હિન્દુરાષ્ટ્રનું કન્સ્ટ્રક્શન કરવું હોય તો લાખો મજૂર રાખવા પડે. એ મજૂરોને પાળવા પોષવા પ્રચારકો રાખવા પડે
ભારતીય સંસ્કૃતિને હિન્દુરાષ્ટ્ર બનાવવાનો કોન્ટ્રાક્ટ જે સંગઠને લીધો છે તેની પાસે કોઇ રોડમેપ નથી.ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન નથી વેદ ઉપનિષદ કે ધર્મગ્રંથોનો અભ્યાસ નથી ફક્ત "જયશ્રી રામ" ના નારાઓ છાશવારે લગાવતા અંધભક્ત મજૂરોની ફોજ છે. બહુ દેખીતું સત્ય છે કે હિન્દુરાષ્ટ્રનું કન્સ્ટ્રક્શન કરવું હોય તો લાખો મજૂર રાખવા પડે છે. એ મજૂરોને પાળવા પોષવા પડે છે પ્રચારકો રાખવા પડે છે. ટીવી ચેનલો ખરીદવી પડે છે. મસ્જિદો તોડવી પડેછે મૂર્ખ લોકોને ભરમાવે એવા તાયફા કરવા પડે છે ધાર્મિક પ્રદૂષણ સર્જવું પડેછે વધુ પડતા ધાર્મિક પ્રદુષણથી પણ સેક્સ ક્રાઈમ વધે છે. આપણે સંત -મહંતો અને ધર્મગુરુઓના સેક્સ- કૌભાંડો નજરે જોયા છે.
ભારતીય સંસ્કૃતિ વિષે વાત કરતા ફિરાક ગોરખપુરી બહુ સાચું કહ્યું છે કે જયારે તમે ભારતીય સંસ્કૃતિની વાત કરો છો ત્યારે એ ન ભૂલવું જોઈએ કે સંસ્કૃતિ ફક્ત ભારતીય જ હોય છે .સંસ્કૃતિ હિંદુ મુસલમાન નથી હોતી .મુન્નવર લખ્નનવી એ શિવજીની તારીફમાં કાલિદાસ રચિત 'કુમાર સંભવ' નો અનુવાદ કર્યો છે .એનો અંશ તમે વાચો...
चाँद आशा है नमूदार जबी पर जिसकी
दीदार की रखते है तमन्ना जोगी
ध्यान करते बड़े शौक से जिनका जोगी
मोक्ष जो मौक्ष के तालिब को अता करते है
रूह को कैदे -तना सुख से रिहा करते है
રામથી ઉર્દુ શાયરો ખૂબ પ્રભાવિત થયા છે .તમને નવાઈ લાગશે ડો . ઇકબાલે રામ ને इमामे - हिंद કહ્યા છે .ઈમામે હિન્દ એટલે ભારતના નેતા હિન્દુસ્તાનના અગ્રગામી . ઇકબાલ લખે છે ; है राम के वजूद पे हिंदोस्ता को नाज़ अहले नजर समजते है उसको इमामे -हिंद
સાગર નિઝામીએ તો રામને ઈન્સાનના રૂપમાં બ્રહ્મજ્ઞાન તરીકે જોયા છે.
કૈફી આઝમી જેવા કવિએ ૧૯૬૨મ ચીની આક્રમણ થયું ત્યારે આ ચરિત્રોના માધ્યમથી દેશના યુવાનોને બહુ મોટી જવાબદારી સોપી હતી
खेच दो अपने खूँ से जमी पर लकीर
इस तरफ आ न पाए रावन कोई
तोड़ दो हाथ ,अहर हाथ उठने लगे
छुने पाये न सीता का दम कोई
राम भी तुम , तुम्ही लक्ष्मण साथियों
अब तुम्हारे हवाले वतन साथियो
જાફરઅલી ખા એ ' શ્રી રામચંદ્ર ' ગઝલમાં રામ દ્વારા ' આજ્ઞાપાલન નો સંબંધ ઇસ્લામ સાથે જોડ્યો છે તે ગઝલનું એક ઉદાહરણ:
न तो नाकूस से है और न असनाम से है
हिंद की गर्मिए -हंगामा तिरे नाम से है
मै तेरे शेव ए-तस्लीम से सर धुनता हु
कि यह एक दूर की निस्बत तुजे इस्लाम से है
नक्शे -तहेबिज़े -हुनुद अब भी नुमाया है अगर
तो वः सीता से है ,लक्ष्मण से है और राમ से है
નઝીર અકબરાબાદી જેવા શાયરે બહુ સુંદર કવિતા લખી છે . કૃષ્ણના ચરિત્રએ ભારતની બધી જ ભાષાઓના કવિઓને આકર્ષિત કર્યા છે . નઝીરની આ કવિતા ધ્યાનપૂર્વક વાંચો:
मै क्या क्या वस्फ़ करू यारो
उस श्यामवरन औतारी की
श्रीकिशन ,कनैया ,मुरलीधर
मनमोहन कुंज बिहारी के
गोपाल मनोहर सांवरिया
घनश्याम अटल बनवारी के
नंदलाल दुलारे सुंदर छवि
वृज चंद मुकुट जालकारी के
बन कुञ्ज फिरव्य रास रचन
सुखदाई कहान मुरारी के
સાહિર લુધિયાનવી એ મીરા, રાધા અને સીતા અને પ્રેમના માધ્યમ દ્વારા અનેકવાર પોતાની શ્રદ્ધા મુખરિત કરી છે '.સાહિર લુધિયાનવીએ બન્ને સંસ્કૃતિનો વિનિયોગ કરીને એક ગીત પણ લખ્યું છે જે સહુ મિત્રોની સ્મૃતિમાં આજે પણ સચવાયું હશે:
अब कोई वतन न उजड़े अब वतन आज़ाद है
रूह गंगा की ,हिमालय का बदन आज़ाद है
मंदिरोमे शंख बाजे , मसजिदों में हो अजान
शेख का धरम और दीने - बिरहमन आज़ाद है
---
*સ્રોત: ફેસબુક
Comments