सीधे मुख्य सामग्री पर जाएं

‘મહારાજ’... દરેકે આ ફિલ્મ જોઈ કાઢવી જોઈએ: સૌરભ શાહના સાત ખૂન માફ

- ધીમંત પુરોહિત 
અદાલતી જંગ બાદ નેટફ્લિક્સ પર ‘મહારાજ’ ફિલ્મ હવે રીલીઝ થઇ ગઈ છે. દરેકે દરેકે આ ફિલ્મ જોઈ કાઢવી જોઈએ. એને માટે નજીકના થીએટર સુધી જવાની પણ જરૂર નથી, ઘેર બેઠા ટીવી પર જ જોઈ શકાય છે. ૧૮૬૨ના મુંબઈના બહુ ચર્ચિત ‘મહારાજ લાયબલ કેસની સત્ય કથા પરની આ હિન્દી ફિલ્મ સૌરભ શાહની ૨૦૧૩મા લખાયેલી શ્રેષ્ઠ ગુજરાતી ડોક્યુ નોવેલ ‘મહારાજ’ પર આધારિત છે. જો તમે આ નોવેલ વાંચી હોય તો ફિલ્મને એની સાથે સરખાવવાનો પ્રયત્ન ના કરતા, મૂળ કથા, નોવેલ અને ફિલ્મમાં માધ્યમ મુજબ તફાવત રહેવાનો જ. સૌથી અગત્યની વાત એનો સંદેશ છે, એને પામવાનો પ્રયત્ન કરજો, કારણકે ૧૬૨ વર્ષ જુનો એ સંદેશ આજની તારીખે પણ એટલો જ રીલેવંટ છે, એ તો ફિલ્મની સામે કોર્ટે ચઢીને વૈષ્ણવોના એક ગ્રુપે જ સાબિત કરી દીધું!
હા, તો આ કથા દોઢસો વર્ષ પહેલા વૈષ્ણવ સંપ્રદાયની મુંબઈની મોટી હવેલીના મહારાજ જદુનાથ અને એમની સામે જંગે ચઢેલા ગુજરાતી પત્રકાર કરસનદાસ મૂળજીની  છે, કરસનદાસ પોતે પણ વૈષ્ણવ હતા બાય ધ વે ૧૮૬૯મા જન્મેલા મહાત્મા ગાંધી પણ આ જ વૈષ્ણવ સમાજના હતા. એ સમયે (અત્યારે ખબર નથી) મુંબઈમાં (બીજે પણ) કૃષ્ણને પૂજતા વૈષ્ણવ સંપ્રદાયમાં એવો ક્રૂર અને અમાનવીય કુરિવાજ હતો કે સંપ્રદાયના અનુયાયીએ એના લગ્નની રાતે પોતાની નવોઢા સાથે સુહાગ રાત મનાવતા પહેલા નવી પરણેલી કન્યાને હવેલીમાં મહારાજ પાસે ‘સેવા’ માટે મોકલવી પડતી. એ પણ કોઈ ગુપ્ત રીતે નહિ, છડે ચોક, પરિવાર અને સમાજમાં સૌની જાણકારીમાં. એના કરતા પણ વધુ કમકમાટી ઉપજે એવી પ્રથા એ હતી, કે મહારાજની નવયુવતીઓ સાથેની કામલીલા જે જારકર્મ કહેવાતું, એ અન્ય ભક્તો પણ પૈસા આપીને મહારાજના બેડરૂમની બારીઓમાંથી જોતા અને રાધા-કૃષ્ણની લીલા જોયાનો સ્વર્ગીય આનંદ મેળવતા. આમાં કોઈને કાઈ જ અજુગતું ના લાગતું. સૌથી મોટી નવાઈની વાત એ છે,  કે લગ્ન વખતની આ મુખ્ય ઘટના જ ફિલ્મમાં ફિલ્માવી નથી! માત્ર લગ્ન પ્રંગે જ નહિ, આડે દિવસે પણ મહારાજને જે ગમી જાય તે કન્યા મહારાજની ‘સેવા’માં હાજર કરાતી અને પરિવાર એ વાતે હરખાઈને ઘેર લાપસીનું આંધણ મૂકતો, કે એમની દીકરીને મહારાજે ‘સેવા’ માટે પસંદ કરી! 
આપણા હીરો સામાજ સુધારક-પત્રકાર કરસનદાસની વાગ્દતા પણ મહારાજની  કામલીલાનો ભોગ બને છે. સૌને માટે જે સહજ અને સ્વીકાર્ય હતું, એ કરસનદાસ માટે અસ્વીકાર્ય હતું. એ પરિવાર અને સમાજ આખાની સામે પડીને મહારાજની સામે જંગે ચડે છે અને પોતાના અખબાર ‘સત્ય પ્રકાશ’માં વૈષ્ણવ મહારાજોના પાખંડને ઉઘાડું પડે છે. કોઈ રીતે કરસનદાસ તાબે ના થતા, જદુનાથ મહારાજ કરસનદાસ સામે એ જમાનામાં અધધ કહેવાય એવો રૂપિયા ૫૦,૦૦૦ નો બદનક્ષીનો દાવો માંડે છે. અદાલતી લડાઈમાં આખરે અચાનક  મહારાજ વિરુદ્ધ  સાક્ષીઓ ઉભા થતા, અંગ્રેજોની અદાલતમાં કરસનદાસની જીત થાય છે, જો કે મહારાજને મામુલી આર્થિક દંડ સિવાય બીજી કોઈ ગંભીર સજા નથી થતી. આ કોઈ સ્પોઈલર નથી, જાણીતી વાત છે.
હવે યશરાજે બનાવેલી ફિલ્મની વાત કરીએ. હમણા હમણા નેટફ્લીક્સ બોલીવુડની ફિલ્મોને હોલીવુડનું બજેટ આપે છે, એટલે ‘હીરામંડી’ના લાહોરની જેમ ‘મહારાજ’માં દોઢસો વર્ષ પહેલાનું મુંબઈ અને એનો ગુજરાતી સમાજ આબેહુબ જીવતો થયો છે. જો કે યશરાજની ફિલ્મ છે એટલે એને વધુને વધુ રૂપાળી બનાવવા જેટલું ધ્યાન અને ધન અપાયું છે એટલું એને ધારદાર બનાવવા નથી અપાયું. વળી, આમીરખાનના દીકરા જુનેદને લોન્ચ કરવાની લ્હાયમાં કરસનદાસનું મુખ્ય પાત્ર જ નબળું બન્યું છે. કાશ, કરસનદાસનાં પાત્રમાં પ્રતિક ગાંધી હોત, તો ઓછા બજેટમાં વધારે સારું કામ થયું હોત. મહારાજના પાત્રમાં જયદીપ અહલાવત મજ્બૂત  વિલન છે. હીરોઈનો બધી અદ્દલ ગુજરાતી લાગે છે. સંજય ગોરડીયાની કોમેડી ના રાખી હોત તો સારું હોત. પટકથા અને ડાયલોગ ચોટદાર છે. જો કે, જે મૂળ કથાનું મુખ્ય પાસું છે, એ કોર્ટ રૂમ ડ્રામાને ન્યાય જ નથી અપાયો. વળી સેન્સર બોર્ડ અને કોર્ટથી બચવા બેલેન્સીંગ એક્ટ કરવામાં ફિલ્મ નગ્ન સત્ય રજુ કરાવાથી ચુકી જાય છે.  જો કે તમે  આ પિષ્ટપેષણમાં પડ્યા વગર ફિલ્મના મુખ્ય સંદેશ પર જ ધ્યાન આપજો.
મોટામાં મોટી વિડમ્બના એ છે, કે નવી પેઢીને કરસનદાસ જેવા ક્રાંતિકારી ગુજરાતી  પત્રકારનો પરિચય એક એવા ગુજરાતી પત્રકાર સૌરભ શાહ  દ્વારા થાય છે,  જે લેખકશ્રી પોતે એક વ્યક્તિ અને પાર્ટીના કંઠી પહેરેલા ભક્ત છે અને પોતાને ભક્ત તરીકે ઓળખવામાં એમને શરમ પણ નથી. એમનો ઉપરનો ફોટો એમની જ ફેસબુક વોલ પરથી લીધો છે. સારું લખતા આવડે એ સારો લેખક હોય, પરંતુ એ પત્રકાર પણ હોય એ જરૂરી નથી. પત્રકાર તો કરસનદાસ જેવો જ હોય, એ પ્રચારક ના હોય. એના લેખન અને જીવનમાં કોઈ ફરક ના હોય. આપણા લેખક્શ્રીએ થોડા વર્ષો પહેલા ‘વિચારધારા' નામનું મેગેઝીન પણ  અમદાવાદથી કાઢેલું. ‘મોરારી બાપુ અને નરેન્દ્ર મોદીએ લવાજમ ભર્યું, તમે ભર્યું?’ એવા હોર્ડિંગ મારીને હજારો લોકોના લાખો રૂપિયાનાં લવાજમ ઉઘરાવીને તેઓશ્રી છૂમંતર થઇ ગયેલા. લવાજમના પૈસા ગુમાવનારા લોકો ગુજરાતમાં એમને જે નામે બોલાવે છે, એ અહી લખી શકાય એમ નથી. કરસનદાસ તો જેલ જતા જતા  બચી ગયા પણ લેખકશ્રીને તો સાબરમતી જેલનો પણ અનુભવ છે. 
હશે, ગમે એમ, પણ એક માત્ર ‘મહારાજ’ નવલકથા અને એના પરથી બનેલી ફિલ્મ માટે સૌરભ શાહના સાત ખૂન માફ!
---
સ્રોત: ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.