ભારતની પ્રથમ મહિલા ડોકટર કાદંબીની ગાંગુલી સામે બ્રિટિશરોનો પૂર્વગ્રહ હતો: તેની સામે ઝઝૂમ્યા ફ્લોરેન્સ નાઇટિંગેલ
લેખનું શીર્ષક જોઇને તમને પ્રશ્ન થશે કે પ્રથમ મહિલા ડોકટર તો આનંદીબાઈ જોશી છે તો કાદંબિનીનું નામ કેમ ? તમારી શંકા સાચી છે પણ હકીકત એ છે કે આનંદીબાઇ(૧૮૬૫ - ૧૮૮૭) પ્રથમ મહિલા જેઓને મેડીસીનમાં પ્રથમ ડિગ્રી અને તે પણ અમેરિકામાં મળી પણ તેમનું નાની ઉંમરે અવસાન થતાં તેઓ ડોકટર તરીકે પ્રેક્ટિસ ના કરી શક્યા .જ્યારે કાદંબિની ગાંગુલી (૧૮૬૧ - ૧૯૨૩ )વ્યાવસાયિક રીતે ડોકટર તરીકે સૌ પ્રથમ કારકિર્દી બનાવનાર ભારતીય મહિલા હતા .વર્ષ ૨૦૧૬ માં ફિલ્મ સર્જક અનંત મહાદેવને રૂખમાબાઈ( દીવાદાંડી માં તેમના વિશે લેખ કર્યો છે) પર ફિલ્મ બનાવી અને તેમને ભારતના પ્રથમ વ્યવસાયિક ડોકટર તરીકે નવાજ્યા ત્યારે બંગાળમાં તેનો વિરોધ થયો કેમકે વાસ્તવમાં કાદમ્બીની જ પ્રથમ મહિલા ડોકટર કહેવાય જેમણે ડોકટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરી.
ઓગણીસમી સદીમાં જ્યારે બ્રિટિશ સતાધીશોને ભારતીય મહિલા ડોકટર સામે પૂર્વગ્રહ હતો ત્યારે કાદંબીની તેની સામે ઝઝૂમ્યા અને ફ્લોરેન્સ નાઈટીનગલ પણ કાદંબીની ની પડખે રહ્યા.આવી વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવતા ડો ગાંગુલી ઘર આંગણે પણ પરંપરાવાદી હિન્દુ પુરૂષસ્કેન્દ્રી માનસિકતાનો અનેકવાર ભોગ બન્યા પણ આંઠ સંતાનોની માતાએ એ તમામ પડકારો ઝીલી ભારતીય મહિલાઓને એક મજબૂત આદર્શ પૂરો પાડ્યો.
૧૮ જુલાઈ ,૧૮૬૨ના દિવસે બિહારના ભાગલપુરમાં કાદંબીનીનો જન્મ થયો હતો.તેમના પિતા શાળામાં હેડમાસ્તર હતા અને બ્રાહમોસમાજ આંદોલનમાં સક્રિય હતા.આમ બંગાળમાં બ્રાહમોસમાજ દ્વારા સર્જાયેલા બંગાળ નવજાગરણનો સીધો પ્રભાવ બાળપણથી જ ડો ગાંગુલીને મળ્યો.પિતા અને તેમના પ્રગતિશીલ મિત્ર દુર્ગા મોહન દાસ અને બ્રિટિશ મહિલા Annette Ackroyd ભેગા મળી છોકરીઓને ભણાવવાનું બીડું ઝડપ્યું અને વર્ષ ૧૮૭૩ માં હિન્દુ મહિલા વિદ્યાલયની સ્થાપના કરી .આ જ શાળામાં કાદંબીનીને ભણવાની તક મળી અને ત્યાં વિજ્ઞાન ,ગણિત ,અંગ્રેજી ,ઇતિહાસ ,સંગીત અને સીવણ વિષયો ભણવાનો મોકો મળ્યો.૧૮૭૬ માં આ શાળાનું નામ બદલ્યું .બંગ મહિલા વિદ્યાલય .
પ્રગતિશીલ માતા પિતાએ પુત્રીને આગળ ભણવા પ્રોત્સાહિત કરી અને પુત્રીએ યુનિ ઓફ કલકત્તાની પ્રવેશ પરીક્ષા આપી .એ વર્ષે યુનિ એ પ્રથમવાર પુરુષો અને મહિલાઓ માટે સમાન પરીક્ષાનું આયોજન કર્યું .માત્ર એક માર્ક માટે પ્રથમ વર્ગ ચૂકી કાદંબીની . પણ વિજ્ઞાનમાં સૌથી વધુ માર્ક મેળવવામાં બીજો ક્રમાંક મળ્યો.જો કે એ સમયે છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે દરવાજા બંધ હતા .પરંતુ કલકત્તાની The Bethune School માં તેને માટે વિશેષ શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી એટલું જ નહિ પણ મહિને ૧૫ રૂપિયા ( એ દિવસોમાં મોટી રકમ ) ની સ્કોલરશીપ પણ મળી .વર્ષ ૧૮૮૦ માં ફર્સ્ટ આર્ટસ પરિક્ષા પાસ કરી. કાદમ્બીનીને તો ડોકટર બનવું હતું એટલે કલકતા મેડિકલ કોલેજનું સ્વપ્ન સેવ્યું પણ ત્યાં છોકરીઓને પ્રવેશ મળતો નહિ એટલે પહેલા બી એ ની ડીગ્રી મેળવવી અને તેને આધારે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવો એવું નક્કી કર્યું.આમ વર્ષ ૧૮૮૨ માં કાદમ્બીની બી એ થઈ જે એ સમયે એ બંગાળમાં પ્રથમ મહિલા સ્નાતક બની .તેની સાથે ચંદ્રમુખી બોસ પણ સ્નાતક થઈ.
બંગાળની પ્રથમ મહિલા સ્નાતક બની ત્યારે પણ.રૂઢિવાદી બંગાળીઓએ તેનો વિરોધ કર્યો હતો આવી મહિલાઓ વિશે ઘસાતું લખવાનું પણ શરૂ થયું.જો કે બ્રાહ્મમો સમાજે ખૂબ આવકાર આપ્યો અને વધુ ને વધુ છોકરીઓ ઉચ્ચ શિક્ષણમાં દાખલ થઈ.જેમકે વર્ષ ૧૮૮૮ માં Bethune School માં ૧૩૬ છોકરીઓ હતી જેમાં ૮૭ બ્રાહમો સમાજની ,૪૪ હિન્દુ અને ૫ ખ્રિસ્તી હતી.
સ્નાતક ડિગ્રી પછી પણ કલકતા મેડિકલ.કોલેજમાં કાદમ્બીનીને પ્રવેશ ના મળ્યો.એ પ્રવેશ મળ્યો એ પૂર્વે તેના જીવનમાં એક મહત્વનો વળાંક આવ્યો.૧૨ જાન્યુઆરી 1883 ના દિવસે ૨૧ વર્ષની કાદંબીનીએ તેના ફ્રેન્ડ ,ફિલોસોફર અને ગાઈડ દ્વારકાનાથ ગાંગુલી સાથે લગ્ન કર્યા . ૩૯ વર્ષના .દ્વારકાનાથ વિધુર હતા અને બે બાળકોના પિતા પણ.આ લગ્નની જાણ થતાં અનેક પ્રગતિશીલ લોકોએ પણ.આંચકો અનુભવ્યો .નજીકના અનેક લોકોએ લગ્નમાં હાજરી પણ ના આપી.પરંતુ આ લગ્ન ઘણા સફળ નીવડ્યા .દ્વારકાનાથ ખરેખર એક આદર્શ પતિ બની રહ્યા અને કાદંબીનીના ઉજ્વળ ભવિષ્યમાં તેમનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું.લગ્ન સાથે જ બે બાળકોની માતા બનેલી આંઠ સંતાનોની કાદંબીની એક સફળ ડોકટર પણ બની .ડેવિડ કોફ નામના અમેરિકન ઇતિહાસકારે આ સફળ દાંપત્ય જીવન વિશે માનપૂર્વક લખ્યું છે.
લગ્ન બાદ કાદંબીનીએ કલકતા મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા જાણે મોરચો માંડયો.આ કોલેજની સ્થાપના વર્ષ ૧૮૩૫ માં લોર્ડ બેન્ટિકે ( જેઓ સતી પ્રથા સામે રાજા રામ મોહનરાય સાથે રહ્યા) કરી હતી. કાદંબીનીને મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવવા ત્યાંના સ્થાનિક અખબારોએ અભિયાન ચલાવ્યું તેમ છતાં કોલેજના એક્ટિંગ પ્રિન્સિપાલ આર . હર્વે નો છોકરીઓને પ્રવેશ આપવાનો વિરોધ હતો.એ સમયે એવો પૂર્વગ્રહ હતો કે ભારતીય મહિલાઓ ડોકટર બનવા સક્ષમ નથી.વાસ્તવમાં મહિલા ડોકટરના અભાવે અનેક મહિલાઓ પુરુષ ડોકટર પાસે સંકોચને કારણે જતી નહિ અને તેઓ મોતને શરણ થતી. ઓબોલા બોસનો પણ દાખલો અપાતો જેમને છેક મદ્રાસ જઈને મેડિકલ કોલેજમાં ભણવું પડ્યું હતું.આ બધી સમસ્યાઓની વચ્ચે બંગાળના લેફ્ટેનન્ટ જનરલ એ આર થોમ્પસન આગળ આવ્યા અને છોકરીઓ ડોકટર બને એ માટેની દિશા તેમણે ખોલી આપી .પરિણામે ૧૮૮૩ માં જૂનમાં કાદંબીની કલકતા મેડિકલ કોલેજમાં દાખલ થઈ.વર્ષ ૧૮૮૬ માં ફાઇનલ પરીક્ષા આપી પણ માત્ર એક માર્ક માટે નાપાસ થઈ .વર્ષો બાદ તેના પુત્ર પ્રભાત ચંદ્ર ગંગોપાધ્યાયએ દર્શાવ્યું કે પ્રવેશ અર્થે કોલેજ સામે સતત સંઘર્ષ કરવાને કારણે જાણી જોઈને તેને નપાસ કરવામાં આવી.પરિણામે તેને એમ બી ( બેચલર ઓફ મેડીસીન ) ની ડીગ્રી ના મળી.
જોકે તેને એક પગથિયું નીચેની ડિગ્રી જી બી એમ સી ( ગ્રેજ્યુએટ ઓફ બેંગાલ મેડિકલ કોલેજ) ની મળી.વર્ષ ૧૮૮૮ માં લેડી ડફરીન વિમેન્સ હોસ્પિટલ મા તેને મહિને ૩૦૦ રૂપિયાના પગારથી ડોકટરની નોકરી મળી. આમ ડિગ્રી ના મળી પણ એ ભારતની સૌ પ્રથમ મેડિકલ પ્રેક્ટિસ કરતી મહિલા રૂપે સન્માનિત થઈ અને એક નવો ઇતિહાસ રચાયો.એ સમયે ફ્લોરેન્સ નાઇન્તીગલે કાદંબીની વિશે ફેબ્રુઆરી ૧૮૮૮ માં તેમના એક મિત્રને કહ્યું ," તમે ડો ગાંગુલી વિશે મને કંઈ જણાવી શકો ?આ યુવાન મહિલાએ લગ્ન બાદ બે સંતાનો ઉછેરતા ડોકટર બનવાનું વિચાર્યું .તે માત્ર તેર જ દિવસ ગેરહાજર રહી અને એકપણ વર્ગ છોડ્યા વિના ભણી "
વર્ષ ૧૮૮૮ માં કાદંબીની એ The Hindu Patriot અને The Bengali અખબારમાં ડોકટર તરીકેની જાહેરખબર આપી .બ્રિટિશ ડોકટરોની તુલનાએ ભારતીય ડોકટરોને નીચા ગણવામાં આવતા .આ સમસ્યામાંથી મુક્તિ. લેવી હોય તો બ્રિટિશ ડિગ્રી લેવી અનિવાર્ય હતી.ફેબ્રુઆરી ૧૮૯૩ માં બાળકોને બહેન પાસે મૂકીને કાદિંબીની ઇંગ્લેન્ડ જાય છે અને એડિનબર્ગમાં રોયલ કોલેજ ઓફ સર્જનની પરીક્ષા આપે છે.સફળ થાય છે અને૧૮ જુલાઈ,૧૮૯૩ માં એકસાથે ત્રણ ડિપ્લોમા પ્રાપ્ત કરે છે.નવેમ્બર ,૧૮૯૩ માં એ કલકત્તા પરત આવે છે.થોડા વર્ષ બાદ તે પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરે છે.
ભારતના સ્વતંત્રતા આંદોલનમાં પણ ડો ગાંગુલીનું પ્રદાન છે. વર્ષ ૧૮૯૦ ના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં તે ભાગ લે છે અને પ્રમુખપદ માટે ફિરોજશાહ મહેતાનું નામ પ્રપોઝ કરે છે .વર્ષ ૧૮૯૮ માં પતિ દ્વારકાનાથ નું અવસાન થાય છે.એક ઉલ્લેખ એવો મળે છે કે વર્ષ ૧૯૦૭ માં મહાત્મા ગાંધી ને દક્ષિણ આફ્રિકામાં જેલ થાય છે ત્યારે કાદંબીની ટ્રાન્સવાલ ઇન્ડિયન એસોસિયેશનનું.નેતૃત્વ સંભાળે છે અને ત્યાંના ભારતીયોની પડખે રહે છે.જો કે આ સંદર્ભે કોઈ ઠોસ આધાર મળી શક્યો નથી .એ વિશે વધુ સંશોધનની જરૂર છે.૧૯૨૨ માં કાદિંબીની બિહાર અને ઓરિસ્સામાં કોલસાની ખાણોમાં કામ કરતી મહિલાઓની સ્થિતિ વિશેના સરકારી તપાસ પંચના ભાગરૂપે ત્યાં મુલાકાત લેં છે.
એક દર્દીની સારવાર કર્યા બાદ થોડી ક્ષણોમાં ત્રીજી ઓકટોબર ,૧૯૨૩ ના દિવસે ભારતની આ પ્રતિભાશાળી ડોકટરનું અવસાન થાય છે.ફેબ્રુઆરી ,૨૦૨૦ માં તેમના જીવન.વિશે બે બંગાળી ટીવી સીરિયલ બની હતી.કલકતા મેડિકલ કોલેજમાં નવજાત બાળકો માટેના એક વોર્ડને કાદંબીની નામ આપવામાં આવ્યું છે.
---
સ્રોત: ફેસબુક
Comments