सीधे मुख्य सामग्री पर जाएं

ચૂંટણી જેટલા ઓછા સમયમાં પતશે તેટલા ઓછા ખોટા કામો, નફરત ફેલાવવાનો સમય ઓછો

- એસ વાય કુરેશી* 
ચૂંટણી પ્રક્રિયા કરવામાં બે જટિલ સમસ્યાઓ આવી રહી છે, આબોહવા પરિવર્તન (ક્લાયમેટ ચેન્જ)ના પરિણામે વધતી ગરમી અને સોશ્યયલ મીડિયાનો બેફામ ઉપયોગ. આવા સંજોગોમાં બહુ બધા તબક્કાઓમાં ચૂંટણી કરવી પડકાર સમાન છે. છેલ્લાં બે દાયકામાં ચૂંટણી પંચ દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે, તેને જોતાં એક જ તબક્કામાં ચૂંટણી કરવામાં કોઈ મુશ્કેલી ન થવી જોઈએ.
છેલ્લા દાયકાથી, ચૂંટણી દરમ્યાન અનેક તબક્કામાં મતદાનની પ્રક્રિયા સતત ચર્ચામાં રહી છે. મને પણ આ પ્રશ્ન ઘણા વખત પૂછવામાં આવ્યો છે અને હંમેશા મતદાતાઓની સુરક્ષા અને પોલિંગ સ્ટાફનું તેનું કારણ હોવાનું જણાવીને મેં તેનો બચાવ કર્યો છે. લોકોએ પણ જવાબને વાજબી ઠેરવ્યો છે પરંતુ હવે વિચારવાનો સમય આવ્યો છે. કારણ તબક્કાવાર યોજાતી ચૂંટણીમાં કારણે જે ફાયદો થયો છે, તેનાથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. 
તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં સાત તબક્કામાં ૪૫-૫૦ ડિગ્રી તાપમાનમાં મતદાન થયું હતું, જેના કારણે અનેક લોકોના મૃત્યુ થયાં હતા. લાંબા સમય સુધી ચાલેલી ચૂંટણીમાં લગભગ તમામ રાજકીય પક્ષો, મીડિયાએ સવાલ ઉઠાવ્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ખુદ આ વાત જાહેરમાં કહ્યું હતું, કે ચૂંટણી વહેલી પૂરી કરવાની જરૂર હતી.  
જ્યારે બહુ તબક્કામાં ચૂંટણી યોજવાનું શરૂ થયું હતું, ત્યારે પરિસ્થિતી ઘણી અલગ હતી. ચૂંટણીઓમાં બાહુબળનો ઉપયોગ ખુબજ વધારે હતો. મતદાનના દિવસે અથવા ઝુંબેશ દરમિયાન હત્યાઓ સહિતની  હિંસા એ સામાન્ય બાબત બની ગઈ હતી. ૧૯૯૦ ના મધ્યમાં, ટી. એન. શેષને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની તૈનાત કરવાનું નક્કી કર્યું. ચૂંટણી પંચ સમક્ષ મુશ્કેલી એ હતી, કે ઉપલબ્ધ અર્ધલશ્કરી જવાનોની સંખ્યા હંમેશા મર્યાદિત રહેતી હતી. તેથી ચૂંટણી વખતે દળોને સંવેદનનશીલ વિસ્તારોમાંથી પાછા ખેંચી લેવા પડ્યા હતા. સરહદો સહિત. તમામ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોને આવરી લેવા પૂરતા કર્મચારીઓ નહોતા, તેથી તેમણે પણ તબક્કાવાર અલગ અલગ જગ્યાએ ફેરવવા પડતા હતા. જેના કારણે તમામ વિવિધ તબક્કાઓમાં ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું. સ્થાનિક પોલીસ રાજકીય પક્ષો માનતા હતા કે સ્થાનિક પોલીસ એટલી સક્ષમ નથી અને રાજકીય દબાણો સામે ટકી શકતી નથી, તેથી તેમણે આપણ તબક્કાવાર ચૂંટણી યોજવાના નિર્ણયને આવકાર્યો હતો. 
ચૂંટણી પંચના આ પગલાં બાદ નિશ્ચિતરૂપે ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા લાગી. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ચૂંટણીમાંજબરદસ્ત હોડ અને વધતાં જતાં સોશ્યલ મીડિયાના પ્રભાવના લીધે વધુ અને નવા પ્રકારની સમસ્યાઓ તેનાથી વધુ સમસ્યાઓ પેદા થઈ છે.
તબક્કાવાર યોજાતી ચૂંટણીમાં સુરક્ષા દળની ટુકડીઓ એક જગ્યાથી બીજી સંવેદનશીલ ક્ષેત્રમાં પહોંચવામાં 4 થી 5 દિવસ લાગે જ્યારે ગુનેગારો જલ્દી પહોંચી જાય છે. અફવાઓ, ખોટા સમાચારો, અને નફરત ફેલાવતા ભાષણો અને સંદેશાઓ કેટલાક સેકન્ડમાં ફેલાતા હોય છે અને તે વિનાશક પુરવાર થઈ રહ્યા છે. આ વખતની ચૂંટણી સૌથી લાંબા સમય સુધી ચાલી. વાસ્તવમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી બે અઢી મહિનામાં થઈ હતી, જેમાં સૌથી લાંબા સમય સુધી સાંપ્રદાયિક રેટરિકના ઉચ્ચ સ્તર વચ્ચે અંતર હતું. સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ, ખોટી માહિતી અને નફરત ફેલાવનાર ભાષણોનો વ્યાપક પ્રસાર થાય છે. ધ ગાર્ડિયને અહેવાલ આપ્યો છે કે મેટા (Meta) એ ફેસબુક, ઇનસ્ટાગ્રામ દ્વારા 2024 ની ચૂંટણી દરમ્યાન એવા જાહેરાતો ને માન્યતા આપી જે AI નો (આર્ટિફિશિયલ ઈંટેલીજન્સ) ઉપયોગ કરીને ચાલાકી પૂર્વક બનાવવામાં આવ્યા હતા અને જેમાં ખોટી અફવાઓ, મુસ્લિમો સહિત, વિપક્ષના નેતાઓ વિશે ખોટા દાવાઓ કરતી માહિતી હતી. 
છેલ્લા એક દાયકામાં સોશિયલ મીડિયાના વિસ્ફોટથી એક ખતરનાક સ્થિતિ સર્જાઈ છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં 751 મિલિયન ઈન્ટરનેટ વપરાશકારો (વર્ષ 2014માં 65 મિલિયનથી વધીને) હતા, જે કુલ વસતિના 52.4 ટકા છે. તેમાંથી લગભગ અડધા ફેસબુકનો ઉપયોગ કરે છે. વોટ્ સએપ અને યુ-ટ્યુબ હજુ પણ પાછળ નથી. CSDSના આંકડા દર્શાવે છે કે અગાઉની સામાન્ય ચૂંટણીના સરખામણીમાં આજે લગભગ ચાર ગણા વધારે લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. સપ્ટેમ્બર, 2016માં જીઓ  ફોન નેટવર્કના લોન્ચ દ્વારા શરૂ કરાયેલ સસ્તા ડેટા-ક્રાંતિએ ભારતીય રાજકારણને પણ બદલી નાખ્યું છે. રાજકીય પક્ષો સોશ્યલ આ લહર પર સવાર થવામાટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
સોશિયલ મીડિયાની સામાન્ય જનતા પર ઘણી ખરાબ અસર પડી છે. ટેક ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના એક અધ્યયનમાં મુજબ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા અપલોડ કરવામાં આવતા રાજકીય મેસેજ/વિડીયો માં એ ડિકલેરેશન કરવામાં આવ્યું નથી, કે તે વિડીયો/મેસેજ પ્રાયોજીત કરેલા છે. જે ચૂંટણી દરમ્યાન જાહેરાતો બાબતે રાખવાપાત્ર પારદર્શિતા અને જવાબદેહિતાને નુકશાન પહોંચાડે છે. 
હવે સવાલ એ આવશે કે કે જો એક જ તબક્કામાં મતદાન કરીએ તો શું  શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થાય તે સુનિશ્ચિત થઈ શકશે? પણ ચૂંટણી પંચ દ્વારા છેલ્લા બે દાયકાઓમાં જે વિવિધ પગલાં લીધા છે, તેના આધારે હું આ કહેવાની હિમ્મત કરી શકું કે હાં આ શક્ય છે. 
ECI દેશમાં તમામ મતદાન મથકોની નબળાઈનું/અને સંવેદનશીલ બુથોનું મેપિંગ કરે છે, અને તેમાં  સંભવિત મુશ્કેલીઓ અને મુશ્કેલીઓ ઊભી કરનારાઓને ઓળખી કાઢ્યા છે. તેમની પાસેથી સારી ચાલ ચલગતના બોન્ડ લેવામાં આવે છે. દેશભરમાં આવા લગભગ 5 લાખ ઉપરાંત લોકોને ઓળખી કાઢ્યા છે. 
ECI ગેરકાયદેસર હથિયારો કબજે કરવા માટેની ઝુંબેશ અસરકારક છે. લાઇસન્સ વાળા હથિયારોને પણ ચૂંટણી પૂર્વે જમા કરવાના હોય છે. સૌથી મહત્વની બાબત એ છે કે ખૂની, બળાત્કારીઓ, અફરાન કર્તાઓ વગેરે સહિત ગુનેગારો સામે બિન-જામીનપાત્ર વોરંટ કાઢવામાં આવે છે. અગાઉ આ પ્રક્રિયાને મહિનાઓનો વિલંબ થતો હતો.  છેલ્લા બે દાયકાઓમાં આતંકવાદ અને આતંકવાદી હુમલાનાં ક્ષેત્રમાં શાંતી પ્રસ્થાપિત થઈ છે, ની પુનઃસ્થાપનની અંગેનો વાતની તો ખુદ ગૃહ મંત્રીશ્રીએ પુષ્ટિ કરી છે. 
શાંતિપૂર્ણ ચૂંટણી માટે ઘણા કાયદા અને જોગવાઈઓ લાગુ કરી શકાય છે. IPC આઇપીસીમાં કેટલીક કડક જોગવાઈઓ છે જે હેટ સ્પીચ, સાયબર ક્રાઇમ અને ઓનલાઇન મધ્યમના દુરુપયોગને નિયંત્રિત કરવા માટે લાગુ કરી શકાય છે. તેમાં કલમ 295એ (દ્દેશદ્રોહ), કલમ 153એ (સમુદાય વચ્ચે શત્રુતા), કલમ 499 (માનહાનિ) અને કલમ 505 (જાહેર રીતે ઉશ્કેરવું), 506 (અપરાધિક ધમકી). આ ઉપરાંત જનપ્રતિનિધિત્વ એક્ટ (આરપી), કલમ 125 (સમુદાય વચ્ચે નફરત) પણ છે. આ તમામ ગુનાઓમાં એક થી ત્રણ વર્ષની જેલની સજા પૂરી પાડે છે. આપણે માત્ર ગુનાઓમાં આ કલમો લાગુ કરવાનું કામ ઝડપી અને અસરકારક રીતે થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. 
આપની લોકસભાની સામાન્ય ચૂંટણી એક જ તબક્કામાં થઈ શકે શકે છે.તે માટે લગભગ સુરક્ષા દળોની  4,000-5,000 કંપનીઓની જરૂર છે. અશાંત વિસ્તારોમાં હવે શાંતિનું વાતાવરણ હોવાથી તેમજ અર્ધલશ્કરી દળમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત થવાથી ચૂંટણી માટે જરૂરી સુરક્ષા દળ મળવું શક્ય છે.  
લોકપ્રતિનિધિત્વ ધારો (RP Act) ચૂંટણી જ્કહર થયા દિવસેથી ચૂંટણી પૂરી કરવા માટે 26 દિવસનો સમય આપે છે. જો ઉમેદવારોની પસંદગી જેવી રાજકીય બાબત માટે લગભગ સાત દિવસનો સમય ઉમેરી તો લગભગ 33-35 દિવસમાં સામાન્ય ચૂંટણી યોજવી પડશે. 
આમ થવાથી અર્ધલશ્કરી દળોને લાંબા ગાળા સુધી રાખવાનો કરોડો રૂપિયાનો ખર્ચ બચશે. વધુમાં આપણાં  ટોચના નેતાઓ/સ્ટાર પ્રચારકોને ચૂંટણીમાં પડતી મુશ્કેલી ઓછી થશે કારણ વિવિધ તબક્કાઓમાં યોજાતા ચૂંટણીના પ્રચાર જવું પડતું હોય છે, અને તેનાથી  અન્ય રેગ્યુલર કામો ખોરવાઈ જાય છે. 
સૌથી અગત્યની વાત એ છે કે ચૂંટણી જેટલા ઓછા સમયમાં પતશે તેટલો ખોટા કામો, અને નફરત વાળા  મેસેજ ફેલાવવા માટેનો સમય ઓછો મળશે. વડાપ્રધાને વારંવાર ચિંતા વ્યક્ત કરી છે, લાંબા સમય સુધી યોજાતાં ચૂંટણીઓના લીધે થતો ખર્ચ અને રેગ્યુલર કામો અટકી જાય છે, સમય આવી ગયો છે, કે આપણે એમણે વ્યક્ત કરેલી ચિંતા બાબતે કશુંક કરીએ.
---
*નિવૃત્ત મુખ્ય ચૂંટણી કમિશ્નર

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.