જૂનાગઢના મહેશ ગિરિ બાપુ, ગિરનાર છાયા મંડળ, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ અને બીજા અસમાજિક તત્વો વિરુદ્ધ UAPA કાયદા મુજબ FIR નોંધવા બાબતે માયનોરિટી કોર્ડિનેશન કમેટી ના કન્વીનર મુજાહિદ નફીસ દ્વારા પોલિસ અધિક્ષક શ્રી જૂનાગઢ સમક્ષ ઈમેલ દ્વારા FIR નોંધવા માટેની અરજી:
---
જૂનાગઢ
વિષય- જૂનાગઢના મહેશ ગિરિ બાપુ, ગિરનાર છાયા મંડળ, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ અને બીજા અસમાજિક તત્વો વિરુદ્ધ UAPA કાયદા મુજબ FIR નોંધવા બાબત
સાહેબ શ્રી,
ઉપરોક્ત વિષય સંદર્ભે આપનું ધ્યાન દોરવાનું છે કે દિવ્ય ભાસ્કર જૂનાગઢ આવૃત્તિ તારીખ 1-3-24 માં પ્રસિદ્ધ એહવાલ મુજબ વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢના અસમાજિક તત્વો દ્વારા કોલેક્ટર શ્રી ને આવેદન પાઠવી ને માંગણી કરી છે કે “મેળામાં બિન હિન્દુ પકડાશે તો જાહેરમાં હકાલ પટ્ટી કરાશે” .
તા 4-3-24 માં પ્રસિદ્ધ એહવાલ મુજબ મહેશ ગિરિ બાપુ કહ્યું છે કે “બગીયો મોકલતા નહીં, મોકલશો તો પરત નહીં જાય”.
તા 5-3-24 માં પ્રસિદ્ધ એહવાલ મુજબ અગ્નિ અખાડા, જૂના અખાડા, આહ્વાન અખાડા દ્વારા માંગણી કરેલ છે કે “રવાડી માં બિન હિન્દુઓની બગીયોને પ્રવેશ ના આપો”.
સાહેબ ઉપરોક્ત કૃત્ય ભારતના સંવિધાનના અનુચ્છેદ 19- (d)to move freely throughout the territory of India;
(e) to reside and settle in any part of the territory of India;and
(f) to practise any profession, or to carry on any occupation, trade or business. ના મૂળભૂત અધિકારનું સ્પષ્ટ રૂપે ઉલ્લંઘન છે.
સાહેબ શ્રી કોઈ પણ માણસ અને સંગઠન ભારતના બંધારણનો ઉલ્લંઘન અને જાહેર અપમાન કરે તે બદલ તેના વિરુદ્ધ દેશદ્રોહ, UAPA જેવા કાયદા મુજબ અવિલંબ કાર્યવાહી થવી જોઇયે.
ઉપરોક્ત વાણી વિલાસ વહીવટી તંત્રની સામે અને લેખિત સ્વરૂપે થયેલ છે. તો શું વહીવટી તંત્ર માત્ર મુસ્લિમો વિરુદ્ધજ પોતાના રૌદ્ર સ્વરૂપ બતાવવા સક્ષમ છે, કે બંધારણ ની રક્ષાનું મુખ્ય કામ કરવાની તેઓની ફરજ છે, સાહેબ શ્રી અમારી આપણે આ લેખિતમાં અરજી છે કે આપ બંધારણમાં આપેલી જવાબદારી થી બંધાયેલા છો અને આપની ફરજ છે કે જો કોઈ પણ બંધારણ વિરુધ્ધનું કૃત્ય થાય તો તેની વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી થાય, જેથી આપની ફરજના ભાગરૂપે આપ સુનિશ્ચિત કરો કે આવા વાણી વિલાસ કરવાવાળા, સમાજના ભાગલા કરવા વાળા અસામાજિક તત્વો વિરુધ્ધ તાત્કાલિક દેશદ્રોહની કલમો અને UAPA એક્ટ હેઠડ એફઆઇઆર નોંધાય અને તેઓ જેલના સળિયા પાછળ ધકેલાય.
નકલ રવાના- પોલીસ મહાનિરિક્ષક શ્રી, જુનાગઢ રેન્જ, જુનાગઢ
પોલિસ મહાનિદેશક શ્રી, ગાંધીનગર, ગુજરાત
Comments