सीधे मुख्य सामग्री पर जाएं

સમાજ સુધારાના મહારથી જેમને વિધવા પુનઃ લગ્ન વિશે લેખ લખવા બદલ ઘરમાંથી કાઢી મૂક્યો

- ગૌરાંગ જાની
 
આજના ગુજરાતમાં કોઈ યુવાન વિધવા લગ્ન વિશે લેખ લખે અને તેના વડીલો તેને ઘરમાંથી કાઢી મૂકે એવું ભાગ્યેજ બને. પરંતુ આજથી દોઢસો વર્ષ પૂર્વે ૧૮૫૩ માં એક અનાથ ગુજરાતી વણિક યુવાનને તેના પાલક કાકીએ વિધવા પુનઃ લગ્ન વિશે લેખ લખવા બદલ ઘરમાંથી કાઢી મૂક્યો. એ જ યુવાનની જન્મ શતાબ્દી (વર્ષ ૧૯૩૨) ઉજવાઈ ત્યારે તેના જીવન વિશે ૪૫૦ પૃષ્ઠનું દળદાર પુસ્તક અંગ્રેજી ભાષામાં લખાયું.આ જીવનચરિત્રના નાયક એટલે સુધારક અને પત્રકાર કરસનદાસ મૂળજી. સૌરાષ્ટ્રના મહુવા પાસે આવેલું વડાળા ગામ તેમનું મૂળ વતન. કરસનદાસનો જન્મ ૧૮૩૨ના જુલાઈની ૨૫ તારીખે મુંબઈમાં થયો હતો. 
કરસનદાસે બાળપણમાં જ માતાપિતાનું છત્ર ગુમાવ્યું. માતાનું અવસાન થતાં પિતાએ ફરી લગ્ન કર્યા અને મોસાળમાં માતાના કાકી પાસે તેમનો ઉછેર થયો.એ સમયના સુરતમાં દુર્ગારામ મહેતાએ વિધવા વિવાહ નું અભિયાન છેડ્યું હતું અને અનેક ગુજરાતી યુવાનો તેમાંથી પ્રભાવિત હતા. સુરત અને મુંબઈ હિન્દુઓના સમાજ સુધારાના કેન્દ્રો હતા.મુંબઈની ગુજરાતી જ્ઞાન પ્રસારક મંડળી માં દાદાભાઈ નવરોજી, દાક્તર ભાઉ દાજી જેવા વ્યક્તિત્વો ભાષણ કરતા અને કરસનદાસ સમાજ સુધારા વિશેના આવા ભાષણો ત્યાં સાંભળીને વિધવાવિવહની સમસ્યા વિશે વિચારતા થયા. એ સમયે નિબંધ સ્પર્ધાનું વાતાવરણ હતું. બન્યું એવું કે મુંબઈમાં એક પારસીએ વિધવાવિવાહ વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું. લખનારને દોઢસો રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી.
કરસનદાસ આ તક કેમ જવા દે! પણ દોઢ સદી પૂર્વે ગુજરાતી હિન્દુ સવર્ણોમાં વિધવા વિવાહ વિશે વાત કરવી પણ જાણે અપરાધ હતો.એવી વિપરીત સ્થિતિમાં કરસનદાસે છુપાઈને આ નિબંધ લખવાનો નિર્ણય કર્યો પણ તેમની પાલક કાકીને તેની ખબર પડી અને કરસનદાસ બેઘર થઈ ગયા. અને સાથે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજનો અભ્યાસ પણ છૂટ્યો.પણ યુવા કરસનદાસ નિરાશ ના થયા.એ સમયે સ્થપાયેલી બુદ્ધિવર્ધક સભા માં વર્ષ ૧૮૫૩ માં 'દેશાટન' વિશે નિબંધ વાંચ્યો અને તેની ખૂબ પ્રસંશા થઈ. સાથે સાથે મુંબઈની ગોકળદાસ તેજપાળ હાઇસ્કૂલના મુખ્ય શિક્ષકની નોકરી પણ મળી .ઉપરાંત બુદ્ધિવર્ધક સભા દ્વારા સ્થપાયેલી કન્યાશાળામાં તેઓ નિશુલ્ક ભણાવતા. સામાજિક સમસ્યાઓ અને સ્ત્રી વિરોધી પરંપરાઓ તેમજ જડ નિયમો સામે યુધ્ધે ચડવું હોય તો કોઈ સબળ માધ્યમની જરૂર પડે છે. આ દિશામાં કરસનદાસે વર્ષ ૧૮૫૫ માં 'સત્ય પ્રકાશ' નામનું સામયિક શરૂ કર્યું. તેને શેઠ મંગળદાસ નથુભાઈની આર્થિક મદદ મળી હતી.
સત્ય પ્રકાશના લેખોના વિષયોમાં જ્ઞાતિ ભોજન, વરઘોડા, હોળીમાં બીભત્સ શબ્દો બોલવા, વૈષ્ણવ મંદિરોના અનાચારો,લગ્ન સમયે ગવાતાં ફટાણાં અને બીજા અનેકનો સમાવેશ થતો હતો .મુંબઈની શાળામાં ઉત્તમ કામગીરી બાદ કરસનદાસને ડીસાની અંગ્રેજી શાળામાં મુખ્ય શિક્ષકની નોકરી મળી પણ ત્યાં તેમને ટીબી રોગ લાગુ પડ્યો અને માત્ર આંઠ મહિના બાદ તેઓ મુંબઈ આવી ગયા. નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે સત્ય પ્રકાશમાં જુસ્સાભેર લખવા માંડ્યું. 'ગુરુ તથા શિષ્ય ધર્મ' નામનો ઈનામ પ્રાપ્ત નિબંધ છાપ્યો. આ નિબંધમાં મહારાજો સેવકીઓ સાથે કેવા દુરાચાર કરે છે તેનું વર્ણન કર્યું હતું .વળી કરસનદાસે કેટલાક વૈષ્ણવ મહારાજોના દુરાચારો અને તેમણે આચરેલી અનીતિ સામે ચાબખામાર લેખો પ્રકાશિત કરવા માંડ્યા.આ વાતાવરણમાં મુંબઈના મુખ્ય મહારાજ જીવણલાલજી પર કોઈએ દાવો માંડ્યો અને સમન્સ કાઢી તેમને કોર્ટમાં બોલાવ્યા. ત્યારે મહારાજે દર્શન બંધ કર્યા. આ સંદર્ભે તેમના સેવકોએ ત્રણ શરતો કબૂલ કરી ત્યારે જ દર્શન ખુલ્યા .આ ત્રણ શરતો હતી (૧) કોઈ મહારાજને સમન્સ કાઢી સરકાર કોર્ટમાં ન બોલાવે એવો કાયદો પસાર કરાવવા બધા સેવકોએ અરજી કરવી, અને તે માટે ૬૦૦૦ રૂપિયાનું ભંડોળ કરી વકીલ રોકવો (૨) મહારાજોની ટીકા કરનારને નાત બહાર મૂકવો (૩) મહારાજ સામેની તકરારનો નિવેડો પાંચ મારફત ઘરમેળે પતાવવો.
આવી શરતોની ઝાટકણી કાઢતો લેખ 'સત્ય પ્રકાશ' માં કરસનદાસે લખ્યો અને શરતોવાળા દસ્તાવેજને 'ગુલામી ખત' કહ્યો.મહારાજની ટીકા અને શરતોને ગુલામી ખત કહેવા માટે કરસનદાસને નાત બહાર મૂકવાની વાત ઉઠી પણ તે શક્ય બન્યું નહિ અને બીજી શરતો કોઈએ માની નહિ આમ આ ગુલામી ખત નો ફિયાસ્કો થઈ ગયો અને તેનો જશ કરસનદાસ ને મળતાં મુંબઈમાં તેમનો જય જયકાર થયો.મહારાજને આ હાર જીરવાઇ નહિ અને તેમને મુંબઈ છોડવું પડ્યું.
વર્ષ ૧૮૬૦ ના ઓકટોબરની ૨૧ તારીખે સત્ય પ્રકાશમાં કરસનદાસે એક ઐતિહાસિક લેખ લખ્યો 'હિન્દુઓનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો' આ લેખનો સંદર્ભ એવો છે કે સુધારાનો પ્રભાવ જોઈ તેને ખાળવા સુરતથી મહારાજ જદુનાથ મુંબઈ આવ્યા અને તેમની અને કરસનદાસ વચ્ચે તીખા લેખોની હારમાળા મુંબઈના છાપાંઓમાં સર્જાઈ .તેમના ઉપરોક્ત લેખમાં કરસનદાસ લખે છે, "મહારાજનો પંથ પાખંડ ભરેલો તથા ભોલા લોકોને ઠગવાનો છે તે અસલના વેદ પુરાણ વગેરેના ગ્રંથોથી સાબેત થાય છે. એટલું જ નહિ, પણ મહારાજોના બનાવેલાં પુસ્તકો ઉપરથી સાબેત થાય છે કે મહારાજોએ કાંઈ નહિ પણ નવું પાખંડ અને તીખલ કીધું છે ... ધર્મગુરુઓ જહાં સુધી વ્યભીચારના સમુદરમાં ડૂબેલા માલૂમ પડશે તહાં સુધી તેઓથી ધરમનો બોધ થઈ શકવાનો નથી તે સત્ય કરીને જાણજો".
કરસનદાસના આવા હુમલા સામે જદુનાથજી મહારાજે કરસનદાસ ઉપર પચાસ હજાર રૂપિયાનો માનહાનિનો દાવો સુપ્રીમ કોર્ટમાં કર્યો.કરસનદાસના પુરાવાઓનો મહત્વનો આધાર ભાટિયાઓની સાક્ષીઓ પર હતો કેમકે તેઓ મહારાજના શિષ્યો હતા. ૧૮૬૧ ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે ભાટિયાઓનું મહાજન મળ્યું અને મહારાજની વિરુદ્ધ કોઈએ સાક્ષી આપવી નહિ અને જો કોઈ આપે તો તેને નાત બહાર મૂકવા એવા ઠરાવ પર સહીઓ થઈ.ભાટિયા નાતમાં સુધારા કરનાર મથુરાદાસ લવજી અને શેઠ લક્ષ્મીદાસ ખીમજી તેમજ ગોકુળદાસ તેજપાળના પ્રભાવને કારણે કરસનદાસને જરૂરી સાક્ષી મળી ગયા.૧૭ ડિસેમ્બર, ૧૮૬૧ ના દિવસે કોર્ટે નવ ભાટિયા આગેવાનોને ગુનેગાર ઠેરવ્યા .આ કેસમાં વિજય મળ્યો પણ મહારાજનો માનહાનિનો કેસ જે લાયેબલ તરીકે ઇતિહાસ પ્રસિદ્ધ છે તે તો મોટો પડકાર હતો.તેનું કારણ એ હતું કે એ સમયે માત્ર મુંબઈમાં જ પચાસ હજાર લોકો મહારાજના પક્ષે હતા અને મુંબઈ બહાર તો લાખો લોકો.તેની સામે ૨૮ વર્ષના કરસનદાસ ઝઝૂમી રહ્યા હતા .એ સમયે કવિ નર્મદથી માંડી અનેક સુધારાવાદીઓએ કરસનદાસ માટે જુબાની આપી.૨૮ જાન્યુઆરી ,૧૮૬૨ ના દિવસે મુંબઈની સુપ્રીમ કોર્ટના ન્યાયધીશો સર મેથ્યુ સાસ અને સર જોસેફ આર્નોલ્ડ દ્વારા કરસનદાસ ને નિર્દોષ ઠરાવવામાં આવ્યા .તેમને વાદી પક્ષ તરફથી ૧૧૫૦૦ રૂપિયા ખર્ચ પેટે કોર્ટે અપાવ્યા.
કરસનદાસ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા અને તેમણે અનેકવિધ પ્રકારના લખાણો દ્વારા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતીઓની સેવા કરી છે.વર્ષ ૧૮૫૬ માં મુંબઈથી પ્રકાશિત મહિલા 'સ્ત્રીબોધ' સામયિકના તંત્રી તરીકે વર્ષ ૧૮૬૦ થી ૧૮૬૨ સુધી પ્રદાન.કર્યું હતું. વર્ષ ૧૮૬૨ માં કરસનદાસ શેઠ કરસનદાસ માધવદાસના વેપાર માટે ઇંગ્લેન્ડ ગયા .જો કે ત્યાં પણ ફેફસાની તકલીફને કારણે સાત મહિનામાં સ્વદેશ પાછા આવ્યા. પરંતુ ત્યાંના પ્રવાસની અનેક વિગતો સમાવતું પુસ્તક 'ઇંગલાંડની મુસાફરી' પ્રકાશિત કર્યું .એ સમયે વિદેશ જવું અર્થાત્ દરિયો પાર કરવો એ હિન્દુઓની ઉપલી જ્ઞાતિઓમાં પાપ મનાતું. જદુનાથ મહારાજ સામેના સંઘર્ષથી કરસનદાસની કપોળ વાણિયાઓની. નાત ખફા હતી અને વિદેશ જવાથી બળતામાં ઘી ઉમેરાયું. પરિણામે નાતે કરસનદાસને નાત બહાર મૂક્યા.
વર્ષ ૧૮૬૩ થી ૬૫ દરમ્યાન શેર મેનિયાના ભરડામાં અનેક ગુજરાતીઓ બેહાલ થઇ ગયા. રસ્તા પર આવી ગયા અને કંગાળ થયા. કરસનદાસ પણ શેર સટ્ટામાં ફસાયા પણ ઘણી તકલીફ બાદ તેમાંથી ઉગરી ગયા.પાલીતાણાના ઠાકોર અને જેનો વચ્ચે શેત્રુંજી ડુંગર વિશેના વિવાદમાં જૈનોએ અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઇ દ્વારા કરસનદાસ ને ઇંગ્લેન્ડ મોકલ્યા પણ નાદુરસ્ત તબિયતને કારણે ત્યાં લાંબુ રહી શક્યા નહિ.ઈંગ્લેન્ડથી પાછા આવ્યા બાદ તેઓ રાજકોટમાં આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ તરીકે જોડાયા .અહીં તેમણે અનેક સુધારા કર્યા. ત્યાંના ઠાકોર સગીર હોવાથી કરસનદાસ ના હાથમાં કારભાર આવ્યો .રાજકોટથી તેમણે 'વિજ્ઞાન વિલાસ' સામયિક શરૂ કર્યું. રાજકોટમાં મ્યુનિસિપાલિટી, નિશાળો, લાયબ્રેરી જેવી સંસ્થાઓ સ્થાપી.
મુંબઈમાં તેમના કપોળ મિત્ર શેઠ માધવદાસનું તેમની જ નાતની વિધવા ધનકોર સાથે લગ્ન થયું એ ગુજરાતી હિન્દુઓની ઉપલી.જ્ઞાતિનું પ્રથમ વિધવા પુનઃ લગ્ન મનાય છે .આ લગ્ન થવા પાછળ કરસનદાસનો અમૂલ્ય સહયોગ રહ્યો.કરસનદાસ ના મહત્વના પુસ્તકોમાં દસ હજાર શબ્દો ધરાવતો લઘુકોષ 'ધ પોકેટ ગુજરાતી-ઈંગ્લીશ ડીક્ષનરી' (૧૮૬૨), 'નીતિ સંગ્રહ' (૧૮૫૬), ' 'સંસાર સુખ' (૧૮૬૦) 'મહારાજો નો ઈતિહાસ' (૧૮૬૫), 'વેદ ધર્મ અને વેદ ધર્મ પછીના પુસ્તકો' (૧૮૬૬) અને 'કુટુંબ મિત્ર' (૧૮૬૭) મુખ્ય છે.
૧૮૭૦ બાદ કરસનદાસની બદલી લીંબડી થઈ. ત્યાં હરસના રોગથી વર્ષ ૧૮૭૧ માં ૨૪ ઓગસ્ટના દિવસે માત્ર ૩૯ વર્ષની ઉમરે આ મહાન સામાજિક સુધારકનું અવસાન થયું.
---
સ્રોત:  ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.