सीधे मुख्य सामग्री पर जाएं

14 એપ્રિલ 2024 સુધીમાં ભારતનું એક ગામ આભડછેટ મુકત જાહેર કરો

- કાંતિલાલ યુ. પરમાર 
ભારતના વડાપ્રધાનશ્રીને "આભડછેટ મુકત ભારત" કરવા ખુલ્લો પત્ર...
 વિષય:- 14 એપ્રિલ 2024 સુધીમાં ભારત દેશનું એક ગામ આભડછેટ મુકત જાહેર કરી "આભડછેટ મુકત ભારત"ની શરૂઆત કરવા બાબત.
અમો દેશના અનુસૂચિત જાતિના લોકો માંગ કરીએ છીએ કે આગામી 14 એપ્રિલ 2024 સુધીમાં ભારત દેશનું એક ગામ આભડછેટ મુકત જાહેર કરો"
આભડછેટ નાબુદ કરવાની કેન્દ્ર અને  રાજ્યની "બંધારણીય જવાબદારી" જે કેન્દ્ર અને રાજ્ય સરકારે નિભાવવી જોઈએ અથવા તો સરકાર બંધારણીય જવાબદારી નિભાવવા સરકાર સક્ષમ નથી તેવું જાહેર કરવું જોઈએ.
દેશમાં અનેક પ્રકારની આભડછેટ અનુસૂચિત જાતિના 22 કરોડ લોકો સાથે પાળવામાં આવે છે જેમાં અનુસૂચિત જાતિના લોકોથી મોજડી ન પહેરાય, સારા કપડાં ન પહેરાય, સોનાનો ચેન ન પહેરાય, ઘોડા પર બેસી ન શકાય, વરઘોડો કાઢી ન શકાય, મંદિરમાં પ્રવેશી ન  શકાય, સરકારી સ્કૂલમાં ચાલતા મધ્યાન ભોજનમાં બેસવામાં અલગ લાઈન, અલગ વાસણો, અલગ પીવાના પાણીના માટલા, ગામે અલગ પાણીના કુવા, ગામે એક ખૂણામાં અલગ રહેણાંક વસાહતો, દેશમાં ગામે ગામ અલગ સમશાન જેવી આભડછેટની અનેક ઘટનાઓ રોજ બરોજ જોવા અને છાપાઓમાં વાંચવા મળે છે,  દેશમાં આભડછેટની અનેક ઘટનાઓ સામે આવેલ છે,હાલમાં જ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર  ગામે મંદિર પ્રવેશ બાબતે જીવલેણ હુમલો, કચ્છ ના રાપર તાલુકાના સેલારી ગામમાં જમવામાં અલગ બેસાડવા, વડોદરા જિલ્લાની સાવલી તાલુકાની પીલોલની ઘટના સામે આવેલ છે,જેમાં ગરબા રમવા અને ગાવામાં આભડછેટ રાખવાની ઘટના, બનાસકાંઠામાં ડેરીમાં દૂધ ન લેવાની ઘટના, બિલેશ્વરપુરા, ચડાસણા ગામમાં ઘટેલ ઘટનાઓ જેવી દેશમા દરરોજ ઘટે છે, પણ સબ સલામતના દાવા કરાય છે અને વાસ્તવિકતાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરાય છે.
સમસ્યાથી દૂર ભાગવાને બદલે સરકાર સમસ્યાનો સામનો કરી ઉકેલ લાવે તે ખૂબ જ જરૂરી છે, સામાજિક જાગૃતિ અને લોકોના માઈન્ડ સેટ બદલે તે માટેના કાર્યક્રમ અને આભડછેટ પર અંકુશ લાવવા માટે તમામ લોકોએ સહિયાળા પ્રયાસ કરવા જરૂરી છે. પણ સરકારમાં રાજકીય ઇચ્છા શક્તિનો અભાવ જોવા મળે છે, અને પ્રશ્રને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
શા માટે છાતી ઠોકીને વિશ્વ સમક્ષ રંગભેદની જેમ આભડછેટ વિરુદ્ધ વૈશ્વિક લેવલે ઝુંબેશ ઉપાડવામાં આવતી નથી, શા માટે વિશ્વ સમક્ષ આ વાતની કબૂલાત કરવામાં આવતી નથીઃ કે આ સવાલ ભારતમાં છે અને તેને દૂર કરવા અમો વૈશ્વિક મદદ માંગીએ છીએ.
ભારતીય બંધારણની કલમ 17 મુજબ કોઈપણ પ્રકારની આભડછેટ પાળવી કે પ્રોત્સાહન આપવું કાયદેસર સજા પાત્ર ગુનો જાહેર કરવામાં આવેલ છે, છતાંય ભારતમાં આભડછેટ ગામે ગામ ખદબદે છે, આના માટે કોણ જવાબદાર?
ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારમાં કલમ 17 માં સામેલ અનુસૂચિત જાતિ વર્ગના લોકો સાથે પાળવા/રાખવામાં આવતી આભડછેટ બંધારણીય અધિકારનો ખુલ્લેઆમ ભંગ સમાન છે, જેમાં રાજ્ય કે કેન્દ્ર ચૂપ બેસી ન શકે, લોકોના બંધારણીય અધિકારોનો સવાલ છે, જેમાં કેન્દ્ર અને રાજ્યોની આભડછેટ નાબૂદ કરવી સંયુક્ત જવાબદારી બને છે.
ફક્ત વાતોથી જમીની હકીકત બદલતી નથી.
શા માટે આભડછેટને રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સમસ્યા જાહેર કરવામાં આવતી નથી? આ આભડછેટના  મુદ્દાને શા માટે યુનોમાં લઇ જવામાં આવતો નથી? શા માટે યુનોમાં આભડછેટના મુદ્દાની ચર્ચા કરવામાં આવતી નથી? ભારતના વડાપ્રધાનશ્રીને આભડછેટ મુદ્દે જાહેરમાં પોતાનો મત વ્યક્ત કરવા અને આભડછેટને માનવતા વિરુદ્ધનો ગુનો જાહેર કરવા અને આભડછેટ પાળનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા એડવાઇઝરી જાહેર કરે 
આભડછેટ નાબુદી માટે કેન્દ્ર અને દરેક રાજ્ય સરકાર સમક્ષ માંગણીઓ:-
સૌ પ્રથમ તો આભડછેટને રાષ્ટ્રીય સમસ્યા જાહેર કરો,
આભડછેટ પાળનાર અને તેને પ્રોત્સાહન આપનારને ઓછામાં ઓછી દસ વર્ષની સજા થાય તેવો કાયદો બનાવો.
આભાળછેટનું આચારણ કરનાર કે પ્રોત્સાહન આપનારની ભારતીય નાગરિકતા રદ્દ કરવામાં આવે, સરકારી નોકરીમાં અયોગ્ય જાહેર કરવામાં આવે, સરકારી તમામ સહાયથી વંચિત કરવામાં આવે અને તે વ્યકતિને માનસિક રોગી જાહેર કરવામાં આવે.
હાલમાં દેશમાં અને રાજયોમા જાતીવાદી માનસિકતા ઘરાવતા લોકો દ્વારા અનુસૂચિત જાતિના લોકો વિરુદ્ધ ઘૃણા ઉપજાવતી આકાર પામતી અને બનતી અતિ ગંભીર ઘટનાઓમાં અનુસુચિત જાતિના લોકોને મૂછો ન રાખવા દેવી, લગ્નમાં વરઘોડો જાહેરમાં ન કાઢવા દેવો, મોજડી ન પહેરવા દેવી, સોનાના દાગીના ન પહેરવા દેવા, ઘોડા પર ન ચડવા દેવા, નામ પાછલ સિહ રાખવા બાબતે, જાહેર સ્મશાનનો ઉપયોગ ન કરવા દેવો, જાહેર જગ્યા પરથી પાણી ન ભરવા દેવું, જાહેર જગ્યાનો ઉપભોગ ન કરવા દેવો, નિશાળમાં મીડ ડે મિલ (મધ્યાહ્નન)ભોજનમાં અલગ બેસાડવા, હત્યા કરવી, અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે બળાત્કાર કરવો, મરવા મજબુર કરવા, અપહરણ કરવું, ગામ છોડવા મજબુર કરવા કે ગામ છોડાવવું,  બાળકો માટે અલગ વાસણ રાખવા, અલગ પીવાના પાણીના ગ્લાસ રાખવા, પંચાયતમાં ખુરશી પર ચુટાયેલ પ્રતિનિધિને બેસવા ના દેવા,  જાહેરમાં રસ્તા પર ન ચાલવા દેવા, મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ  વિગેરે પ્રકારના બનાવો જાતિવાદી અને જ્ઞાતિવાદી જડ માનસિકતામાં માનતા અને આભડછેટ પાળતા લોકો દ્વારા આવા ગેર બંધારણીય અને કાયદા વિરુદ્ધના કૃત્યને અંજામ આપતા દેશમા જોવા મળે છે. 
ભારતીય બંધારણમાં ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસથી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી બંધારણના આર્ટીકલ -૧૭ મુજબ આ દેશમાંથી આભડછેટ નાબુદ કરવામાં આવી છે અને કોઈ પણ સ્વરૂપે આભડછેટ પાળવી તે ગુનો બને છે જેમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે. લોકોના મૂળભૂત અધિકારમાં સમાવવામાં આવેલ આભડછેટ કોઈ પણ સ્વરૂપે દેશના કોઈપણ રાજ્યમાં ચાલુ હોય તો તેની નાબુદી કરવી એ કેન્દ્ર અને  સરકાર જવાબદારી છે. આભડછેટ જડમૂળથી નાબૂદ થાય અને તેમાંથી ઉત્પન્ન થતી હિંસા અને તેના લીધે ભોગ બનતા લોકોના બંધારણીય મૂળભૂત અધિકારો અને માનવ અધિકારોના રક્ષણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે તાત્કાલિક પગલા ભરવા જોઈએ અને આભડછેટના ભોગ બનતા અનુસૂચિત જાતિના લોકોના મૂળભૂત અધિકારોના પુન: સ્થાપન માટે સરકારે શક્ય તમામ પ્રયત્નો કરવા જોઈએ.
આભડછેટને નાબુદ કરવી તે કેન્દ્ર અને રાજ્યની જવાબદારી બને છે.
કેન્દ્ર  રાજ્ય સરકાર તેની જવાબદારીઓમાંથી કોઈ પણ રીતે છટકી ન શકે, આભડછેટ નાબુદી કેન્દ્ર અને રાજયની બંધારણીય જવાબદારી છે અને તે મુજબ વર્તવા કેન્દ્ર અને રાજ્ય બંધાયેલ છે.
અનુસૂચિત જાતિ વર્ગના લોકોના બંધારણીય અધિકારો અને માનવ અધિકારોનું રક્ષણ કરવામાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર નિષફળ જાય તો એક સેકન્ડ પણ તેમને સતા પર રહેવાનો અધિકાર નથી.
દેશમાં આભડછેટ નાબુદી માટે કેન્દ્ર અને રાજ્યમાં જિલ્લાવાર અને રાજ્ય લેવેલે કાર્યક્રમ નક્કી કરી આ અંગે કેન્દ્ર અને રાજ્યના બજેટમાં પુરતા નાણાની  ફાળવણી કરવામાં આવે.
દેશના વિભિન્ન રાજ્યમાં છેલ્લા ૨૫ વર્ષમાં જેટલા પણ લોકો આભડછેટના કારણે હિંસાનો ભોગ બનેલ હોય તેમનું કેન્દ્ર રાજય સરકાર સાથે મળી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989 ના નિયમો 1995 ના પેટા નિયમ 15 મુજબ ખાસ આકસ્મિક યોજનામાં પુન:વસન કરે.
દેશના દરેક રાજ્યમાં જીલ્લા અને તાલુકા તેમજ ગ્રામ્ય લેવલે ટીવીના માધ્યમથી આભડછેટ નાબુદીના કાયદા નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ 1955નો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે.
દેશના દરેક રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ નુક્કડ સભાઓ, શેરી નાટકો, ફિલ્મો બતાવી આ કાયદા નાગરિક હક્ક સંરક્ષણ કાયદો 1955નો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે અને આ સામાજિક બદી સામે લોકોમાં સાચી જાગૃતિ ફેલાવવામાં આવે. 
દેશના દરેક રાજ્યમાં જાહેર બસ સ્ટેન્ડ, પંચાયતો, મંદિરો, ગામના પાદરે, સિનેમા ગૃહોમાં, કોર્ટોમાં, નિશાળોમાં આ સામાજિક બદી સામે પ્રચાર અને પ્રસાર કરવામાં આવે અને લોકોને આ કાયદાથી વાકેફ કરવામાં આવે અને આ સામાજિક બદીને દુર કરવા આગળ આવવા લોકોને સમજાવવામાં આવે.
દેશની દરેક રાજ્ય સરકાર પોતાના રાજ્યમાં આવેલ દરેક નિશાળોમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના બાળકો સાથે આભડછેટ રાખવામાં ન આવે તે માટે દરેક શાળા માટે પરિપત્ર કરી સુચના આપે જેમાં મીડ-ડે મિલ (મધ્યાહ્નન) ભોજનમાં બાળકોની અલગ-અલગ લાઈન કરી જમવા ન બેસાડે, પીવાના પાણી માટે એક જ માટલું કે ટાંકી હોય, પીવાના પાણીના ગ્લાસ અલગ ન હોય, અને જમવાની ડીશ અલગ ન હોય તે બાબત શાળાના મુખ્ય શિક્ષકની અને શાળાના સંચાલકોની જવાબદારીમાં સમાવી લેવામાં આવે.
દેશની દરેક રાજ્ય સરકાર રાજ્યમાં નોકરી કરતા દરેક સરકારી કર્મચારી, ખાનગી સંસ્થાઓ, અર્ધ-સરકારી સંસ્થાઓ, ખાનગી કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ  સહીત તમામ સ્તરે ચુટાયેલા પ્રતિનિધિઓ, પાસે આભડછેટ ના પાળવા અને આભડછેટની સામાજિક બદીને નાબુદી કરવા માટેના સોગંધ લેવડાવે અને તેમની પાસેથી આભડછેટ નાબુદી કરવા માટેનો સંકલ્પ પત્ર લખાવડાવે.
દેશની દરેક રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ગામડાઓમાં અને શહેરોમાં ક્યાં કયા અને કેવા પ્રકારની આભડછેટ ચાલે છે તેનું સર્વે કરાવે અને એક આભડછેટના ચલણ બાબતે દસ્તાવેજ બહાર પાડે.
દેશમાં આવેલ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ આભડછેટ નાબુદીનો કાર્યક્રમ જાહેર કરે અનેકેન્દ્ર સરકાર અને દરેક રાજ્યમાં રાજ્ય સરકાર રાજ્ય કક્ષાની તજજ્ઞોની સમિતિ બનાવે જેમાં કેન્દ્ર લેવલે સુપ્રીમ કોર્ટનાં જજ અને રાજ્ય લેવલે હાઇકોર્ટમાં નિવૃત જજના વડપણ નીચે કેન્દ્ર અને દરેક રાજ્યમાં બનેલ કમિટી તપાસ કરી પોતાના તપાસ અહેવાલમાં આભડછેટ નાબુદ કરવા માટેના તારણો બહાર આવે તે તારણોનો અમલ કેન્દ્ર અને રાજ્ય સરકાર આખા દેશમાં આભડછેટ નાબુદી માટે કરે.  
દેશના વડાપ્રધાન  ભારત દેશનું  એક ગામ ‘’આભડછેટ મુક્ત’’ જાહેર કરી આભડછેટ મુક્ત ભારત કરવાનો સંકલ્ય જાહેર કરે  અને આ દેશને આભડછેટ મુક્ત કરવાની શરૂઆત કરાવડાવે.  
દેશના વડાપ્રધાન કોઈપણ રાજ્યના કે કેન્દ્ર શાસિત વિસ્તારના જે ગામને ‘’આભડછેટ મુક્ત’’ જાહેર  કરે  અને એ ગામમાંથી સાચેજ આભડછેટની નાબુદી થાય તેવા ગામોને સરકાર દ્વારા વિશીષ્ટ પ્રકારની સરકારી ગ્રાન્ટ સામાજિક સેવા બદલ ગામના વિકાસના કામ માટે આપવામાં આવે અને તે ગામની બહાર ‘’આભડછેટ મુક્ત ગામ’’ બોર્ડ મારવામાં આવે.
ઉપરોક્ત તમામ માંગણીઓ અને રજૂઆત બંધારણમાં આપેલ મૂળભૂત અધિકાર આર્ટિકલ 17 (આભડછેટ નાબુદી) ની જોગવાઈ અને તે જોગવાઈ હેઠળ બનેલ કાયદાના અમલીકરણ બાબતે રાજ્યની જવાબદારી સબંધે રજૂઆત કરવામાં આવેલ છે જેનો હેતુ નબળા વર્ગના લોકોના બંધારણીય અધિકારો અને તેઓના માનવ અધિકારોનુ રક્ષણ થાય અને કાયદાના અસરકારક અમલીકરણથી સુરક્ષા મળી રહે જેથી બંધારણના આર્ટિકલ 21 મુજબ આપવામાં આવેલ ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાના અધિકારને ભોગવી શકાય અને તે રીતે જીવન જીવી શકાય.
---
*સામાજિક કાર્યકર

टिप्पणियाँ

RAVIKUMAR RAJABHAI MAKWANA ने कहा…
CHALANE..

IF GOVERNMENT TAKE IT.

WE REALLY FEEL LIKE THAT, THIS GOVERNMENT HAS 56'

ट्रेंडिंग

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

આવેદન પત્ર - આરોગ્યના ક્ષેત્રે ગુજરાત જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે: ઓછામાં ઓછો 5% કરવામાં આવે

- મીનાક્ષી જોષી*  મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર વિષય: આરોગ્યના ક્ષેત્રે ગુજરાત રાજય જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે તેમાં વધારો કરીને ઓછામાં ઓછો 5% કરવામાં આવે માનનીયશ્રી,