મારી કિશોર અવસ્થામાં કેટલાક ચિત્રો અને મૂર્તિઓએ
હૃદયમાં એવું સ્થાન જમાવ્યું છે કે આજદિન પર્યંત
ઉત્તરોઉત્તર વિકસતું જ રહ્યું છે. પ્રેમ કરુણાના મૂર્તિમંત અવતાર જિસસ ક્રાઈસ્ટને વધુસ્તંભે ચઢાવેલી મૂર્તિ મારી કોઈપણ ધર્મ વિશેની સમજ નહોતી ત્યારથી મારા હૃદયમાં સ્થાપિત થયેલી છે.
મારા ઘરની દિવાલ પર વધસ્તંભે ચઢેલા જીસસની પ્રતિમા જોઈને કોઈ મને પૂછી બેસતું કે તું ક્રિશ્ચન છે?
પછી જેમ જેમ મારી જિજ્ઞાસાનો ઉઘાડ થતો ગયો
તેમ તેમ મને જિસસ ક્રાઈસ્ટના વિભૂતિ મત્વનો પરિચય થતો ગયો.
ભારતીય સંસ્કૃતિમાં અને ભારત દેશમાં જીસસ ક્રાઈસ્ટના દર્શન, તેના સંતોનું આગમન તથા ખ્રિસ્તીધર્મના આગમનને હું ભારતીય સંસ્કૃતિ, હિન્દુધર્મ, ભારતીય સમાજ વ્યવસ્થા તેમજ આધુનિક ભારતના ઘડતરની દ્રષ્ટિએ સૌથી ઉપકારક બાબત ગણું છું.
જો ભારતમાં ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મનું આગમન ન થયું હોત તો 3000 વર્ષથી મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થાની સામાજિક ગુલામી ભોગવતા 85% હિન્દુ સમાજની સામાજિક આઝાદીનું સર્જન ન થઈ શક્યું હોત.
આજે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પુણ્ય પ્રતાપે 85% હિન્દુઓ હિન્દુ ધર્મના ભાગીદાર બની શક્યા છે અને જનવાદી નાગરિક અધિકારો ભોગવતા થયા છે એમાં ખ્રિસ્તી ધર્મનો અને ઇસ્લામ ધર્મનો પણ સિંહ ફાળો છે.
ભારતમાં જિસસ ક્રાઈસ્ટના દર્શન અને ખ્રિસ્તી ધર્મના આગમનને કારણે હિન્દુ ધર્મના માળખામાં અને સમાજ વ્યવસ્થામાં માનવતા વાદી સમાજસેવાની શરૂઆત પ્રત્યાઘાતી બચાવ પ્રવૃત્તિ તરીકે થવા માંડી.
આજે પણ હિન્દુ ધર્મમાં હિન્દુ ધર્મના નેતાઓ હિન્દુ ધર્મના ગરીબોને સામાજિક ન્યાય પહોંચાડવામાં કે ન્યાયી કાયદાકીય સમર્થન આપવામા પ્રવુત થતા જોવા મળતા નથી. જ્યારે ખ્રિસ્તી સંસ્થાઓ ઠેર ઠેર આદિવાસીઓને દલિતોને શ્રમિકોને અને મહિલાઓને કાનૂની સહાય પૂરી પાડવામાં કે તેમના વતી સામાજિક ન્યાયની લડત લડવામાં અગ્રેસર જોવા મળે છે.
અગણિત ખ્રિસ્તી ધર્મગુરુઓ દલિતોને આદિવાસીઓને શ્રમિકોને અને મહિલાઓને સામાજિક ન્યાય પહોંચાડવા જતા હિન્દુ મહાસભા અને સંઘ પરિવારના કે તેમના સાથી સંગઠનોના ગુંડાઓ દ્વારા હત્યાનો ભોગ બન્યા...
વિશ્વવંદનીય વિભૂતિ જિસસ ક્રાઈસ્ટને હૃદય પૂર્વકના વંદન...
Comments