેજસ્વી પ્રતિનિધિ ગુમાવ્યા છે. 

आरएसएस को लगता है चुनाव में भाजपा की सीटों में गिरावट का मुख्य कारण है दलित वोटों का इंडिया गठबंधन की ओर खिसक जाना

- राम पुनियानी*  भाजपा के लिए सन 2024 के लोकसभा चुनाव के नतीजे निराशाजनक रहे. लोकसभा में उसके सदस्यों की संख्या 303 से घट कर 240 रह गई. नतीजा यह कि पिछली बार जहाँ केवल नाम की गठबंधन (एनडीए) सरकार थी वहीं इस बार सरकार वास्तव में एक पार्टी की न होकर गठबंधन की नज़र आ रही है. पिछली और उसकी पिछली सरकारों में गठबंधन दलों की सुनने वाला कोई नहीं था. मगर अब इस बात की काफी अधिक संभावना है कि गठबंधन के साथी दलों की राय ओर मांगों को सरकार सुनेगी और उन पर विचार करेगी. इसके चलते भाजपा अपना हिन्दू राष्ट्रवादी एजेंडा उतनी आसानी से लागू नहीं कर पाएगी, जितना पहले कर लेती थी. इसके अलावा, इंडिया गठबंधन की ताकत में भी इजाफा हुआ है और राहुल गाँधी की लोकप्रियता में भी बढ़ोत्तरी हुई है. विपक्ष अब अपनी बात ज्यादा दमख़म से कह पा रहा है. 

संथाल परगना के बांग्ला-भाषी मुसलमान भारतीय हैं और न कि बांग्लादेशी घुसपैठिये

- झारखंड जनाधिकार महासभा*  हाल के दिनों में भाजपा लगातार प्रचार कर रही है कि संथाल परगना में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठिए आ रहे हैं जो  आदिवासियों की ज़मीन हथिया रहे है, आदीवासी महिलाओं  से शादी कर रहे हैं और आदिवासियों की जनसंख्या कम हो रही है. क्षेत्र में हाल की कई हिंसा की घटनाओं को जोड़ते हुए इन दावों पर सामाजिक व राजनैतिक माहौल बनाया जा रहा है. ज़मीनी सच्चाई समझने के लिए झारखंड जनाधिकार महासभा व लोकतंत्र बचाओ अभियान के एक प्रतिनिधिमंडल ने संथाल परगना जाकर हर सम्बंधित मामले का तथ्यान्वेषण किया. पाए गए तथ्यों को प्रेस क्लब, रांची में प्रेस वार्ता में साझा किया गया. 

भारत में मुसलमानों और ईसाईयों के बारे में गलत धारणाएं ही उनके खिलाफ हिंसा की मुख्य वजह

- राम पुनियानी*  जुलाई 2024 में इंग्लैड के कई शहरों में दंगे और उपद्रव हुए. इनकी मुख्य वजह थीं झूठी खबरें और लोगों में अप्रवासी विरोधी भावनाएं. अधिकांश दंगा पीड़ित मुसलमान थे. मस्जिदों और उन स्थानों पर हमले हुए जहां अप्रवासी रह रहे थे. इन घटनाओं के बाद यूके के ‘सर्वदलीय संसदीय समूह’ ने भविष्य में ऐसी हिंसा न हो, इस उद्देश्य से एक रपट जारी की. रपट में कहा गया कि “मुसलमान तलवार की नोंक पर इस्लाम फैलाते हैं” कहने पर पाबंदी लगा दी जाए. इस्लामोफोबिया की जड़ में जो बातें हैं, उनमें से एक यह मान्यता भी है.

झारखंड उच्च न्यायलय में केंद्र ने माना, संथाल परगना में ज़मीन विवाद में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव नहीं

- झारखंड जनाधिकार महासभा  संथाल परगना में बांग्लादेशी घुसपैठ मामले में झारखंड उच्च न्यायलय में केंद्र सरकार ने 12 सितम्बर 2024 को दर्ज हलफ़नामा में माना है कि हाल के ज़मीन विवाद के मामलों में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव स्थापित नहीं हुआ है. उच्च न्यायलय में भाजपा कार्यकर्ता द्वारा दर्ज PIL में दावा किया गया था कि बांग्लादेशी घुसपैठियों द्वारा आदिवासियों से  शादी कर ज़मीन लूटी जा रही है व घुसपैठ हो रही है.  

डबल बुलडोज़र भाजपा राज नहीं चाहिए, हेमंत सरकार जन वादे निभाए: ग्रामीणों की आवाज़

- झारखंड जनाधिकार महासभा  आज राज्य के विभिन्न जिलों से 2000 से अधिक लोग राजधानी रांची पहुंचे और हेमंत सोरेन सरकार को अपूर्ण वादों और झारखंड से भाजपा को भगाने की ज़रूरत को याद दिलाए. झारखंड जनाधिकार महासभा ने राज भवन के समक्ष धरने का आयोजन किया. धरने में आये लोगों के नारे “भाजपा हटाओ, झारखंड बचाओ” और “हेमंत सोरेन सरकार, जन मुद्दों पर वादा निभाओ” क्षेत्र में गूँज रहा था.

जाति जनगणना पर दुष्प्रचार का उद्देश्य: जाति को ऐसी सकारात्मक संस्था बताना, जो हिन्दू राष्ट्र की रक्षा करती आई है

- राम पुनियानी*  पिछले आम चुनाव (अप्रैल-मई 2024) में जाति जनगणना एक महत्वपूर्ण मुद्दा थी. इंडिया गठबंधन ने जाति जनगणना की आवश्यकता पर जोर दिया जबकि भाजपा ने इसकी खिलाफत की. जाति जनगणना के संबंध में विपक्षी पार्टियों की सोच एकदम साफ़ और स्पष्ट है.