હું 1982માં વડોદરાથી ભણીને અમદાવાદમાં સેટલ થવા આવેલો, ત્યારે અમદાવાદ શહેરની વસ્તી 26 લાખ હતી. ત્યારે પણ અમદાવાદ શહેર ગીચ અને અનમેનેજેબલ લાગતું હતું. 20 વર્ષ પછી 2002 આસપાસ શહેરની વસ્તી ડબલ થઈ ગઈ હતી! 52 લાખની! આજે 2024માં વસ્તી અંદાજે 90 લાખની ગણાય છે!
ઉડતી નજરે કહી શકાય કે અમદાવાદની વસ્તી દર 20 વર્ષે ડબલ થઈ જાય છે. ઓફ કોર્સ, શહેરનું ક્ષેત્રફળ પણ વીસ્તર્યું છે, છતાં જમીન પરનું વસ્તીભારણ દર કીલોમીટર દીઠ અકલ્પ્ય કહેવાય તેવું વધ્યું છે. માત્ર સ્કુટર, ગાડીઓ જ નહીં, આપણે સૌ એકમેકની સાથે અથડાતા કુટાતા જીવીએ છીએ. લોકો સમગ્ર રાજ્યમાંથી અને દેશના અન્ય રાજ્યોમાંથી પણ મેગા શહેરમાં "સારા જીવન"ની શોધમાં આવે છે. નોકરી-ધંધા માટે ગળાકાપ સ્પર્ધા આને કારણે પણ છે! આર્થીક નીતીઓ disparities વધારે તેવી હોઈને 10% લોકો ખુબ કમાય અને બાકીનાઓની હાલાકીઓ વધતી જાય છે.
દેશના દરેક મેટ્રો અને મેગા શહેરો, 1st tier અને 2nd tier શહેરોની આ હાલત છે. આવું કેમ છે, જાણો છો? 1990માં વર્લ્ડ બેન્ક દ્વારા થોપવામાં આવેલી ઓપન માર્કેટ કેપીટાલીસ્ટ આર્થીક નીતી સ્વીકાર્યા પછી દરેક સરકારોની વહીવટી નીતી એ જ રહી છે કે "લોકોનું શહેરીકરણ કરો". વધુ ને વધુ લોકો શહેરોમાં આવે એ જ નીતી. કારણ? પાણી, વીજળી, સફાઈ જેવી વહીવટી સેવાઓ અને સરકારી યોજનાઓની સેવાઓ જો જમીન પરનું વસ્તીભારણ દર કીલોમીટરે વધુ હોય તો સહેલી અને સસ્તી પડે!! દા. ત. એક બંગલાને પાણી પહોંચાડવાની પાઈપ લાઈનો કે 20 માળના મકાનને પાણી પહોંચાડવાની પાઈપ લાઈનોનો ખર્ચ સરકારને તો લગભગ સરખો પડે છે. (મેં કોમ્યુનીકેશન એક્સપર્ટ તરીકે વર્લ્ડ બેન્કના સલાહકારો સાથે મીટીંગો કરેલી છે).
સરકારો અને પોલીટીકલ પાર્ટીઓને પણ આ રીતે concentrated population એમના પ્રોપેગેન્ડા માટેના reach out કામો માટે સારું પડે છે. એટલે નાના શહેરો, તાલુકા ગામો કે ગામડાઓની કોઈ સરકારો દરકાર નથી કરતી. કોર્પોરેટ કંપનીઓને પણ આ રીતે કેટલાક શહેરોમાં જ ભીડમભીડ રહેતી પબ્લીક ધંધા માટે માફક આવે છે. એમનો પણ operating expense ઓછો થાય છે.
આ ચક્કર આમ જ ચાલવાનું. સામાન્ય લોકોને તો આ સમજાવાનું જ નહીં, એટલે શહેરોને સમકક્ષ ગામડાઓના વીકાસની પબ્લીક ડીમાન્ડ ઉભી થવાની નહીં.
---
*સ્રોત: ફેસબુક
Comments