सीधे मुख्य सामग्री पर जाएं

તત્વચિંતક રાજનીતિજ્ઞ મોદીનાં લોકસભાની ચૂંટણી સંદર્ભે મહાન વ્યાખ્યાનો પ્રકાશિત કરવા જોઈએ

- ઉત્તમ પરમાર 

વિશ્વના મહાન તત્વચિંતક રાજનીતિજ્ઞ અને આપણા મહાન વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી 2024ની લોકસભાની ચૂંટણી સંદર્ભે જે જાહેર વ્યાખ્યાનો આપી રહ્યા છે, એ માત્ર ભારતના વડાપ્રધાનોના નહીં પરંતુ વિશ્વના વડાપ્રધાનોના પ્રવચનો પૈકી સર્વશ્રેષ્ઠ પ્રવચનો છે.
નરેન્દ્રભાઈના આ બધા જ પ્રવચનોને પ્રકાશિત કરવા જોઈએ અને તેનું દ્રશ્ય શ્રાવ્ય સંકલન પણ કરી રાખવું જોઈએ. કારણકે આવવા મહાન પ્રવચનો સદીઓ સુધી વિશ્વના બીજા કોઈ વડાપ્રધાન કરી શકવાના નથી.
નરેન્દ્રભાઈના મહાન ક્રાંતિકારી પ્રવચનો કેટલાક લોકોને સમજાતા નથી અને તેને કારણે તેઓ સમજણ વગરના નરેન્દ્રભાઈ સામે બખાળા કરે છે. પરંતુ આ બધા જ પ્રવચનો નરેન્દ્રભાઈએ તુરીયાવસ્થામાં પ્રવેશ કર્યા પછી આપેલા આધ્યાત્મિક પ્રવચન છે. જે વિવેક બુદ્ધિવાદી, વૈજ્ઞાનિક અભિગમવાદી અને 
વૈશ્વિક માનવવાદી લોકોને ન સમજાય તે સ્વાભાવિક છે.
નરેન્દ્રભાઈના આ પ્રવચનો સમજવા માટે એમને સમર્પિત થઈ ચૂકેલા મધ્યમવર્ગીય માનસિકતાવાળા ગ્રેજ્યુએશન થી લઇ પીએચડી સુધીના પ્રજ્ઞાચક્ષુ શિષ્યો પાસે જશો તો તમને તેઓ નરેન્દ્રભાઈના પ્રવચનોનો સાચો અને મહાન અર્થ શું થઈ શકે તે સરળતાથી સમજાવશે.
નરેન્દ્રભાઈના આ મહાન પ્રવચનોનો અર્થ સમજવા માટે બીજો વિકલ્પ પણ છે, તે એ છે કે આ પ્રવચનો સામે લોકપ્રિય સાહિત્યકાર ગુણવંત શાહ ,લોકપ્રિય કથાકાર મોરારીબાપુ અને લોકપ્રિય સન્યાસી સચ્ચિદાનંદ મૌન ધારણ કરે છે એ મૌનની ભાષા તમે સમજશો તો તમને નરેન્દ્ર ભાઈના પ્રવચનો સમજાઈ જશે.
નરેન્દ્રભાઈના આ મહાન પ્રવચનોની એક વિશિષ્ટ લાક્ષણિકતા એ હોય છે કે એ પોતે જ પોતાના મનમાં જે સદવિચારો ધરાવે છે અને પોતે જે સદકર્મો કરતા હોય છે તેના જ હેત્વારોપણો અને આક્ષેપો પોતાના સૌથી પ્રિય દુશ્મન અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગાંધી નહેરુ પરિવાર પર કરતા હોય છે. આ લાક્ષણિકતા તમને ભારતીય સંસ્કૃતિના 5,000 વર્ષના ઇતિહાસમાં બીજા કોઈપણ મહાપુરુષમાં જોવા મળશે નહીં.
નરેન્દ્રભાઈના આ મહાન પ્રવચનોની નોંધ વિશ્વભરના લોકશાહી દેશના વર્તમાનપત્રો અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોએ વ્યાપક પ્રમાણમાં નકારાત્મક રીતે લીધી છે અને આપણા મહાન વિશ્વગુરુ નરેન્દ્રભાઈની ટીકા કરી છે.
પરંતુ આવી હરકતોથી આપણે જરા પણ વિચલિત થવાની જરૂર નથી કારણ કે હવે નરેન્દ્રભાઈ વિશ્વગુરુ છે, તેમણે ભારતની અને વિશ્વની પ્રજા માટે તુરીયાવસ્થામાં પ્રવેશ કરેલો છે અને તેમનું જીવન વિચાર કાર્ય અને દર્શન જ એકમાત્ર સત્ય છે. તેમને ભારતના મીડિયા જગતનું અને પ્રજ્ઞાચક્ષુ ભક્તોનું વ્યાપક સમર્થન છે એટલે નરેન્દ્રભાઈની વાણી જ એકમાત્ર સત્ય છે.
નરેન્દ્રભાઈના આ વિશ્વવિખ્યાત પ્રવચનો સામે સોક્રેટીસ, ટોલ્સટોય, મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, લોહીયા, અબ્રાહમ લિંકન અને કેનેડી તથા માર્ટિન લ્યુથર કિંગના પ્રવચનો તો કચરો લાગે. આ બધા મહાપુરુષો અને તેમના શિષ્યોએ નરેન્દ્ર ભાઈ ને સાંભળવા જોઈએ, વાંચવા જોઈએ, નરેન્દ્ર ભાઈના શબ્દોનું ધ્યાન કરવું જોઈએ, તો જ આપણે નરેન્દ્ર ભાઈ ને સમજી શકીશું.
આપણા મોરારીબાપુએ રામકથા કરતા કરતા નરેન્દ્ર ભાઈ ની વાત નહીં કરવી જોઈએ પરંતુ નરેન્દ્રકથા કરતા કરતા નરેન્દ્ર ભાઈના સમર્થનમાં રામને રજૂ કરવા જઈએ.
આપણા ગુણવંતભાઈ શાહે એમની કટાર નરેન્દ્રભાઈના પ્રવચનોના ગૂઢાર્થ સમજાવવા માટે સમર્પિત કરવી જોઈએ.
આપણા સચ્ચિદાનંદજીએ એમનું બાકીનું સન્યસ્ત જીવન નરેન્દ્રભાઈને સમર્પિત કરવું જોઈએ અને એમના માથા પરનું નરેન્દ્રભાઈનું ઋણ અદા કરવું જોઈએ.
ખરેખર ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર પેદા કરીને જે ભૂલ કરી હતી તે ભૂલને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પેદા કરીને અને ભારતને અને વિશ્વને તેની ભેટ આપીને ગુજરાતને કલંકિત થતું બચાવી લીધું છે.
ઘણા બધા નરેન્દ્રભાઈને નહીં સમજી શકતા લોકો નરેન્દ્રભાઈના પ્રવચનો સાંભળીને એમના માનસિક સ્વાસ્થયની ખોટી ચિંતા કરતા જોવા મળે છે પરંતુ વાસ્તવિક રીતે એમણે તુરીયા અવસ્થામાં પ્રવેશ કર્યો છે તેના કારણે આવા મહાન પ્રવચનો તેઓ કરી શકે છે.
(તુરીયાવસ્થા વિશે કોઈને ન સમજણ પડતી હોય તો આપણા મૂર્ધન્ય સાહિત્યકાર શરદ ઠાકરનો સંપર્ક કરવો, એવો પણ તુરીયાવસ્થાના સાધક છે.).
ભારતીય સંસ્કૃતિના 5000 વર્ષના દર્શન સાહિત્યમાં અંતે નરેન્દ્રભાઈના પ્રવચનો સર્વશ્રેષ્ઠ દર્શન છે એટલી સમજણ સાથે નરેન્દ્રભાઈ પ્રત્યેનો મારો અહોભાવ વ્યક્ત કરું છું.
આપ સૌ મિત્રો પણ ગીતા ,કુરાન, બાઇબલ કે રેશનલ સાહિત્ય વાંચવાનું પડતું મૂકીને નરેન્દ્રભાઈના 2024ના પ્રવચનોનો નિયમિત અભ્યાસ કરો અને સાતત્ય પૂર્વક કરતા રહો એ જ શુભેચ્છા સાથે વીરમુ છું.
---
*સ્રોત: ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.