सीधे मुख्य सामग्री पर जाएं

આવનારા વર્ષોમાં આયાતુલ્લા ખોમૈનીનું ભારતીય સંસ્કરણ જોવા મળે તો આશ્ચર્ય પામવું નહીં

- રમેશ સવાણી* 

સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સામંતવાદી વ્યવહાર. શિક્ષાપત્રીમાં લોકશાહીનો ખ્યાલ નથી. તેમના મુખ્ય પુસ્તક ‘શિક્ષાપત્રી’ને જોઈએ : શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણની સેવા કરવી, શ્લોક-90. અતિ દલિતોએ તિલક કરવું નહી, માત્ર ચાંદલો જ કરવો, શ્લોક-45.  પતિ નપુંસક હોય તો પણ ઈશ્વર માનવો, શ્લોક- 159. વિધવા મહિલાઓએ  પતિ બુદ્ધિએ શ્રીકૃષ્ણ ભગવાનને સેવવા એટલે કે પુન:લગ્ન ન કરવા, શ્લોક-163. વિધવા મહિલાઓએ વ્રત ઉપવાસ કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું, શ્લોક-166. વિધવા મહિલાઓએ એકવાર આહાર કરવો, શ્લોક- 168. મહિલાઓએ વસ્ત્ર પહેર્યા વિના ન્હાવું નહીં, અને પોતાનું રજસ્વલાપણું છૂપાવવું નહીં, શ્લોક- 173. મહિલાઓએ અસ્પૃશ્યતા પાળવી, શ્લોક-174. કોઈ પુરુષે મહિલાના મુખેથી જ્ઞાનવાર્તા સાંભળવી નહીં, શ્લોક-34. પતિ પરદેશ ગયો હોય ત્યારે પત્નીએ આભૂષણ ધારણ ન કરવા, શ્લોક-162. જન્મ તથા મરણનું સૂતક પાળવું, શ્લોક-88. વર્ણાશ્રમનો ત્યાગ ન કરવો, શ્લોક-24. જન્મથી બ્રાહ્મણ આચાર્ય પાસેથી જ દીક્ષા ગ્રહણ કરવી, શ્લોક-128. રાજાના દર્શને ખાલી હાથે ન જવું, શ્લોક-37. જે ગામમાં ઉપદ્રવ હોય તે ગામ છોડી દેવું, શ્લોક-154. ધનાઢ્ય ગૃહસ્થોએ યજ્ઞ કરવા/ ઉત્સવ કરવા અને બ્રાહ્મણોને દાન કરવું, શ્લોક-155/156. શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરવું નહી, શ્લોક-10. શિક્ષાપત્રીની પૂજા કરવી, શ્લોક-209. જે ભાઈઓ/ બહેનો શિક્ષાપત્રી પ્રમાણે વર્તે નહીં તે અમારા સંપ્રદાયની બહાર છે, શ્લોક-207.
શિક્ષાપત્રી સિવાયના સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે. બ્રહ્મા/ વિષ્ણુ/ મહેશને સહજાનંદના દાસ બતાવ્યા છે. ટૂંકમાં સ્વામિનારાયણ સાહિત્ય એટલે જૂઠાણાંની  ફેક્ટરી!
કૂવામાં હોય તેવું હવાડામાં આવે! સવાલ એ છે કે શું સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સાધુ/ સ્વામી/ બાવાને સાંભળવાથી જ્ઞાન મળે ખરું? કોઈ મોટિવેશન મળે? મોક્ષ/ અક્ષરધામ મળે? સદ્ગતિ થાય? 
BAPS-બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના સાધુ જ્ઞાનવત્સલ સ્વામીની વકૃત્વ શક્તિ સારી છે. અંગ્રેજી મિશ્રિત તેમના પ્રવચનો હરિભક્તો તાળીઓથી વધાવી લે છે. તેમના પ્રવચનોમાં અંતે તો કાલ્પનિક ‘પ્રગટ બ્રહ્મસ્વરુપ’ આવે જ ! આવું જ્ઞાન ભક્તોના ગળે ઊતરે , પરંતુ હાઈકોર્ટના વકીલો/ ડોક્ટર્સ/ CA/ MBAની કોન્ફરન્સમાં આવા સ્વામીઓને શામાટે આમંત્રણ આપવું જોઈએ? એક ટ્રેન્ડ બની ગયો છે, CA, MBA, વકીલો વગેરેની કોન્ફરન્સમાં સ્વામીઓને આમંત્રણ આપવામાં આવે એટલે વટ પડી જાય!  સ્વામીઓના ગોળગોળ/ પોલાંપોલાં / અર્થહીન પ્રવચનો સાંભળી લોકો તાળીઓ પાડે ત્યારે અખા ભગત યાદ આવે: ‘ઊંઘ્યો કહે, ઊંઘ્યો સાંભળે, તેથી જડપણું બન્નેનું ન ટળે!’
25 જૂન 2024ના રોજ, કોલકાતામાં CAના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ હતી, તેમાં મોટિવેશન માટે જ્ઞાનવત્સલ સ્વામીને આમંત્રણ આપેલ. સ્વામી મંચ પર આવે તે પહેલાં સ્ટેજ પરથી ઘૃણાસ્પદ ઘોષણામાં કરવામાં આવી કે “કોન્ફરન્સ હોલની પ્રથમ પાંચ હરોળમાં કોઈ મહિલાએ બેસવું નહીં, તેમણે પાછળ બેસવું!” આ જાહેરાતના કારણે ભારે ઉહાપોહ થયો!
ICAI-ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ જ્ઞાનવત્સલ સ્વામીને આમંત્રણ આપતા પહેલા શિક્ષાપત્રી વાંચી હશે ખરી? જો વાંચી હોય તો આ સંસ્થાને સમાનતા/ લોકશાહી/ માનવ ગૌરવની હાનિ દેખાઈ નહીં હોય? શું આ સંસ્થા ઊંચ-નીચના ભેદભાવમાં/ વર્ણવ્યવસ્થામાં માનતી હશે? હાસ્યાસ્પદ બાબત તો એ હતી કે જ્ઞાનવત્સલ સ્વામીએ 2047 સુધીમાં ભારતને 'વિકાસિત' અને 'વિશ્વગુરુ' બનાવવાની વાત કરી હતી! શું શિક્ષાપત્રીના જૂનવાણી વિચારોનું અનુસરણ કરવાથી ‘વિશ્વગુરુ’ બનાશે? વિકસિત થવાશે?
કોઈ પણ સ્વામિનારાયણના બાવાને સાંભળવા એટલે ભૂતકાળ તરફ પાછા જવું! નવી સંસદના ઉદ્દઘાટન પ્રસંગે રાષ્ટ્રપતિને બોલાવવાના બદલે દેશભરમાંથી ‘ભાજપિયા બાવાઓ’ને બોલાવવામાં આવેલ ! આવનારા વર્ષોમાં આયાતુલ્લા ખોમૈનીનું ભારતીય સંસ્કરણ જોવા મળે તો આશ્ચર્ય પામવું નહીં! આપણે તાલિબાનની ઠેકડી ઉડાવીએ છીએ. તેઓ કટ્ટરપંથી છે, પરંતુ જ્યારે ભારતમાં જ્ઞાનવત્સલ સ્વામીના કારણે મહિલાઓને પાછળ બેસવું પડે તો આપણે વિશ્વગુરુ કઈ રીતે બનીશું? બાવાઓને આમંત્રણ આપનારાઓએ આત્મનિરીક્ષણ કરવાની જરુર નથી? તમામ વિદ્યાર્થીઓએ હોલની બહાર નીકળી જવાની જરુર હતી. હોલમાં સ્વામીને એકલા રાખ્યા હોત તો તેમને બ્રહ્મજ્ઞાન મળત! ગમે તેવો સંત કે સેલિબ્રિટી હોય, પણ મહિલાઓ સાથે આવું શરમજનક વર્તન કઈ રીતે માન્ય થઈ શકે?

टिप्पणियाँ

ट्रेंडिंग

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

આવેદન પત્ર - આરોગ્યના ક્ષેત્રે ગુજરાત જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે: ઓછામાં ઓછો 5% કરવામાં આવે

- મીનાક્ષી જોષી*  મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર વિષય: આરોગ્યના ક્ષેત્રે ગુજરાત રાજય જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે તેમાં વધારો કરીને ઓછામાં ઓછો 5% કરવામાં આવે માનનીયશ્રી,