सीधे मुख्य सामग्री पर जाएं

આપણા સમાજમાં દીકરીના માતપિતાનો દરજ્જો દીકરાના માતાપિતા કરતાં નિમ્ન કક્ષાનો કેમ?

- તૃપ્તિ શેઠ 

થોડાંક દિવસ પહેલાં એક દુકાનમાં ખરીદી કરવાં ગઈ અને એ બહેન જે દુકાન પર બેઠાં હતાં એ ફોન પર વાતો જ કર્યા કરતાં હતાં . હું કંટાળીને આગળ જવા ગઈ તો એ મને કહે , "સોરી !  મારી મમ્મીને હું રોજ આ સમયે ફોન કરું છું કેમ કે એ મંદિરમાં રહે છે અને ત્યાં ઈલેક્ટ્રિસિટી નથી. એ પાંચ રૂપીઆમાં ફોન રોજ ચાર્જ કરાવે અને મારી સાથે વાત કરે." મે પૂછ્યું તારી મમ્મી કેમ એકલી રહે છે, તો એનો જવાબ હતો કે મારા બે ભાઈઓએ મારી મમ્મીને એના ઘરમાંથી કાઢી મૂકી છે એટલે એક ગામના છેવાડે આવેલાં મંદિરમાં રહે છે અને ત્યાં કામ કરે છે . મે કહ્યું ,” તું કેમ તારી મમ્મીની બોલાવી લેતી નથી ? “ તો મને કહે, મારી મા કહે છે કે છોકરીને ઘરે પાણી પણ પીએ તો  પાપ લાગે. 
આજની તારીખે પણ આ જ માનસિકતા હિન્દુ સોસાયટીમાં મોટાં પાયે જોવા મળે છે. પહેલાં છોકરીઓને ખૂબ દૂર પરણવાવામાં આવતી અને નાની ઉમરે પરણાવી દેવામાં આવતી , કોઈ વાહનવ્યવહારની સગવડ તો હતી નહીં. જો માતાપિતા દીકરીના સાસરે જાય તો બે ત્રણ દિવસ તો રહેવું પડે અને ખાવુંપીવું પણ પડે કેમ કે તે વખતે બહાર જઈને જમવાનું એ સમાજમાં સારું ન ગણાતું , વળી એવી કોઈ વ્યવસ્થા પણ ન હતી . હવે જો માતાપિતા દીકરીના ઘરે રહે તો દીકરી પર પડતાં દુ:ખો , વેદના વિષે જાણે અને અવાજ ઉઠાવે . પણ જો  માતાપિતા દીકરીના ઘરે આવે જ ના તો દીકરીની મનોદશા અને વ્યથા વિષે ખબર જ ન પડે. ઉપરાંત, પહેલાં બહુપત્નીપ્રથા પ્રચલિત હતી એટલે કેટલીક પત્નીને સારી રીતે રાખે અને કેટલીકને ખૂબ જ ખરાબ. એ બધુ ખૂબ જ સારી રીતે છુપાવી શકાય એટલે માતાપિતાને ઘરમાં બોલાવવાના જ નહીં ! 
વળી ભારતીય સમાજોમાં  દીકરીના માતપિતાનો દરજ્જો દીકરાના માતાપિતા કરતાં નિમ્ન કક્ષાનો. એ દરજ્જો નીચો જ રહે અને માતાપિતા છોકરી માટે અવાજ ઉઠાવે નહીં એટલે આ રિવાજને “ સંસ્કૃતિક મૂલ્ય “ બનાવી દીધું કે દીકરીના ઘરે રહે તો પાપ લાગે. આ એક ખૂબ જ વિચારેલી પિતૃસત્તાક સમાજની વ્યૂહરચના છે કે છોકરીઓ માટે બને તેટલી સપોર્ટ સિસ્ટમ ઓછી કરવી જેથી છોકરી પોતાના હક્કો માટે બોલે જ નહીં ને દબાયેલી રહે. 
 મે કેટલાય માતાપિતાને જોયા છે કે દીકરીના સાસરે જવાનું થાય તો એ ઘરેથી પાણી અને જમવાનું લઈને જાય. ભણેલીગણેલી છોકરીઓ પણ કહેશે ,"મારા માતાપિતા મારા ઘરે નહીં આવે કેમ કે એમને બહુ ત્રાસ પડે અને હું પણ એ લોકો આવે એવો આગ્રહ જ ન રાખું“ .  
 એક બીજી પ્રથા એ છે કે જો દીકરીના સાસરે ખાય તો પૈસા  કે મોંઘી ગિફ્ટ  આપવી , જેથી એવું કહેવાય કે મે દીકરીના ઘરે મફત ખાધું નથી. આ પ્રથા દીકરીની સુરક્ષા ને સલામતી માટે ખૂબ જ ખતરનાક છે. આ અંગે પુન:વિચાર કરવાની જરૂર છે .
- હવે તો સમજો ,છોકરીઓ ભણે છે ;એનામાં પણ  આ પ્રથા પાછળ સારાસારનો વિવેક સમજવાની શક્તિ કે સમજણ હોવી જોઈએ. સાથેસાથે છોકરીઓનાં પતિએ પણ સમજવું જોઈએ કે મારી પત્નીના માતાપિતા એ મારા પણ માતાપિતા છે , કેમ કે ઘરમાં પરણીને આવનાર દીકરી જો સાસુસસરાને માતાપિતા તરીકે સ્વીકારી સેવા કરતી હોય તો એનો પતિ કેમ નહીં ? ક્યાં સુધી છોકરી અને એના પિયરીયાનું સ્થાન સમાજમાં નીચું જ રહેશે ? છોકરીઓ અને પત્ની પર જોક્સ મારવા એ જુદી બાબત છે અને પત્નીની વાસ્તવિક પરિસ્થતિ સમજવી એ તદ્દન જુદી બાબત છે. 
છોકરીઓ પરણે પછી એ કમાતી હોય તો એના પૈસા પણ ન લે ! અરે તમે જન્મ આપ્યો, ભણાવીગણાવી ત્યારે એ પગભર થઈ છે ને? માબાપ કેમ એના પૈસા ન લઈ શકે?  એક જ દલીલ "છોકરીઓનાં પૈસા લઈ કયા ભવમાં છૂટવું?" કેટલાંક સમાજમાં તો એવી દલીલ કરવામાં આવે છે કે જો દીકરીના પૈસા લઈએ તો એને માતાપિતાની મિલકતમાં ભાગ આપવો પડે એટલે દીકરીના પૈસા હરામ કહેવાય ! 
દીકરી તરીકે એને બિચારી રાખવાની એક તક પણ નહીં ગુમાવવાની. પિયરમાં એ જાય તો મહેમાનની જેમ જ . મોટાભાગની દીકરીઓ માટે  માતાપિતાની ઘરની નિર્ણાયક બાબતોમાં એને  અભિપ્રાય આપવાનો હક્ક જ નહીં  . ઢગલાબંધ છોકરીઓ મારી આગળ ફરિયાદ કરે કે  જો માબાપની ઘરે કોઈ વાતમાં અભિપ્રાય આપીએ તો તરત જ બૂમરેંગ ફેંકવામાં આવે કે પરણેલી છોકરીઓ પિયરની વાતોમાં બોલવાનું ન હોય ! 
 જેટલાં  માતાપિતા છોકરાઓના છે એટલા જ છોકરીઓનાં છે. એમનો હક્ક છે પોતાની દીકરીનું હિત જોવાનું અને દીકરીનો હક્ક છે માતાપિતાની  ગરિમા અને સ્વમાન જાળવી રાખવાનું! ને માબાપની ફરજ છે કે દીકરીનું  સ્વમાન અને ગરિમા જાળવવાની! "પાપના પોટલાં" ના નામે એને "એકલી" મૂકી નહીં દેવાની. 

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.