- ઉત્તમ પરમાર
ભારતીય રાજનીતિમાં આજે ફરીથી એલન મશ્કને કારણે
ઇવીએમની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠ્યો છે. ઇવીએમ હેક થાય છે કે હેક નથી થતું એ પ્રશ્ન તપાસ માંગી લે છે.
પરંતુ પ્રશ્ન માત્ર ઇવીએમનો નથી, ખરો પ્રશ્ન ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચારનો છે. અને ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર ભારતને આઝાદી મળી ત્યાર પછીની પહેલી ચૂંટણીથી થતો આવ્યો છે.
ભારતીય રાજનીતિમાં ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચારના જનક ભારતીય સમાજ વ્યવસ્થાના સ્થાપિત વર્ગીય લોકો, મનુવાદી પરિબળો, જમીનદારો જાગીરદારો અને મૂડીવાદી પરિબળો રહેતા આવ્યા છે.
અને તેઓ સાતત્ય પૂર્વક એક યા બીજા સ્વરૂપમાં ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર કરતા રહ્યા છે.
મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આપણને સમાન મતાધિકાર, સમાન ભાગીદારી અને સમાન અધિકાર વાળી આઝાદી અપાવી ત્યારથી ભારતીય સમાજ વ્યવસ્થાના મનુવાદી વર્ણ વ્યવસ્થાના સ્થાપિત જાતિવાદી વર્ગોનું આધિપત્ય તૂટવા માંડ્યું છે...
આ ક્રાંતિકારી શાંતિમય અહિંસક પરિવર્તનને લોકતાંત્રિક માર્ગે આવતું રોકવા માટે મનુવાદી પરિબળો પોતે લઘુમતીમાં હોવાને કારણે સાતત્ય પૂર્ણ રીતે ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર કરતા રહ્યા છે.
ભારતીય સમાજ વ્યવસ્થા ના જમીનદાર જાગીરદાર અને મૂડીવાદી પરિબળો પણ જનવાદી આઝાદીને અવરોધવા માટે સાતત્ય પૂર્વક ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર કરતા આવ્યા છે.
શરૂઆતમાં મતપેટી દ્વારા મતદાન થતું ત્યારે ભારતના શોષિત, વંચિત, ગરીબ લોકોને પૈસા આપીને, વસ્તુઓની ભેટ આપીને, દારૂ પીવડાવીને જમીનદારો જાગીરદારો અને મૂડીવાદી લોકો પોતાની તરફેણમાં ગરીબો પાસે મતદાન કરાવી લેતા.
ગામડામાં જમીનદાર લોકો હળપતિ ,આદિવાસી, દલિતો ને પોતે મત નથી આપી આવ્યા તેની ખાતરી કરીને મતદાન પત્યા પછી પૈસા આપીને ગરીબોનું મતદાન રોકવા માટેના પ્રયત્ન કરતા હતા.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં જમીનદારો જાગીરદારો પોતાના ગુંડાઓ પાસે મતપેટીઓ લૂંટાવીને જનાધારને નકારવાના હિંસક પ્રયત્નો કરતા. તો બીજી બાજુ એ જ ગુંડાઓ પાસે ગરીબ મતદારોની જગ્યાએ બોગસ વોટીંગ કરીને જનાધારને પોતાની તરફેણમાં પલટાવતા...
સમાજના સ્થાપિત વર્ગો મતદાન બુથ ઉપર પોલીંગ ઓફિસર, પોલિંગ એજન્ટ, પોલીસ અને વ્યવસ્થા તંત્રને પોતાના કબ્જામાં લઈને મતદાન પોતાની તરફેણમાં કરવાના પરાક્રમો પણ કરતા.
ભારતીય રાજનીતિમાં 1915થી હિન્દુ મહાસભા અને 1925 થી સંઘ પરિવાર સૌની સમાન ભાગીદારી અને સૌનું સમાન અધિકાર તથા સૌનો સમાન મતાધિકાર આ ત્રીપરિમાણીય ક્રાંતિ નો વિરોધ કરતા આવ્યા છે...
આઝાદીના સાથે ઉત્તરો ઉત્તર સમાજના મનુવાદી પરિબળો, જમીનદારો, જાગીરદારો, મૂડીવાદીઓ અને જાતિવાદી તથા કોમવાદી પરિબળો સંઘ પરિવાર તથા હિન્દુ મહાસભાના પ્લેટફોર્મ પર પોતાનું આધિપત્ય સ્થાપવા માટે એકત્ર થવા માંડ્યા.
આઝાદી પછી જનસંઘ હોય કે ભાજપ હોય એ હંમેશા ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર કરીને જ પોતે લઘુમતીમાં હોવા છતાં પોતાની રાજકીય વર્ગ વિસ્તારી રહ્યા હતા અને છે...
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014માં અને 2019માં સંઘ પરિવારની સ્વતંત્ર બહુમતી પ્રાપ્ત કરવા માટે પોતાનો જનાધાર ન હોવા છતાં ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચારથી જ પોતાની સત્તા મેળવી છે અને ટકાવી છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2024ની ચૂંટણી સંપૂર્ણપણે ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર દ્વારા જ લડાઈ છે. માત્ર મતદાન જ નહીં પરંતુ સંપૂર્ણપણે ન્યાયતંત્રથી લઈને બધી જ સ્વૈચ્છિક સંસ્થાઓને વિપક્ષ વિરોધી ષડયંત્ર માં સામેલ કરીને વિપક્ષને ચૂંટણી પહેલા જ નબળો પાડવામાં આવ્યો હતો, આર્થિક રીતે પણ વિપક્ષને નુકસાન થાય એવા બધા ષડયંત્રો કરવામાં આવ્યા હતા. મતદારને કોમી લાગણીથી ઉશ્કેરીને એના મત સ્વાતંત્રને ફેરવવામાં આવ્યું હતું.

મતપેટી હોય કે ઇવીએમ હોય કે ભવિષ્યમાં અન્ય કોઈપણ સાધન પદ્ધતિ દ્વારા મતદાન કરાવવામાં આવશે પરંતુ સંઘ પરિવાર અને હિન્દુ મહાસભાના લઘુમતીમાં રહેલા સ્થાપિત વર્ગો ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર કરશે ,કરશે અને કરશે જ!
મનુવાદી જાતિવાદી પરિબળો, કોમવાદી પરિબળો, જમીનદારો, જાગીરદારો અને મુડીવાદી પરિબળો ભારતીય લોકતાંત્રિક સમાજ વ્યવસ્થામાં લઘુમતીમાં હોવાને કારણે પોતાની લઘુમતી હોવા છતાં તેમને સત્તા ભોગવવી હોય તો તેમણે ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર કરવો જ પડે. અને એટલે તેઓ ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર સાતત્ય પૂર્વક કરતા આવ્યા છે. અને કરતા રહેશે.
મતપેટી નિર્દોષ છે, ઇવીએમ નિર્દોષ છે, દોષિત માત્ર સંઘ પરિવાર અને હિન્દુ મહાસભાના મનુવાદી પરિબળો, જાતિવાદી પરિબળો, કામવાદી પરિબળો, જમીનદારો, જાગીરદારો અને મૂડીવાદીઓ છે.

Comments