सीधे मुख्य सामग्री पर जाएं

માતાપિતા તરફથી અભ્યાસનું જે બાળકો પર ભારણ છે એ મર્યાદા ઓળંગતું જાય છે

- તૃપ્તિ શેઠ* 
Indian Expressમાં એક કોટાનો કિસ્સો છે (The boy who ran: A determined father, CCTV footage from eight stations led to runaway teen from Kota) જેમાં એક છોકરો જેની ઉમર 17 વર્ષની હતી તે  12મા ધોરણની પરીક્ષા આપવાની જગ્યાએ એ કોટાથી ભાગી ગયો. એ છોકરો 24/7 ફકત અભ્યાસ જ કરતો હતો અને એ NEETની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એ એટલો બધો ટેન્શનમાં હતો કે એના માતાપિતા જે શહેરમાં રહેતાં હતાં એનું નામ જ ભૂલી ગયો હતો. એ ભણવામાં એટલો બધો રત રહેતો કે એના કોઈ જ દોસ્ત ન હતાં કે કોઈ સામાજિક સંબંધો ન હતાં. NEETની પરીક્ષાનું હાલ શું થયું તેની વાત ફરી કોઈ વાર. 
પરંતુ માતાપિતા તરફથી અભ્યાસનું જે બાળકો પર ભારણ છે એ મર્યાદા ઓળંગતું જાય છે. બાળક નાનું હોય ત્યારથી જ માતાપિતાની જિંદગી બાળકના અભ્યાસ પર જ કેન્દ્રિત હોય. સ્કૂલનું હોમવર્ક, ટ્યુશનનું હોમવર્ક , રીડિંગ , એક્સ્ટ્રા ક્લાસીસ-કોચિંગ વગેરે વગેરે. કોઈ બાળક કરાટે શીખવા જતું હોય તો કોઈ ડાન્સ તો કોઈ ડ્રોઈંગ તો કોઈ ક્રિકેટ વગેરે વગેરે... તમારા દીકરા દીકરી માનવ છે કે મશીન ? છોકરું થોડીવાર બેસે પોતાની સાથે સમય ગાળે , સ્થાયી મિત્રો બનાવે , સામાજિક સંબંધો વિકસિત કરે ... એ બધુ જવલ્લે જ થાય છે. આ જ ખૂબ મહત્વનું છે. જો એ નહીં થાય તો બાળક ગમે તેટલું તેજસ્વી હશે એ સમાજ સાથે અનુકૂલન નહીં સાધી શકે.સમાજ સાથે અનુકૂલન ન સાધી શકે તો સૌથી પહેલું તો ડિપ્રેશનમાં સરી પાડવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીન અમુક આર્થિક વર્ગમાં બાળક કશું પણ અભ્યાસ સિવાય અન્ય પ્રવૃત્તિ કરે તો ઘરના વડીલો ખાસ કરીને માતાપિતાનું મુખ્ય વાક્ય “ભણવા બેસ“ ચાલુ થઈ જાય. 
આ હું મધ્યમ વર્ગ અને ઉચ્ચતર મધ્યમવર્ગની વાત કરું છું. (ગરીબનું બાળક તો અભ્યાસ થયો તોય ઠીક અને ના થયો તોય ઠીક. એના નસીબમાં આવી સાહ્યબી સ્વપ્નમાં જ હોય છે.)
ઘરનું વાતાવરણ ખૂબ જ ડિપ્રેસિંગ હોય છે. તમને નીચે જેવા કિસ્સાઓ ઘરેઘરે જોવા મળશે. 
  • બાળક  : મારા 89% આવ્યા . પપ્પા /મમ્મી :પડોશીની દીકરીના 95%આવ્યા. 
  • બાળક : હું ભણીને કંટાળી ગયો છું. કશુંક મનને ગમે એવું કરવું છે. હું કે એક  સંગઠન પર્યાવરણ પર કામ કરે છે તેમાં જોડાવું ?;  પપ્પા /મમ્મી : તું બુદ્ધિનો બુઠ્ઠો છે ? હું તારા અભ્યાસ પાછળ લખો રૂપીઆ ખર્ચી રહ્યો છે અને તું આવી ફિઝુલ પ્રવૃત્તિ કરી પૈસા બગાડે છે ? 
  • બાળક :મને વિજ્ઞાન પ્રવાહ નથી ફાવતું . મને કોઈ જ સમજ જ પડતી નથી.  પપ્પા /મમ્મી : તારાથી કશું જ નહીં થાય! એકદમ આળસુ છે. તમારું જનરેશન એકદમ દિશાવિહીન છે. 
  • બાળક : મમ્મી હું તારા વગર રહી નહીં શકું . મમ્મી :ત્યાં જ રહે અને અભ્યાસ કર. તારે ડૉક્ટર બનવાનું છે કે આઈઆઈટીમાં એડમિશન લેવાનું છે. નહિતર તારા કાકાના દીકરાની જેમ પાપડ વેચીશ. 
  • બાળક : સર, મને સમજ નથી પડી. સર : ટ્યુશનમાં આવવાનું શરૂ કરી દે. બાળક :પણ મને એક નાની સરખી વાતમાં જ સમજ નથી પડી. સર. :સામુ બોલે છે , ડોબા ? તને તો પાયાનું જ્ઞાન પણ નથી. 
માતાપિતા ખૂબ જ મહત્વકાંક્ષી બની ગયાં છે. તમારું બાળક એ બાળક છે જીવતું જાગતું અરમાન થી ભરેલું! એ તમારી મહત્વકાંક્ષા પૂર્ણ કરવા માટેનું મશીન નથી. એ કોઈ રોબોટ નથી કે તમારી મહત્વકાંક્ષા માટે એનું બાળપણ , એની કિશોરાવસ્થાનું ખૂન કરી દે. જે માતાપિતા બાળકને અભ્યાસના નામે સતત દબાણમાં રાખે છે તે બાળકના બાળપણ અને કિશોરવસ્થાનું ખૂન કરે છે. એ ગુનેગાર છે. બાળકને કોઈ સામાજિક પ્રસંગમાં જવાનું હોય તો માતપિતાનું pet sentence “તારે ભણવાનું છે. તું નહીં આવે." તમે એને વિવિધ પ્રસંગોમાં નહીં લઈ જાવ , એને મિત્રો બનાવવાનો અને મિત્રતાં વિકસિત કરવાનો સમય નહીં આપો તો એ ભવિષ્યમાં ડિપ્રેશનમાં જવાના 80% chanches છે. 
આ બાળકો એટલા બધાં તણાવમાં હોય છે કે એમની સાથે કશું અઘટિત બને તો પણ માતાપિતા સાથે ચર્ચતા નથી કે માબાપ એમની મહત્વકાંક્ષામાં એટલા બધાં રત હોય છે કે બાળકોની પરિસ્થતિનો ખ્યાલ જ આવી શકતો નથી. મોટી સંખ્યામાં  બાળકોનું કોચ દ્વારા, ટ્યૂટર દ્વારા શારીરિક અને જાતીય શોષણ થતું હોય છે પણ એ બોલી જ શકતાં નથી. એ પાછળ પડી જાય છે. માતાપિતાએ ભણવા સિવાય બાળકો સાથે એવો સંબંધ જ વિકસિત કર્યો નથી કે બાળક આવીને પોતાની વાત ખુલ્લા દિલે કહી શકે. 
એક છોકરો અને છોકરી બંને 12મા ધોરણમાં એક ટ્યુશન ક્લાસમાં જતાં હતાં. એ બંને બાળકો અભ્યાસમાં મધ્યમ કહી શકાય તેવા હતાં. પણ એમના ટ્યુશનના શિક્ષકો  “તું આ નહીં કરી શકે, તું તે નહીં કરી શકે“ કરી એનો આત્મવિશ્વાસ એકદમ નિમ્ન કક્ષાએ પહોંચાડી બંનેનું જાતીય શોષણ લાંબા સમય સુધી કર્યું. એ બાળકોના મિત્રોએ એના માતાપિતાને ચેતવ્યા. પણ સાંભળે જ ના ને . છોકરીઓએ આત્મહત્યા કરી લીધી. હવે માતાપિતા શિક્ષકને સજા કરાવવા દોડી રહયાં છે. “કોણ દોષિત છે?" 
---
*સ્રોત: ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.